________________
ક્ષમા છે મોક્ષનો દરવાજો, ક્ષમા શ્રમણ સદ્ગુરુ સાચો; મોક્ષ વિના કશું નહીં યાચો રે, સદ્ગુરુ હિતકારી. સંતકૃપા પરમ ઉપકારી રે, સદ્ગુરુ હિતકારી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બી-૩, પૃ.૨૫, આંક ૯)
(‘અપૂર્વ અવસર' અનુસાર) એ દિન ક્યારે આવે નાથ કૃપા થકી, રાત-દિવસ કરું શ્રવણ, બોધનું પાન જો; બાળક માની ગોદ ગ્રહી નિઃશંક થઈ, મુનિસમ બની એકાગ્ર કરે પયપાન જો. એ દિન) ૧ દર્શન, શ્રવણ, પ્રતીતિ, સ્થિરતા સીડીએ, ક્રમે ક્રમે હું તજી જગત જંજાળ જો; આવું અનુપમ સિદ્ધશિલાની મેડીએ, બિરાજો જ્યાં નાથ અનંત દયાળ જો. એ દિન૨ પુદ્ગલપિંડ તણાં દર્શન પ્રભુ બહુ કર્યા, ચર્મચક્ષુને ચર્મરમણની ટેવ જો; તજશે એ તુજ દર્શન-સ્પર્શનથી ઠર્યા, દિવ્ય નયન દેજો રૂપાતીત દેવ જો. એ દિન ૩ શ્રવણ હરણ સમ મોહવશે બહુ મેં કર્યું, તોય પુરાયા નહીં કાનના કૂપ જો; અપૂર્વ વાણી જાણી ગુરુકુળ આદર્યું, સત્સંગે શ્રુતિ પામી ચિત્ત થયું ચૂપ જો. એ દિન) ૪ મનમાન્યું મન રઝળ્યું વિષય-કષાયમાં, રુચિ, પ્રીતિ, પ્રતીતિ કરી વિપરીત જો; ગુરુરાજ છો હવે તમારી સહાયમાં, તો સહજ થાય સુરુચિ, પ્રીતિ, પ્રતીત જો. એ દિન૦૫ મોક્ષ હેતુ જે મૂળતત્ત્વનું જ્ઞાન તે, સમ્યફ શ્રદ્ધાનંત ધરે ધરી ધીર જો; જ્ઞાની દ્વારા જ્ઞાન” સદાનો માર્ગ છે, હંસ-ચંચુથી ભિન્ન થાય ક્ષીરનીર જો. એ દિન૦ ૬ મોહનીય-જ્ઞાનાવરણ ગયે ગુરુ-બોધથી, સમ્યફ શ્રદ્ધા, જ્ઞાન ઉદય સમકાળ જો; સ્વાદ, શીતળતા સાકરની સાથે થતી, દીપ પ્રકાશના વૃષ્ટાંતે ત્રિકાળ જો. એ દિન) ૭ શ્રુતબીજ પર પાણી પુરુષાર્થતણું પડશે, પંચ પ્રકારે સમ્યકજ્ઞાન વિકાસ જો; પારસ સાથે લોહ શલાકા જો અડે, વર્ણ સુવર્ણ તણો પ્રગટે પ્રકાશ જો. એ દિન, ૮ જ્ઞાનતણું ફળ વિરતિ’ તો સ્થિરતારૂપે, આત્મપ્રદેશ ચંચળતા નહીં લેશ જો; વીર્ય અનંતુ પૂર્ણરૂપે પ્રગટી દીપે, સુખ અનંત પમાય વિના કંઈ ક્લેશ જો. એ દિન) ૦ પિપળપાન સમી ચંચળતા પ્રતિપળે, સંગ પ્રસંગે રાગદ્વેષથી થાય જો; કલ્પવૃક્ષ સમ સદ્ગુરુશરણે તે ટળે, ઇચ્છા છોડી વીતરાગ થવાય જો. એ દિન૧૦
(બી-૩, પૃ.૨૭, આંક ૧૦) અનન્ય શરણના આપનાર એવા શ્રી સરુદેવને અત્યંત ભક્તિથી
નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો! ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.''