________________
(૭૨) બીજું, એંજિન સાથે ડબ્બા જોડાય છે તેમ આંકડો ભરવી દેવાનું પણ ઘણી વખત તેઓશ્રી કહેતા. આ શ્રદ્ધા જેની પાકી અને નિર્મળ હશે, તેનાથી બીજાં વ્રત, નિયમ, શાસ્ત્રાભ્યાસ કે જપ, જાત્રાદિ નહીં બને તોપણ તે વહેલેમોડે મોક્ષે જશે; પણ જો શ્રદ્ધામાં ખામી હશે, તેનો બધો પુરુષાર્થ ખામીવાળો થશે. તેથી તે જ દૃઢ કરાવવા, ઘણી વખત ઉલ્લાસભેર બોધ દેતા, તેમાંના થોડાં વચનો નીચે લખ્યાં છેજી : “રોમે-રોમ એ સાચો, સાચો, સાચો થઈ રહ્યું છે. અઢાર દૂષણથી રહિત કેવો એ દેવ! ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, રતિ-અરતિ નહીં વગેરે દોષોથી રહિત ! એ કદી તરસ્યો થયો છે? (આત્મા) ભૂખ્યો થયો છે? રોગી છે? બ્રાહ્મણ છે? સ્ત્રી છે? પુરુષ છે? એક સમજ ફરે તો ચમત્કાર જેવું છે. “પણે હું ગયો' કહે ત્યાં મિથ્યાત્વ. “હું” અને “તું” જુદું થયું છે, તેને થયું છે. બાકી બીજા કહે તેમાંનું કશું ગમતું નથી. મોટા કાશીના પંડિત હોય કે ગમે તે હોય, પણ એક સાચાની માન્યતા થઈ ગઈ છે, તેથી બીજો કોઈ ગમતો નથી, અને એ જ કર્તવ્ય છે. “વાત છે માન્યાની.” સપુરુષની યથાયોગ્ય પ્રતીતિ વિના જીવાજીવનું જ્ઞાન થતું નથી, તે સત્ય છે ... બાવડીએ બાથ ભીડીને કહે છે કે મને છોડાવો, મને કોઈ છોડાવો. છોડી દે એટલે છૂટો થઈશ. સત્યરુષ તો કહી છૂટે. ગોર તો પરણાવી આપે. શું ઘર પણ માંડી આપે?” (ઉપદેશામૃત પૃ.૨૮૨) (બો-૩, પૃ.૨૪૬, આંક ૨૩૯). | પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા કે પરમકૃપાળુદેવની ભક્તિ કરવામાં તમારા આત્માને કંઈ હાનિ થાય તેવું હોય તેના અમે જોખમદાર છીએ, વીમો ઉતરાવીએ છીએ, જવાબદારી લઈએ છીએ. આટલું બધું કહેવાનું કારણ માત્ર આ કાળના આપણા જેવા અશ્રદ્ધાળુ જીવોને સન્માર્ગમાં દૃઢતા થાય તે અર્થે, નિષ્કારણ કરુણા જ હતું. તે મહાપુરુષના ઉપકારનું જેમ જેમ વિશેષ સ્મરણ થશે તેમ તેમ પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રદેવ પ્રત્યે વિશેષ ભક્તિભાવ ઉલ્લાસ પામશે અને આપણી પામરતા સમજાતાં સ્વપ્નદશારૂપ અહંભાવ-મમત્વભાવ દૂર થવાનું બનશે. માર્ગ બતાવનાર સાચા સજ્જન મળ્યા છે; નવી, કદી ડૂબે નહીં તેવી સ્ટીમરમાં આપણને બેસાડયા છે. હવે છાનામાના, ડાહ્યા થયા વિના, તેના વિશ્વાસે, યથાશક્તિ (શક્તિ ગોપવ્યા વિના) તેની આજ્ઞા આરાધવાનો પુરુષાર્થ કર્યા જવાનો છે. ધીરજ રાખી જ્ઞાનીને માર્ગે ચાલવાથી વગર ઇચ્છયે મોક્ષપાટણ પ્રાપ્ત થાય તેમ છેજી. (બો-૩, પૃ.૩૨૦, આંક ૩૧૨). T સત્સંગનો યોગ નહીં એવા સ્થળમાં પ્રારબ્ધવશાત રહેવું પડે છે, તો ત્યાં પણ પોતાનાથી બને તેટલો
પુરુષાર્થ, સપુરુષની આજ્ઞા, સદાચાર અને ઉત્તમ ભાવનામાં ગાળવા યોગ્ય છેજી. મૂળ વાત તો પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિ છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ ઠોકી-ઠોકીને કહ્યું છે કે એક પરમકૃપાળુદેવની ભક્તિ કરનારને બીજા કોઈનું ધ્યાન વગેરે કરવાની જરૂર નથી. તેમાં ચિત્ત વિશેષ રહ્યા કરે તેમ કરવા ભલામણ છે. મારા વિષે જે કંઈ પત્રમાં ઉલ્લેખ કર્યો છે તે ભૂલી જઈ, તેથી વિશેષ પ્રેમ એક પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે, તેમની મુદ્રા, વચન અને તેના વચનના આશય પ્રત્યે પ્રેમ-ભક્તિભાવ રાખવા મારી આગ્રહપૂર્વક આપ બંનેને ભલામણ છે.