________________
( ૧૧.
મોક્ષમાર્ગને કર્યો મોકળો એ સદગુરુ-ચતુરાઇ, દેખતભૂલી દૂર કરાવી સમ્યકુષ્ટિ લગાઇ. જગત૨ કલિમલમાંથી કરુણા કરીને કાઢયો એ જ ભલાઈ, પણ આલંબન સદા રહો એ, દૂર કરો નબળાઈ. જગત) ૩
(બી-૩, પૃ.૨૯, આંક ૧૨) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી
નમસ્કાર હો ! નમસ્કાર હો ! નમસ્કાર હો ! ધન્ય છે આપણો અવતાર, રાજજી આપતણો અવતાર. ધન્ય સકળ કર્યો નરભવ ટૂંકો પણ જમાવી તત્ત્વવિચાર, આશ્રય આપી અમ સરખાને કરાવો ભવપાર. ધન્ય આર્ય દેશ દીપાવ્યો આપે અર્પે અનેક વિચાર, મૂર્તિમંત બનાવે વિરલા વર્તાવી આચાર. ધન્ય) કુળ ઉત્તમ પામો ઉદ્ધાયું, ધર્મીના શિરદાર, આપ પ્રભુને પગલે પગલે, મળે મોક્ષ-ઘર-બાર. ધન્ય) ધર્મ સનાતન જિન ઉદરવા વીતરાગ બનનાર, સદુપદેશ વણીથી ભાવે તાર્યાં નર ને નાર, ધન્ય) પંચમજ્ઞાનને સમજી સાચું પંચત્વ પામ્યા સાર,
કૃપંચમી ચૈત્ર માસની સંવત્ સત્તાવન ધાર, ધન્ય પરમકૃપાળુ દેવાધિદેવ પરમ શાંતિપદ ધારક કલ્યાણમૂર્તિ સનાતન સત્ય ઉદ્ધારક પ્રભુ શ્રી રાજચંદ્રદેવને ત્રિવિધ ત્રિવિધ ત્રિકાળ નમસ્કાર સમયે સમયે હો ! હે પ્રભુ ! આપનો પ્રબળ પુરુષાર્થ અને ઉત્કટ વૈરાગ્ય અમ જેવા મંદ ક્ષયોપશમી અલ્પવીર્યવાળા પુરુષોને ઉન્નતિને માર્ગે સદાય પ્રેર્યા કરો ! હે પ્રભુ! આપે જ મનુષ્યભવ ધરી જાણ્યો, આપે જ દેહની સર્વ દશાને યથાયોગ્યપણે જાણવા, માણવા અને ત્યાગવાની વિધિ અનુભવી લીધી. સવંત ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમા દેવદિવાળીના પર્વે અવતાર લઇ, ચમત્કારિક કારકિર્દીમાં અભ્યાસનો કાળ અપૂર્વપણે ગાળી, આખા ભારત પ્રદેશમાં અને દેશાંતરમાં સ્મૃતિની તીવ્રતાથી વખાણ પામ્યા, પણ ધર્મની ધ્વજા આપના અંતરમાં ભગવો વૈરાગ્ય વર્ધમાન કરતી હતી, વૈરાગ્ય અગ્નિ ભઠ્ઠીની અગ્નિની પેઠે છૂપી રીતે પ્રારબ્ધકર્મ પકવીને ખપાવતી હતી. તેની ભભક કોઇ મુમુક્ષુ આદિ પ્રસંગીઓના પત્ર પરથી પ્રગટ પ્રદર્શન દે છે. વિષમ કળિકાળમાં આપનું વિશેષ વિચરવું ન રહ્યું તે અમ જેવા અલ્પપુણિયા પુરુષોનો મંદ ભાગ્યોદય; તોપણ નિષ્કારણે કરુણાસાગર ભવિષ્યમાં તેને શરણે આવનાર બાળકોને પયપાન કરાવવા આ આત્મસિદ્ધિ આદિ અમીકુંભ ભરી ગયા છે, તેનું મુખ સદ્ગુરુકૃપાથી ખોલી આ દુષ્કાળિયા કળિકાળના ભૂખમરાને દૂર ભગાવવા તેની વાણી સુધાધારાની શાંતિ અલ્પાંશે આરોગવા