________________
(૭૧) “એક મત આપડી અને ઊભે મા તાપડી.' - એવી શિયાળની વાત પ.પૂ. પ્રભુશ્રીજી કરતા (ઉપદેશામૃત પૃ.૧૭પ અને પૃ.૩૧૭), તેમ તેમણે પરમકૃપાળુદેવની ભક્તિ આપણને કરવા કહ્યું, તે એકનિષ્ઠાએ, કોઇ બીજાના તરફ દ્રષ્ટિ કર્યા વગર, કર્યો જઇશું તો અવશ્ય કલ્યાણ થશે. આપણો સ્વચ્છંદ રોકી, તેની આજ્ઞાને માથે ચઢાવી, બને તેટલો પુરુષાર્થ, શક્તિ ગોપવ્યા સિવાય, કર્યા જવાની આપણી ફરજ છે, અને તે કરીશું તો પરમકૃપાળુદેવ તો કૃપાના ભંડાર જ છે, તેમને ફળ આપવાની વિનંતી પણ કરવા જેવી નથી. વગર ચિતવ્ય ફળ આપે, એવા વીતરાગ ભગવાનનો ધર્મ અચિંત્ય ચિંતામણિ કહેવાય છે; તે પામીને પ્રમાદ કરીએ તેટલો આપણો વાંક છે; નહીં તો અવશ્ય સના આરાધનથી સની પ્રાપ્તિ થાય જ, તેમાં કંઈ સંશય નથી. તે વાત પ્રત્યક્ષ અનુભવ કરીને પ.પૂ. પ્રભુશ્રીજીએ આપણને કહ્યું છે.
વીમો ઉતરાવીએ છીએ.' એમ પણ કહેતા. “પરમકૃપાળુદેવની ભક્તિ કરનારનો વાંકો વાળ થાય તેના અમે જોખમદાર છીએ, પણ પોતાનો સ્વછંદ ઉમેરે તો અમે જવાબદાર નથી.'' એમ પણ કહેતા હતા, તે લક્ષમાં રાખી પરમકૃપાળુદેવની ભક્તિમાં અરિહંત, સિદ્ધ, પ્રભુશ્રીજી આદિ સર્વ આવી જાય છે, આપણો આત્મા પણ તેમાં આવી જાય છે, આત્માની જ ભક્તિ ત્યાં થાય છે, કંઈ બાકી રહી જતું નથી, એ લક્ષ ન ચૂકવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૨૧૫, આંક ૨૧૩) | આપનો શુભ ભાવનાવાળો પત્ર મળ્યો છેજી. એ બધા ભાવો પરમકૃપાળુદેવ પ્રત્યે કર્તવ્ય છેજી. એ
પરમપુરુષની ઉપાસનાથી આપણે બધા તેની દશા પામી શકીએ તેમ છેજી. તેમની એક પણ આજ્ઞા કે વચન સાચા અંતઃકરણથી ઉઠાવીશું તો જરૂર કલ્યાણ થશે. તેનો પ્રત્યક્ષ પુરાવો પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી છે. છાતી ઠોકીને તે કહેતા કે પરમકૃપાળુદેવની ભક્તિથી કલ્યાણ ન થાય તો અમે જવાબદાર છીએ; પણ કોઈ પોતાની બુદ્ધિથી “આય જ્ઞાની છે” ને “આય જ્ઞાની છે” એમ કહી સ્વચ્છેદ પોષશે, તેનું જોખમ અમારે માથે નથી. બાઇઓ જેમ એક જ ધણી કરે છે તેમ પરમકૃપાળુદેવમાં સર્વ જ્ઞાની સમાય છે એમ માની, એકની જ ઉપાસના કરશે તો બધાય જ્ઞાનીની ઉપાસના થશે.
સદ્દગુરુપદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ;
તાર્ત સદ્ગુરુ-ચરણકું, ઉપાસો તજી ગર્વ.'' એ રોજ આપણે બોલીએ છીએ, તે નિરંતર લક્ષમાં રાખવા યોગ્ય છેજી. હું સમજું છું કે આ સમજે છે એમ પોતાની મતિથી માનવાને બદલે, ૫.પૂ. પ્રભુશ્રીજીએ આપણને બતાવ્યા, તે સંતના કહેવાથી માનીએ તો કોઇ પ્રકારે તેમાં દોષ ન આવે. આપને તે શ્રદ્ધા છે, તે દૃઢ અને એકાંગી, અનન્ય શરણરૂપ થવા અને રહેવા આટલું જણાવવા યોગ્ય લાગવાથી જણાવ્યું છે. વળી પ.પૂ. પ્રભુશ્રીજીનું વચન સ્મૃતિમાં આવે છે - “નવી, છિદ્ર વગરની સુંદર હોડીમાં તમને બેસાર્યા છે. હવે લાંબોટૂંકો હાથ કર્યા વિના, તેમાં બેસી રહેશો તો તે પાર ઉતારશે.' પણ હોડીમાંનો માણસ પાણીમાં રમત કરવા કે પગ લાંબો કરે તો મગર આવી, પકડી, ખેંચી પણ જાય, કે પોતે હોડીમાંથી પાણીમાં કૂદી પડે તો ડૂબી મરે; તેમ પોતાના સ્વદે સંસારનું કારણ હજી પણ થવા યોગ્ય છે એવો ડર રાખી, માત્ર તેને જ શરણે આટલો ભવ ગાળવાની જરૂર છેજી.