________________
(૭૪૫. ધનમાં મન જેવું રમે, સુંદર સ્ત્રીમાં જેમ;
તેમ રમે જો રાજમાં, મોક્ષ મળે ના કેમ? પ્રશ્ન : સમાધિમરણ સમ્યક્દર્શન વિના થાય? ઉત્તર : સમ્યક્દર્શનની સૌથી પહેલી જરૂર છે. તે વિના તો કોઈ પણ ધર્મક્રિયા સફળ નથી, પરંતુ પરમકૃપાળુદેવે પત્રાંક ૭૭૧માં જણાવ્યું છે કે જીવાજીવનું સ્પષ્ટ જ્ઞાન તો કોઇ વિરલા જીવોને થાય છે, પણ પરમપુરુષની શ્રદ્ધાને શાસ્ત્રમાં ઘણે ઠેકાણે સમકિત કહ્યું છે અને તે જેવું-તેવું નથી. પંદર ભવે મોક્ષે લઈ જાય તેવું છે. જીવાજીવના જ્ઞાનનું તે કારણ છે; એટલે પરોક્ષ શ્રદ્ધા જેને છે, તે પરમપુરુષની શ્રદ્ધાથી સમાધિમરણની તૈયારી કરે તો તે સફળ થવા યોગ્ય છેજી. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થાય છે. શ્રી સોભાગભાઈ જેવાને પણ પ્રત્યક્ષ સમ્યક્દર્શન તો મરણ પહેલાં થોડા દિવસ ઉપર જ થયું હતું, પરંતુ પરમકૃપાળુદેવે ““શ્રી સુભાગ્ય પ્રેમસમાધિમાં વર્તે છે' એમ ઘણાં વર્ષ પહેલાં જણાવ્યું છે.
“પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે;
વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે.'' પરમપુરુષ પ્રત્યેનો પ્રેમભાવ - એમાં સર્વ સાધન સમાઈ જાય છેજી અને તે તો સમ્યક્દર્શન પહેલાં પણ હોય છે. પરમકૃપાળુદેવે શ્રી ગોપાંગનાઓનાં વખાણ કર્યા છે. “પરમ મહાત્મા શ્રી ગોપાંગનાઓ'' કહી છે, તે તેમના પ્રેમને આધારે. મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ, એ સર્વ દોષોને ટાળી પદાર્થનો નિર્ણય કરાવનાર, સમ્યક્દર્શન અને સમાધિમરણ કરાવનાર છે, એમ મારી માન્યતા, આપના પૂછવાથી જણાવી છેજી. (બી-૩, પૃ.૭૨૪, આંક ૮૮૨) પરમકૃપાળુદેવ પ્રત્યે જેની અટળ શ્રદ્ધા છે, તેને કંઈ પણ ગભરાવાનું કારણ નથી. સંયોગો તો સર્વ છૂટવાના જ છે. જે જવા બેઠું છે, રાખ્યું રહે તેમ નથી, તેની ફિકર કોણ વિચારવાન કરે? જ્યાં સુધી નરભવની કાયાનો જોગ છે, ત્યાં સુધી પરમકૃપાળુદેવને શરણે જીવવું છે અને અંતે તેને જ આશ્રયે દેહ છોડવો છે એમ જેનો નિશ્ચય છે, તેને પછી વેદના કે મુશ્કેલીઓ ગમે તે આવો પણ તેની સામે પડી, તે સમાધિમરણ કરી શકે છે. ક્ષણે-ક્ષણ સસાધનમાં ગાળવા કાળજી રાખે છે તેને ધન્ય છે. આત્મવિચાર, આત્મભાવના અપૂર્વ છે). (બી-૩, પૃ. ૨૪, આંક ૭૨૬) | મનને વીલું મૂકવા જેવું નથી. નવરો બેઠો નખ્ખોદ વાળે, તેમ નવરું મન રહે તો ખોટા વિચારોમાં તણાઈ જાય; માટે સ્મરણમંત્રનો તાર તૂટવા દેવો નથી એવું નક્કી કરી હવે તો મંડી પડવું અને મરણ સુધી તે અવલંબન છોડવું નહીં. તેથી સમાધિમરણ થાય છે, એમ પ.પૂ. પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું છેજી, મંત્ર છે, તે આત્મા જ છે. તેથી આત્માર્થીએ તે ભૂલવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ.૧૫૮, આંક ૧૫૮) તમને સમાધિમરણની ભાવના છે, તે જાણી હર્ષ થયો છે. સત્પરુષે બતાવેલો માર્ગ, તેનું સ્મરણ તે સમાધિમરણનું કારણ છે અને તેનું આરાધન કરનારને અંત વખતે પણ તેવા શુભ સંયોગો મળી રહે છે; માટે નિર્ભય રહેતાં શીખવું. (બી-૩, પૃ.૧૧, આંક ૧૬૧).