________________
(૭૪૬) D પ્રમાદ કર્તવ્ય નથી. છોકરાં, હૈયાં, ધન, ઘરેણાં, કપડાંલત્તામાં જીવ બહુ નહીં પરોવતાં, હું તો આ
ભવમાં ભગવાને આત્માર્થે જે માન્ય કરવા કહ્યું હોય, તે ભૂલું નહીં. મંદવાડમાં, મેળામાં, ઘેર કે પરગામ, સૂતાં, બેસતા-ઊઠતાં, હરતાં-ફરતાં મંત્રનું સ્મરણ વારંવાર જીભ ઉપર રાખી દયને ભગવાનની ભક્તિમાં રાખવાથી સમાધિમરણનું કારણ બનશેજી. જીવનો સ્વભાવ, જે નિમિત્ત મળ્યું તેમાં, તન્મય થઈ જવાનો છે. તે ટેવ બદલાવી, જ્ઞાનીએ કહ્યું છે તેવો આત્મા મારો છે, મેં જાણ્યો નથી પણ મારે જ્ઞાનીએ જાણેલો-અનુભવેલો આત્મા માન્ય છે, તે સિવાય મને મરણ વખતે કંઈ ન સાંભરો, મારું નથી તે મારું-મારું કરીશ તોપણ અહીં પડયું રહેશે અને ખોટી ગતિમાં ભટકવું પડશે, માટે આજથી ટેવ એવી પાડી મૂકું કે જ્ઞાનીએ અનુભવ્યો છે તેવો મારો આત્મા છે. તેની કાળજી પળે-પળે રાખું, તેને માટે સદાચરણ, સત્સંગ, ભક્તિ કરું, પણ સંસારનાં સુખ
ન ઈચ્છું. (બી-૩, પૃ.૧૪૨, આંક ૧૬૫) | આપનાં માતુશ્રીને મંત્રનું સ્મરણ વિશેષ કાળજી રાખી જગ્યા કરવા ભલામણ છેજી. સહનશીલતા,
ધીરજ, શ્રદ્ધા અને સત્પરુષના શરણમાં બુદ્ધિ એ સમાધિમરણનાં કારણ છે. તેનું સેવન દરેકે કરતા રહેવા ભલામણ છેજી. બો-૩, પૃ.૩૩૫, આંક ૩૩૪) પરમકૃપાળુદેવનું શરણ, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ ખાસ ભાર દઈને પૂના ક્ષેત્રથી જણાવ્યું છે તે લક્ષમાં રાખી, “એક મતિ આપડી ને ઊભે માર્ગે તાપડી' એમ પ્રભુશ્રીજી કહેતા તે લક્ષમાં રાખી, સ્મરણમાં ચિત્ત રાખવાનો અત્યંત તીવ્ર પુરુષાર્થ કરવાનો અવસર રમાવી પહોંચ્યો છે. તે વખતે ઢીલા નહીં થતાં, જિંદગીમાં કદી ન આવ્યા હોય તેવા અપૂર્વ ભાવે, તે પરમપુરુષની અનન્ય શ્રદ્ધા વૃઢ કરતા રહેશોજી. એ જ જીવનદોરી છે. શ્વાસોશ્વાસ ધમણની પેઠે લેવા, એ જીવન નથી પણ શ્રદ્ધામાં, પરમપુરુષના ઉપકારની સ્મૃતિમાં, તેની આજ્ઞા સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' છે તેમાં વૃત્તિ રાખવી, એ સમાધિમરણનું કારણ અને ખરી મુમુક્ષુતા છજી. પરમકૃપાળુદેવની આજ્ઞા જેને શિરસાવંઘ છે, માથે રાખી છે, તેનો વાંકો વાળ થાય તેમ નથી. ગમે તે ગતિમાંથી તેને મોક્ષમાર્ગે ચઢાવી, આગળ વધારી મોક્ષે લઈ જાય, તેવું તેનું યોગબળ વર્તે છેજી. આપણા ભાવ તે પ્રવાહમાં વહે તો ફિકર નથી. અનાદિનો દેહાધ્યાસ આપણને એવા પ્રસંગે ફસાવવા ફરે તો રયણાદેવી જેવો તેને ગણી, તેના તરફ નજર પણ કરવા જેવી નથી. હવે તો “જેમ થાવું હોય તેમ થાજો, રૂડા રાજને ભજીએ.” એને શરણે આટલો દેહ અર્પણ હો ! હવે કશું ઇચ્છવું નથી, કશું કરવું નથી, કશું જોઇતું નથી. એને તો તે મને હો ! હું કંઈ જાણતો નથી.
ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ, વિમલ જિન)
દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ. વિમલ જિન)'' આત્મા જ્ઞાનીએ જાણ્યો તેવો છે, તેવું જ મારું સ્વરૂપ છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષના ઉપાય સમ્યકજ્ઞાન, દર્શન અને સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તેમાં અચળ શ્રદ્ધા * મરતી વખતે પણ થઈ શકે. જ્ઞાનીએ એ કહેલું છે, તો મારે માની લેવું, એ જ ભાવના કલ્યાણકારી
છે). (બી-૩, પૃ.૩૮૯, આંક ૩૯૫)