________________
(૪૦)
વધું ન જાઓ અને સદ્ગુરુનું શરણ મને સદાય દ્રઢ રહો. “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૯૨) આ ઉત્તમ દવા લેતા રહેવા ભલામણ છેજી. પત્રાંક ૫૭૫, ૫૯૨ વારંવાર વિચારવા ભલામણ છેજી. સગુરુના આશ્રયનું બળ તેમાં છે. વળી જનકવિદેહી અષ્ટાવક્ર ગુરુનું અવલંબન લઇ, દુસ્તર માયાના વિકટ પ્રસંગોમાં મન તણાઈ ન જાય તેમ વર્તતા, એવો પત્ર પરમકૃપાળુદેવે લખ્યો છે, તે પત્રાંક ૩૨૧; અને પત્રાંક ૩૪૮ પણ વિચારવા યોગ્ય છેજી. વારંવાર સદ્ગુરુનું માહામ્ય વિચારી ગમે તેમ થાય, પોતાની શક્તિ કરતાં વિશેષ કર્મનું બળ જણાય ત્યાં “હે ભગવાન ! મારું કંઇ બળવીર્ય ચાલતું નથી, આપ જ એક મારે શરણ છો.' એમ વિચારી, સ્મરણનું અવલંબન મુખથી તો ચાલુ રાખવા યોગ્ય છેજી.
તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે, તું જીવજીવન આધાર રે.'
(બો-૩, પૃ.૪૫૦, આંક ૪૭૦) | પતિતપાવન અધમોદ્ધારણ ભગવાન કહેવાય છે, તે સાચું છેજી. સંસારથી કંટાળ્યા હોય તેવા અબુધ અને
અશક્ત મનુષ્યો સપુરુષને આશ્રયે અનંતકાળનાં કર્મ ખપાવી શકે છે. બે ઘડીમાં ઘણાનો મોક્ષ થયો છે તેવું શૂરવીરપણું ભક્તિમાર્ગમાં ગ્રહણ કરનાર, જયવંત થયા છે. (બો-૩, પૃ.૭૪૧, આંક ૯૧૦) 0 પોતાના દોષ હોય, તે કાઢવાનો ખાસ લક્ષ રાખવો. કંઈ ગુણ પ્રગટયો હોય તો તેનું અભિમાન કરવું
નહીં. તેમ કરવાથી પાછું પડી જવાય છે. જ્ઞાની પુરુષના ઉપદેશમાં એવી ચમત્કૃતિ હોય છે કે જે જીવોએ
તેમનો આશ્રય સ્વીકાર્યો છે, બહુમાનપણે તે વચનોનું જે નિરંતર શ્રવણ-મનન કરે છે, તેમને તેવા દોષો તે ઉત્પન્ન થતા નથી. (બો-૧, પૃ. ૨૦) D અવસર આવ્યું જીવે, જે શુભ કામ કરી લીધું, તે લેખાનું છે. ભવિષ્યમાં જે થવું હોય તેમ થાઓ, પણ
જ્ઞાનીના માર્ગને પામ્યા છે, તે જીવે, કોઈ પણ કારણે ક્લેશિત થવા યોગ્ય નથી. આ શરીર સાથે જીવને જે કર્મયોગે સંસાર સંબંધ હશે, તે વ્યતીત થયે તે દેહનો વિયોગ નિશ્રય થશે, પરંતુ પરમકૃપાળુદેવને આશ્રયે દેહ છૂટે, એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે; મોક્ષપ્રાપ્તિ કરે. આવું પરમ બળવાન, જ્ઞાનીના આશ્રયનું ફળ પરમકૃપાળુદેવે પ્રકાડ્યું છે, તો આખર સુધી પરમકૃપાળુદેવનું શરણ વૃઢપણે પકડી રખાય, એ જ પુરુષાર્થ કર્તવ્ય છેજી. એક ભવ જ્ઞાનીને આશ્રયે ગળાય તો અનંત ભવનું સાટું વળી રહે તેવો લાભ, તેવા આશ્રયપૂર્વકના જીવનનો જાણી, બીજી બધી ઈચ્છાઓ તજી, મંત્રસ્મરણ ““સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એમાં સર્વ સાધન સમાય છે એવો નિર્ધાર રાખી, તેમાં જ ચિત્તની લીનતા કરવા ભલામણ છેજી. પત્રાંક ૬૯૨ વારંવાર સાંભળવાનું બને તેમ કર્તવ્ય છેજી. સ્મરણ કરતાં સદા આનંદમાં રહેવું, એમ પ.પૂ. પ્રભુશ્રીજીએ સમાધિમરણનાં સાધનરૂપ કહ્યું છેજી. (બી-૩, પૃ.૭૪૫, આંક ૯૨૦)