________________
(૧૦)
યોગીશ્વર ગુરુરાજના, યોગ બળે પલટાય; વિલાસવિષ કળિકાળનું, અમૃતમય થઈ જાય. ક્ષમાશ્રમણ આશ્રમ તણો આશ્રય જે ગ્રહનાર; તપોવનને યોગ્ય તે, તપ ધનને ધરનાર. દીપાવે રસત્યાગથી નવ દિન નવ પદ સાર;
સપુરુષને આશ્રયે, શ્રીપાલ શ્રવણ અનુસાર. હે અનાથના નાથ ! કલ્પવૃક્ષથી પણ વિશેષ ઉદાર, શ્રમણ ભગવંત ! આપના અપાર ઉપકારનું આ અલ્પમતિ શું વર્ણન કરે ? અહો ! તારું યોગબળ ! ધન્ય છે આ કળિકાળમાં જન્મનાર જીવાત્માઓને પણ કે તારું મોક્ષમાર્ગ દેનાર શરણ આવા કાળમાં પણ પ્રાપ્ત થયું. અહોભાગ્ય આ બાળકનાં પણ ઊઘડ્યાં ! સત્યપંથે દોરનાર શ્રી સદ્ગુરુદેવ ! તારું ભવોભવ શરણ હો! હે પ્રભુ ! આ નવપદજી મહોત્સવરૂપ ઓળીનો છેલ્લો દિવસ ચૈત્રી પૂર્ણિમાનો છે, પણ પશ્રાતબુદ્ધિ બ્રહ્મ' અને “અગમબુદ્ધિ વાણિયા' કહેવાય છે તેવું આ તારા બ્રહ્મપદની ઇચ્છા રાખનાર બ્રહ્મચારીને પદ્માતબુદ્ધિ ઊપજી કે આ નવપદનું માહાસ્ય પ્રથમથી અંતરમાં ઊતર્યું નહીં અને રૂઢ ઉપવાસને વળગી રહી છે ઉપવાસની આજુબાજુના દિવસો અંતરવારણું અને પારણાના મળી છ દિવસ ઓળીની તક ગુમાવી. માત્ર ત્રણ વચ્ચેની ઓળીને એકાશન દ્વારા અજ્ઞાતવિધિઓ ઉપાસી. પણ આ અવિચાર અને અહંકારના કંઈ પરિણામે અબહુમાનપણું પ્રદર્શિત થયું હોય તો તે સર્વ ગર્વ તજી ઘણી દીનતાથી ‘મિથ્યા મે દુષ્કૃત' હો એમ ઇચ્છું છુંજી. અને ભવિષ્યમાં આ અવિચારનાં પરિણામ રસવૃત્તિના પોષણરૂપ જમણોમાં પશ્ચાત્તાપરૂપે ખડાં થઈ વિરસ-ઉદાસભાવને પોષે એમ આશા રાખું છું. આસો માસમાં ફરીથી આ વ્રતનું દર્શન થવા જેટલું આયુષ્ય લંબાય અને સર્વ સમાધિવૃત્તિપૂર્વક જોગવાઈ બની આવે તો તે રસના જયના સંગ્રામમાં અતિ ઉત્સાહથી ઘૂમવા વિચાર રહ્યા કરે છે. હે નિઃસ્પૃહ, નિરીહ પરમાત્મા ! સર્વ ઇચ્છાનો ત્યાગ કરી તારા ચરણકમળની ઉપાસના વિશેષ વિશેષ વિશેષ વર્ધમાન થયા કરો અને અંતે આપના અયોગીપદનો યોગ થાઓ !
ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે !
(બો-૩, પૃ.૨૮, આંક ૧૧) શુદ્ધ સ્વરૂપ, અજ્ઞાન પદ નભ-ભૂમિ સમ જેહ; અનંત ગાઉ અંતર છતાં, રહે અડોઅડ એહ.
દર્શન દુર્લભ ભાઈ, પરમ ગુરુ દર્શન દુર્લભ ભાઈ, સાચી રાજ સગાઇ, જગત ગુરુ દર્શન દુર્લભ ભાઈ. દેવ, ગુરુ ને ધર્મ ત્રણેમાં ગુરુપદની જ વડાઈ, સાચા ગુરુ સમજાવે સાચા દેવ, ધર્મ સુખદાઇ. જગત) ૧