________________
(૫૩૨) (૫૩૨
એમ ગણી, અહીં આવતાં પહેલાં બને તેટલા શીખી લેવા ભલામણ છેજી. જે વાત અહીં આવ્યું કહેવી છે, તેમાંની એ પણ છેજી. જેટલો ગોળ નાખે તેના પ્રમાણમાં ગળ્યું થાય છે, તેમ જેટલો દયનો ભાવ આ દોહરામાં રેડાશે તેટલો આત્મા ઊંચો આવે તેવો એમાં ચમત્કાર છે; તે જેમ જેમ વિશેષ તેનું આરાધન થશે, તેમ તેમ સમજાશેજી. હાલ તો મુખપાઠ કરી, રોજ ફેરવતા રહેવાનો નિયમ રાખશોજી. આ અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા છે. તે ઉઠાવતા રહી આનંદમાં રહેતાં શીખો, એ ભલામણ સહ પત્ર પૂર્ણ કરું છુંજી. (બી-૩, પૃ.૩૨૬, આંક ૩૧૯) પૂ. .... ને પરમકૃપાળુદેવની સમક્ષ તેમની આજ્ઞાની સમજ આપી સાત વ્યસન, નિત્યનિયમ, સ્મરણ પણ ભાવના હોય તો જણાવવા હરકત નથી; પણ જેને હાલ સ્મરણ વિના નિત્યનિયમ વગેરેનો નિયમ લેવો હોય તે તેમ લે. કોઇને તે બાબતમાં ગુપ્ત રીતે પણ આગ્રહ કે ભારે શબ્દોમાં દબાવીને કહેવું ઘટતું નથી; તેની જેટલી જિજ્ઞાસા હોય તે પ્રમાણે, અલ્પ પણ સાચા પુરુષની આજ્ઞા જીવ ઉઠાવશે તો ભવિષ્યમાં વિશેષને માટે
યોગ્ય થશેજી. (બો-૩, પૃ.પર૩, આંક પ૬૯) અનાર્યદેશ ફરજ ન પડે ત્યાં સુધી આર્યભૂમિનો કાંઠો તજવા યોગ્ય નથી. અનાર્યભૂમિમાં સત્સંગનો દુકાળ છે. પત્રવ્યવહાર આદિ બંધ થઈ જવાના પ્રસંગોનો સંભવ છે. એવા વખતમાં જાણીજોઇને કેદમાં જનાર જેવી દશા, હાથે કરી શા માટે વહોરી લેવી ? લોભને મંદ કરી, આર્યક્ષેત્રમાં વિશેષ વસવું થાય તે હિતકારી જાણી, સામાન્ય સલાહ તમે માગી, તેથી જણાવી છે. પછી જેમ પ્રારબ્ધ હશે તેમ બનશે. કોઈ પણ કામ કરતાં પ્રથમ, આત્મહિત કેટલું સધાય તેમ છે તે પણ વિચાર કર્તવ્ય છે; પછી પૈસા,
આબરૂ વગેરે. (બી-૩, પૃ.૩૭૦, આંક ૩૭૪) D આપનો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ
ન પીજીએ, જેથી ચિંતા જાય ?' એ વચન અનુસાર જે થાય તે જોયા કરવાનું છે; પરંતુ જીવનો સ્વભાવ એવો થઈ ગયો છે કે જે બને છે તેમાં માથું માર્યા વગર રહેતો નથી; અને માથું મારે તો શિંગડા ભરાય છે. તે કાઢતાં સાત-પાંચ થાય છે; એવાં જ્ઞાની પુરુષનાં અનુભવેલાં વચનો યાદ કરી, તે સંબંધી વિચાર કરવા માંડી વાળવાની વૃત્તિ રહે છેજી. તમે કંઈ શિખામણની માગણી કરી, તેથી બે બોલ લખવાનું થાય છે. બાકી તો બધી પ્રવૃત્તિમાં રસ લાગતો નથીજી. પાણીમાં પેસે તેણે તરતાં શીખવું, એ જેમ આવશ્યક ગણાય તેમ અનાર્યક્ષેત્રમાં વસવા જેવું જેનું પ્રારબ્ધ હોય, તેને શું જરૂરનું છે એ વિચાર ઉદ્ભવાવી, અતિ સંક્ષેપમાં નીચે બે બોલ લખું છુંજી. પ્રથમ તો – “ધર્મ અર્થે બહાં પ્રાણનેજી, - છાંડે, પણ નહિ ધર્મ,
પ્રાણ અર્થે સંકટપડેઝ, જુઓ એ દૃષ્ટિનો મર્મ.' ધર્મ = જ્ઞાની પુરુષની આજ્ઞા. ઘમ્પો આપ તવો – એ જ મારું જીવન છે, તે તૂટે તેવી પ્રવૃત્તિ મારે નથી કરવી. સાત વ્યસન, સાત અભક્ષ્યનો ત્યાગ, નિત્યનિયમ, ભક્તિ, મંત્રની માળા આદિ,