________________
૩૯૨)
ખાવા-પીવાની વસ્તુઓ મળે છે, ખાધા પછી તે વસ્તુઓની વિષ્ટા થાય છે, તો પછી એનામાં અને વિષ્ટામાં શો ફરક છે ?' એમ વિચાર કરીને તેણે બધા પરિગ્રહનો ત્યાગ કર્યો. પછી તે જ્યારે રૂપિયાને દેખતો ત્યારે તેને વિષ્ટા કરતાં પણ વધારે ગ્લાનિ થતી. એક વખત કોઇએ તેની પરીક્ષા કરી. એક બે-આની લઈને તેની પથારી નીચે છાનીમાની મૂકી દીધી. સાંજે પથારી ઉપર તે સૂતો તો આખી રાત ઊંઘ ન આવી. સવારમાં ઊઠીને તેણે પથારીને ખંખેરવા ઉઠાવી તો નીચેથી બે-આની નીકળી. તેણે નિશ્ચય કર્યો કે ઊંઘ નહીં આવવાનું કારણ આ અલ્પ પરિગ્રહ હતો. અલ્પ પરિગ્રહ પણ જીવને કેટલી અશાંતિ પમાડે છે ! આ વસ્તુને જોતાં ઝેર કરતાં પણ વધારે ભય લાગવો જોઇએ. જેમ સર્પને જોતાં ભય લાગે છે, તેમ પરિગ્રહને જોતાં જીવને ભય અને ત્રાસ લાગવો જોઈએ. (બો-૧, પૃ.૧૬૯, આંક ૩૮) અઢાર પાપસ્થાનકમાં પરિગ્રહને પાપ કહ્યું છે. પુણ્યને લઈને બધું મળે છે. પુણ્યથી પૈસા મળી આવે, પણ એને સારા નથી માનવા. પાપને પાપ જ જાણવું છે. માન્યતા સાચી ન થાય ત્યાં સુધી મોક્ષ થાય નહીં. ધન વધે તેમ પાપ જ વધે છે, એમ જાણવું. અહીંથી આયુષ્ય પૂર્ણ થાય ત્યારે સાથે પાપ આવે. માટે પરમકૃપાળુદેવનું શરણું લેવું. પૈસા પરથી રુચિ ઓછી થાય તો સલ્લાસ્ત્રમાં રુચિ થાય. સત્પરુષોનાં વચનો વાંચવાં, વિચારવાં, શ્રદ્ધવાં. શ્રદ્ધવામાં કાંઈ પૈસા બેસતા નથી. ગમે તેવી કમાણી થતી હોય પણ આપણે જે વાંચવાનો નિયમ રાખ્યો હોય, તે ન છોડવો. પુણ્યના ઉદયને લીધે બધું દેખાય છે. પાપ આવે ત્યારે બધું લાવીને પકડી રાખે તોય ન રહે, જતું રહે. કર્મ છે એમ બોલે છે, પણ તેવી શ્રદ્ધા જીવને નથી. હું કરું છું, એમ થાય છે. વનને સારું માને છે. બીજાને લૂંટી લાવી એકઠું કર્યું હોય, તે બધું જતું રહેવાનું છે. ચક્રવર્તીઓને ત્યાં પણ રહ્યું નથી. થોડા વખતમાં બધું જતું રહેવાનું છે. ભવરોગ વધે એવું કરે છે. અનીતિ વગેરે કરી પાપ વધારે છે, તેથી નરકમાં જાય છે. એ ઊલટો રસ્તો છે, દુઃખી થવાનો રસ્તો છે, સીધો રસ્તો નથી. (બો-૧, પૃ.૨૯૧, આંક ૪૧) ત્યાગ D પરમકૃપાળુદેવનાં વચનો પવિત્ર દયમાં જ સ્થાન પામે (વાસ કરે) તેવાં છે. તેથી વૈરાગ્ય, ઉપશમ,
ત્યાગ અને ભક્તિ દ્વારા સ્ક્રય પવિત્ર કરતા રહેવા ભલામણ છે. ત્યાગ : “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.' (૫૯) આ અંતરત્યાગ (ભ્રાંતિ અને ક્ષોભરહિત અસંગદશા) થવા અર્થે બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. આમ બાહ્ય સંબંધ અને પ્રસંગોનો બને તેટલો ત્યાગ અને ન બને તેટલા પ્રત્યે વૈરાગ્યવૃત્તિ રાખી વર્તવું, તે જ મુમુક્ષુજનોનું કર્તવ્ય છેજી. આ બધાનો સાર “આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. જેટલા પોતાની પુત્રલિક મોટા ઇચ્છે છે તેટલા હલકા સંભવે. પ્રશસા પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો.' (૮૫) આ કર્તવ્ય સર્વ અવસ્થામાં યથાશક્તિ કરતા રહેવાની જરૂર