________________
( 4 ) T સદા સર્વદા સ્વભાવમાં રહી શકે એવા આત્માનું અચિંત્ય માહાભ્ય જ્ઞાની પુરુષોએ ગાયું છે, તેને
સ્મરણમાં લાવવા અર્થે આપણને મંત્ર મળ્યો છે. તેનું આરાધન નિષ્કામ ભક્તિભાવે, એક લક્ષથી આ ભંવમાં થાય તો જીવને સમાધિમરણનું તે કારણ છેજી. છેવટે સ્મરણ કરવાનું ભાન રહો કે ન રહો, પણ જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી પુરુષાર્થ કરવા ચૂકવું નહીં. કોઈ બીજી બાબતમાં ચિત્ત રાખવું નહીં. પરમકૃપાળુદેવને શરણે, જે થાય તે જોયા કરવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૬૪૧, આંક ૭૫૭)
“માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય;
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. સર્વ સુખનું મૂળ, સમાધિમરણનું કારણ અને મોક્ષનું કારણ સાચા શરણને મરણ સુધી ટકાવી રાખવું એ જ છે.
“હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક.''
(બો-૩, પૃ.૫૧૩, આંક પ૫૪) D એક પરમકૃપાળુદેવનું સાચું શરણું મળ્યું છે, તો જગત પ્રત્યે જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે''
એવો લક્ષ રાખી, નિઃસ્પૃહપણે વીતરાગને માર્ગે વર્તવું છે એવું દયમાં દ્રઢ રાખવાથી, ચારિત્રબળ વર્ધમાન થઈ, સમાધિમરણનું કારણ થાય. (બી-૩, પૃ.૭૫૭, આંક ૯૫૨) I આપણે પણ મરણનો પ્રસંગ માથે છે, તેની તૈયારી કરવી છે. આ ભવમાં સત્પષનો યોગ થયો છે, તો
હવે કાગડા-કૂતરાના મોતે મરવું નથી; પણ સમાધિમરણ કરવાનો વૃઢ નિશ્ચય કર્તવ્ય છે. તે અર્થે સત્સંગ, સન્શાસ્ત્ર, સવિચાર અને સદ્વર્તનનું બળ બને તેટલું સંઘરવું છે. લૌકિક વિચારોમાં મન તણાતું રોકીને, સદ્ગુરુની આજ્ઞાએ જીવવું છે અને સરુને આશ્રયે જ દેહ છોડવો છે. આટલો નિર્ણય કરી લેવાય તો બાકીનું જીવન સુખરૂપ લાગે અને સમાધિમરણનું કારણ બને. (બો-૩, પૃ.૬૨૩, આંક ૭૨૫). સમાધિમરણ થાય તો આ મનુષ્યભવની સફળતા ગણાય. તે અર્થે અત્યારથી તૈયારી કરવી ઘટે છે. પોતાનાથી બનતું સદ્દગુરૂઆશ્રયે જીવ કરી છૂટે તો તેને એટલો તો સંતોષ આખરે રહે કે મારાથી બનતું મેં કર્યું છે. આગળ કરી મૂકેલું આખરે કામ આવે છે. માટે મંત્રનો વિશેષ અભ્યાસ રાખ્યો હશે તો તે
સમાધિમરણનું કારણ બને તેમ છેજી. (બો-૩, પૃ.પ૯૬, આંક ૬૭૯) I ભવિષ્યની ફિકર નહીં કરતાં વર્તમાનમાં મળેલી નરભવની બાજી હારી ન જવાય, તે લક્ષ રાખી. જે
થાય તે જોયા કરવું; પણ હર્ષ-શોકમાં ન તણાવું. આમ વર્તવાનો પુરુષાર્થ સમાધિમરણનું કારણ છેજી . (બી-૩, પૃ.૬૪૦, આંક ૭૫૬) T જિદગીનો પાછલો ભાગ તો જ્ઞાનીપુરુષનાં વચનો કાનમાં પડ-પડ થાય અને તેના જ વિચાર ર્યા કરે
તેમ ગાળવા યોગ્ય છે, તે સમાધિમરણનું કારણ બને તેમ છેજી (બી-૩, પૃ.૭૫૧, આંક ૯૩ ).