________________
(૨૧૮)
કલ્યાણ શાથી થાય ? પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાથી. એમાં રુચિ થશે ત્યારે કલ્યાણ થશે. પરમકૃપાળદેવ આત્મજ્ઞાની પુરુષ છે. એમની આજ્ઞાથી આત્મજ્ઞાન થાય એવું છે. જે ગરજવાળા હોય તેનું કામ થાય
છે. (બો-૧, પૃ.૨૮૮, આંક ૩૬) I શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચવા-વિચારવાનું તથા સ્મરણ-ભક્તિ વગેરેમાં મન રાખવાનું કરશો તો
આત્મહિતનું કારણ છેજી. કલ્પનાના ઘોડા દોડાવ્યા કરતાં વીસ દોહરામાં જણાવેલા ભાવો યમાં સ્થિર થાય; હું કાંઈ જાણતો નથી પરંતુ પરમકૃપાળુદેવની કૃપાથી તેના યોગબળે આ જીવનું કલ્યાણ થાય તેવો યોગ બન્યો છે તે સાર્થક કરી લેવો છે, તેણે આત્મસ્વરૂપ યથાર્થ પ્રગટ કરી ઉપદેશ્ય છે તે પ્રમાણે માન્યતા રાખી, તે પરમપુરુષ ઉપર અનન્ય ભક્તિ રાખી, આટલો ભવ તેને શરણે જશે તો જરૂર મારું કલ્યાણ થશે, એવી શ્રદ્ધા દિન-પ્રતિદિન વર્ધમાન અને બળવાન બને તેમ વિચારણા કર્તવ્ય છેજી. સાચી ઉપાસનાનું ફળ વગર ઈચ્છયે પણ અવશ્ય છેજી. (બી-૩, પૃ.૩૯૦, આંક ૩૯૭). D આપની ભાવના આત્મકલ્યાણ અર્થે રહેતી હોવાથી, કંઈ તે સંબંધી નથી બનતું તથા મંદ ભાવ થઈ જાય
છે તેમ લાગે છે, તે ફેરવવા તમારી ભાવના છે, તે પ્રશસ્ત છેજી, સંસારનું સ્વરૂપ જીવ વિચારે તો તેમાંથી કંઈ તેની સાથે આવે તેવું જણાતું નથી. ઊલટું કર્મબંધનાં કારણોથી ભરપૂર આ સંસાર વિચારવાનને સ્પષ્ટ સમજાય છે. તેથી જ આવા અસાર સંસાર ઉપરથી મોહ છોડી ચક્રવર્તી જેવા આત્મકલ્યાણ કરવા ચાલી નીકળ્યા અને આ જીવને જાણે કેટલીય સાહ્યબી હોય તેમ તેવા દ્રષ્ટાંતો તરફ નજર સરખી નાખતો નથી અને મૂઢતામાં ને મૂઢતામાં વિષ્ટાના કીડાની પેઠે
જ્યાં જન્મ્યો છે ત્યાં જ આનંદ માની રહ્યો છે. હવે તો જીવે જરૂર ચેતી, નકામી કડાકૂટ માની, આ સંસારનો મોહ મંદ કરી, નિર્મૂળ કરવા યોગ્ય છેજી. બીજા ભવમાં કંઈ બનનાર નથી. મનુષ્યભવમાં કંઈક વિચાર, વૈરાગ્ય કે આત્મસાધન બની શકે તેવો જોગ મળ્યો છે, ત્યાં જીવ પાછો અનાદિના પાંચ ઇન્દ્રિયના વિષય અને ક્રોધાદિ કષાયોની પંચાતમાં પડી ડહાપણ કૂટે છે. તેમાંનું જીવને કંઈ જ કામનું નથી એવો વિચાર દ્રઢ કરી, એક મંત્રમાં વૃત્તિને વારંવાર વાળવા યોગ્ય છે. જ્ઞાનીની આજ્ઞાના આલંબન વિના આ જીવનું કદી કલ્યાણ થવું ઘટતું નથી, તો તે આલંબન વિનાનો કાળ જાય છે, તે વ્યર્થ ભવ હારી જવાય છે એટલો ખટકો જરૂર દિલમાં રાખવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૯૧, આંક પ૨૫)
નિત્ય નવીન ઉત્સાહથી, ધરજો પ્રભુનું ધ્યાન;
સ્મરણ કરજો પ્રીતથી, તજી દેહ-અભિમાન. પૂનામાં પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ સર્વ મુમુક્ષુઓને પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મુકાવી કહેવડાવેલું કે ““સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.' તે વારંવાર તમે ત્યાં એકઠા થતા હો ત્યારે વિચારશોજી; અને પરમકૃપાળુદેવની આજ્ઞારૂપે વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર, છ પદનો પત્ર, મહામંત્ર વગેરેની પ્રાપ્તિ થઈ છે તે અહોભાગ્ય છે. તેમાં જેટલો પ્રેમ રાખીશ તેટલું મારું કલ્યાણ થશે. પરમકૃપાળુદેવ જેવો મારા ઉપર ઉપકાર કરનાર આ