________________
(૧૨)
ઉદ્યમ કરીએ છીએ, તેમાં હે પ્રભુ! તારા યોગબળની અમને સદાય સહાય મળતી રહો ! (બી-૩, પૃ.૨૯, આંક ૧૩)
(પરમોપકારી શ્રીમદ્ સદ્ગુરુદેવની પ્રતિમાજીનાં સ્ટેશને પ્રથમ દર્શન કરીને ઉલ્લસેલી વૃત્તિ અનુસાર આલેખિત ભાવના) આજ ગુરુરાજને ગાઈએ ગૌરવ, ચિત્ત ચોખ્ખું કરી ભક્તિભાવે, જન્મ કોટિતણાં પાપના પુંજને પુણ્યરૂપે ગુરુ પરિણમાવે; કોઈ કાળે નહીં જોગ આવો જડયો, કંઈક કાચું રહ્યું એ જ સાચું, સાચને શોધતા શિષ્યનું દિલ તો સાચને કાજ જો નિત્ય રા.... ૧ સાચ પ્રગટાવનારા ગુરુ ના મળ્યા, શિષ્યનું ચિત્ત કાં કાંઈ થાક્યું, સિંહસમ સદ્ગુરુ શૂરવીર વિરલા, ભેટતાં ભાગ્ય ભૂંડુંય ભાગ્યું; પૂર્વના પુણ્યનું પ્રબળ બળ જામતાં, શ્રવણ સગુની વાણી સુણે, સુણી કુણી લાગણી બોધથી થાય, ને મોક્ષ માટે સદોદિત ધૂણે. ૨ ઝેર સંસાર પર, ઝૂરણા સત્યની, જોગ સદ્ગુરુનો જો મળે તો, દીપ સન્મુખ દિવેટ આવી અડે, દીપરૂપે થઈને ભળે જો; સદ્ગુરુ રાજ સાચા કળિકાળમાં, સત્યનો માર્ગ સીધો બતાવે, દોષ નિજ દૂર કરી, પ્રેમથી ગુરુવરી, એ જ માર્ગે જતાં મોક્ષ આવે. ૩
(બો-૩, પૃ.૩૦, આંક ૧૪). અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુ પ્રગટ પુરુષોત્તમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને ત્રિકાળ ત્રિકરણયોગે અત્યંત ભક્તિભાવે નમસ્કાર હો ! નમસ્કાર હો! નમસ્કાર હો!
જ્યેષ્ઠ સુદિ પંચમી, જ્ઞાનની પંચમી, મુજ મનમાં ગમી રહી રમી એ, જ્ઞાનઅવતાર શ્રી ગુરુ-મૂર્તિતણી સ્થાપના ચંદ્રમૈત્યે બની છે; ગુરુમંદિર પર ચંદ્રપ્રભુ-ચૈત્યમાં બિંબ બંને મતોનાં બિરાજે,
પંચ પરમેષ્ઠી સમ પંચ પ્રભુ-બિંબ એ સ્થાપિયાં ભવ્ય જીવ હિત કાજે. હે પરમકૃપાળુ દીનબંધુ કૃપાસિંધુ તરણતારણ ભગવાન ! આ રાંકને હાથ રત્નતુલ્ય પ્રભુ ! આપનું શરણું સદાય ભવોભવ હો!
“કરી અભાવ ભવભાવ સબ, સહજ ભાવ નિજ પાય;
જય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય.” આ સ્વચ્છંદી પ્રમાદી અધમ બાળક અનંત દોષથી ભરેલો આપના શરણનું માહાભ્ય.સમજ્યા વિના આ અમૂલ્ય ભવને ભિખારીની પેઠે પુદ્ગલના એઠાજૂઠા ધૃણા કરવા યોગ્ય ટુકડાની ભ્રમણામાં ને ભ્રમણામાં આયુષ્ય ગુમાવે છે. એવા આ દીન રાંક ઉપર આપે કરુણા કરી છે. આંધળાને સીધી સડકે ચડાવી કોઈ ભલા માણસ આશિષ પામે તેમ આપનું આલંબન પામી આપને અંતરના ભાવથી આ દ્ભય આજે નમે છે.