________________
૨૧૯
ભવમાં કોઇ નથી એવો લક્ષ રહેશે તો તે મહાપુરુષના ઉત્તમ-ઉત્તમ ગુણો તેમના પત્રો વગેરેથી વાંચતાં, તે પરમપુરુષની દશા વિશેષ-વિશેષ સમજાશે અને તે સત્પુરુષની ઓળખાણ થયે અનંતાનુબંધી આદિ કર્મો દૂર થઇ, સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા યોગ્ય છેજી.
આ પત્ર વારંવાર વાંચી, તેમાં જણાવેલી બીના શ્રદ્ધાને નિર્મળ કરનારી જાણી, તે પ્રકારે વૃત્તિને વાળવા, આપ સર્વને નમ્ર વિનંતી છેજી. (બો-૩, પૃ.૬૫૪, આંક ૭૭૪)
પ્રારબ્ધ અનુસાર જ્યાં હોઇએ ત્યાં ભક્તિ, સ્મરણ, સાંચન, સદ્વિચાર અને આત્મભાવના કરતા રહેવામાં આપણું કલ્યાણ સમાયું છેજી. (બો-૩, પૃ.૪૦૫, આંક ૪૧૩)
@ પૂ. ને ભલામણ છે કે ઉતાવળ કરી અહીં આવી જવાની દોડ શમાવી, જે સદ્ભાગ્યે પરમકૃપાળુદેવના ઉપાસક આત્માઓની સેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેનો ઉત્તમ લાભ ઉઠાવતા રહેવામાં કલ્યાણ જ છે. પોતાની કલ્પનાએ કે વૃત્તિઓના વેગમાં તણાવામાં, સ્વચ્છંદનો અંશ સમાય છેજી.
આ તો ભક્તિ આદિની અનુકૂળતાવાળો યોગ છે, પરંતુ તેથી વિપરીત સંજોગ હોય છતાં જો તેમાં મહાપુરુષોની સંમતિ હોય તો તેમ વર્ષે કલ્યાણ જન્મે છેજી.
પૂ. શ્રી રત્નરાજસ્વામીથી છૂટા થઇ પૂ. વિચરતાં આ આશ્રમમાં ૫.પૂ. પ્રભુશ્રીજીને શરણે રહ્યા એટલે તેમને પૂ. શ્રી રત્નરાજસ્વામીની સેવામાં પ.પૂ. પ્રભુશ્રીજીએ મોકલ્યા અને આજ્ઞા ઉઠાવવા ખાતર જ તે નહીં ગમતા સંયોગોમાં પણ જઇ તેમની સેવામાં રહ્યા ત્યારે તેમને સ્મરણમંત્રનો લાભ મળેલો. આવી કસોટીમાં કંટાળી જાય અને વિરહવેદનાને બહાને પ્રાપ્ત લાભ કોઇ જીવ ચૂકી ન જાય, એ અર્થે આટલું લખ્યું છે, તે લક્ષમાં રાખવા તેમને વિનંતી છેજી. (બો-૩, પૃ.૫૭૭, આંક ૬૪૯)
આજના સ્વાધ્યાયમાંથી બે વચનો આપની પ્રસન્નતાને અર્થે ટાંકું છુંજી : ‘‘ખરું સુખ શામાં છે ? ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જ્વળ આત્માઓનો સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે.'' (ભાવનાબોધ)
‘‘નિરંતર સમાધિભાવમાં રહો તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારો, સમીપ જ છે. જ્ઞાનીદૃશ્ય તો થોડો વખત વિયોગ રહી સંયોગ થશે અને સર્વ સારું જ થઇ રહેશે.’' (૫૯) આ પવિત્ર પુરુષનાં વૈરાગ્યભીનાં વચનો વૈરાગ્ય પ્રેરે તેવાં, દરેક ક્ષણે શું કર્તવ્ય છે તે દર્શાવનારાં તથા સાધકભાવનું દાન દેનારાં ચિ. જૂઠાભાઇ આદિને ઉદ્દેશીને લખાયેલાં, પણ જગતનું કલ્યાણ કરનારાં છેજી.
આપણે કલ્યાણ કરવું છે ? તો તેમાં દર્શાવેલ પુરુષાર્થ મારે-તમારે-સર્વને અત્યંત ગંભીર ઉપયોગે, વૈરાગ્યપૂર્વક કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૭૪, આંક ૬૪૫)
D જગતમાં કોઇ આપણું છે નહીં અને થવાનું નથી. માત્ર એક સત્પુરુષો નિષ્કારણ કરુણા કરનાર, જગતના સાચા મિત્ર, સાચા ભાઇ આદિ છે. તે મહાપુરુષો આપણને તારી શકે તેમ છે. તેમનો વિયોગ જીવને સાલશે ત્યારે જીવનું કલ્યાણ થવું સંભવે છે.