________________
(૩૪૩ બહારની અનુકૂળતાઓ, સત્સંગ, પુસ્તક આદિ સાધનો મળો કે ન મળો, પણ મન તો મારું એ પરમપુરુષની આજ્ઞામાં, સ્મરણમાં, ભક્તિ-ભજનમાં સર્વ શક્તિએ રાખીશ. આવો દ્રઢ નિશ્ચય કરી થોડા માસ વર્તાય તો ચિત્ત ચંચળતા તજી, સ્થિરતા ભજવા લાગે એમ સંભવ છે. માટે આ પત્ર મળે ત્યારથી, બને તેટલી દૃઢતા નિત્યનિયમ વગેરેમાં રાખવી અને અસ્થિરતા ચિત્તની જણાય ત્યારે વચનામૃતનું વાંચન, વિચાર કે સરખે-સરખાનો સમાગમ કરતા રહેવો, અને એકાંતનો વખત મળે તેટલો, સ્મરણ એટલે માળા ગણવામાં કાઢવો. કેટલી રોજ માળા ફરે છે, તેનો હિસાબ પણ રાખવો. આંગળી ઉપર વેઢા છે, તે ગણતા રહેવાથી સંખ્યાની ગણતરી થશે. તેમાં દરરોજ થોડો-થોડો વધારો કરતા રહેવું અને દરરોજ ચાલીસ કે પચાસ માળા ફરવાના ક્રમ સુધી પહોંચી ત્યારે કેમ મન રહે છે, માળાનો ક્રમ વધારવા વૃત્તિ રહે છે કે કંટાળો
આવવા તરફ મન વળે છે, તે પત્રથી જણાવવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૩૯, આંક ૩૪૨) D પ્રશ્ન : પરમાણુ જેવી સૂક્ષ્મ વસ્તુનું, ધર્માસ્તિકાયનું, કર્મગ્રંથિનું જે વર્ણન કર્યું છે. તેનું શું કારણ છે? પૂજ્યશ્રી : જીવ નવરો પડે તો ઘણાં કર્મ બાંધે. કંઈક હાથમાં કામ આવે ત્યારે એનું મન સ્થિર થાય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વર્ણન હોય તો વિચાર કરવો પડે. આ કર્મો કેમ બંધાય છે? કેમ ઉદયમાં આવે છે? એ જાણે ત્યારે લાગે કે અહો! કેવળજ્ઞાનથી તેવું જાણ્યું છે! એ કહેવાના સાત કારણો છે : (૧) જેમ છે તેમ કહેવા માટે, (૨) તે વસ્તુઓનો વિચાર કરવા માટે, (૩) તે વસ્તુની માન્યતા કરવા માટે, (૪) સમ્યકત્વ થવા માટે, (૫) જીવદયા પાળવા માટે, (૬) જ્ઞાન થવા માટે અને (૭) દોષો ટાળી મુક્ત થવા માટે.
જીવ મુક્ત થાય, તેને માટે બધાં વર્ણનો છે. (બો-૧, પૃ.૨૧૬) D મન જીતવા માટે ઇન્દ્રિયો જીતવી. ઈન્દ્રિયો જીતવા માટે સ્વાદેન્દ્રિય પહેલાં જીતવી. મન પસંદ કરે એવું ન માનવું. મનનું માનવું એ સ્વચ્છેદ છે. જ્ઞાનીનું કહેવું માનવું છે. મનરૂપી અશ્વ - ૨ જીવ બેઠો છે, એ જીવને ગમે ત્યાં તાણી જાય છે, એને થકાવવાનું છે. મન જ્ઞાનીનાં વચનોમાં રોકાય તો દોડાદોડ કરવી છોડી દે. મન જ્ઞાનીનાં વચનોમાં લીન થાય, એનું નામ અનુભવ છે. એક વાણિયો હતો. તેને લાગ્યું કે કામ તો ઘણું છે અને ગુમાસ્તા થોડા છે, માટે કોઈ દેવને વશ કરું. પછી તેણે આરાધના કરી. તેની આરાધનાથી દેવ પ્રસન્ન થયો અને કહ્યું કે કામ બતાવ, નહીં તો ખાઈ જાઉં. વાણિયે કહ્યું, હિમાલયથી વાંસ લઈ આવ. તે લઈ આવ્યો. પછી વાણિયે તેને નવરો હોય ત્યારે ચઢવા-ઊતરવાનું કામ બતાવ્યું. એવું આ મન છે. તેને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રમાં રાખવું
તો થાકે, નહીં તો નહીં થાકે. (બો-૧, પૃ.૧૪૮, આંક ૬૨) D મહાત્મા પુરુષો મનને વશ કરી શકે છે, તેવી આજથી તમને ભાવના રહે છે, તે હિતકારી છે. એક મહાત્માએ તેમના ઉત્તમ શિષ્યને શિખામણ, ચિત્તને (મનમર્કટને) વશ કરવા, સ્વસ્થ કરવા આપી છે, તે સંબંધી વાર્તા ટૂંકામાં જણાવું છું. તે અવકાશે વિચારી યથાશક્તિ પ્રયત્ન કરતા રહેવા ભલામણ છેજી.