________________
૯૪)
તેમાં લક્ષ દેવો, નહીં તો રાજાની કથાઓ વગેરેમાં ખોટી થવા જેવું નથી. બને તો ઊઠી નીકળવું અને ન ઊઠી શકો તો મંત્રમાં મન રાખી, તેટલો કાળ કાઢી લેવો અને ફરી તેવા પ્રસંગમાં ન અવાય તેમ કરવાથી, અસત્સંગથી બચી શકાય. મધ્યસ્થતા, નિર્મોહીપણું, સમભાવ તેવા પ્રસંગમાં મળવાં દુર્લભ
છે). (બો-૩, પૃ.૭૫૩, આંક ૯૪૦) શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વિષે T સ્તુતિઃ
પતિત જન પાવની, સુર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ, જન્મ જન્માંતરો, જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી; ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતીથી, ચારૂતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી 'તી. પતિત) યાદ નદીની ઘરે, નામ નડીયાદ પણ, ચરણ ચૂમી મહાપુરુષોના, પરમકૃપાળુની ચરણરજ સંતની, ભક્તિભૂમિ હરે ચિત્ત સૌનાં; સમીપ રહી એક અંબાલાલે તહીં, ભક્તિ કરી દીપ હાથ ધરીને, એકી કલમે કરી પૂરી કૃપાળુએ, આસો વદ એકમે 'સિદ્ધિજીને. પતિત)
(બી-૩, પૃ.૮૦૨) પદર્શનનો સાર છે, આત્મસિદ્ધિ સુખ-સાજ;
અપૂર્વ જ્ઞાન વરી રચી, નમું સદા ગુરુરાજ. નિષ્કારણ કરુણા ધણી, અમાપ આપ ઉદાર; કળિકાળે પ્રગટયા પ્રભુ, વંદુ વારેવાર. ઉદ્ધારક અમ રંકના, અપાર ગુણ ધરનાર; શક્તિ સ્તવન તણી નથી, શરણ મોક્ષ દેનાર.
(બો-૩, પૃ.૬૭૧, આંક ૮૦૫) પરમ ઉપકારી અહો ! રાજચંદ્ર ગુરુદેવ; જેને શરણે જીવતાં, ટળતી ભવ-ભ્રમ ટેવ. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રરૂપ ગંગા આણી ઘેર; ભવભવનાં પાપો હરી, દેવા શિવ-સુખ લ્હેર. તન મન વચને આદરો, ભંક્તિ ધરી ઉલ્લાસ; આત્મસમાધિ કારણે, સમરણ શ્વાસોશ્વાસ.
(બો-૩, પૃ.૩૭૮, આંક ૩૮૪)
| આત્મસિદ્ધિમાં બધાં શાસ્ત્રોનો સાર છે. અપૂર્વ ગ્રંથ છે. આ કાળમાં પરમાત્મદશા પામીને
પરમકૃપાળુદેવે આ ગ્રંથ રચ્યો છે. એમાં છ દર્શનનો સમાવેશ છે. (બો-૧, પૃ.૧૨૬, આંક ૪૨)