________________
(૬૮૦. D મંદિરમાં ભક્તિ, નિત્યનિયમ થતો હોય તો ઘેર ન બની શકે તો ચાલે અને વધારે વખત થાય તો વિશેષ
ફળનું કારણ છેજી.
જેને માળા બોલાવવાની આજ્ઞા મળી નથી, તેણે સાચા અંતઃકરણથી ભાવના રાખવી કે મારાં ભાગ્ય એવાં ક્યારે ખીલશે કે તેની આજ્ઞા મને મળે? પણ બીજા હોય ત્યાં સુધી, તેણે આગળ પડી બોલાવવા
મંડવું, એ તેને માટે અયોગ્ય છેજી. (બી-૩, પૃ.૨૧૮, આંક ૨૧૬) ID જ્ઞાનીની આજ્ઞાએ વૃત્તિ રહે તો ભક્તિ થાય. ભક્તિનો પાયો સદાચાર છે. એ વિના ભક્તિ ન થાય.
જેમ જેમ ભક્તિ થશે, તેમ તેમ આત્મા નિર્મળ થશે. (બો-૧, પૃ.૧૮૧, આંક પ૩) | ભક્તિ કરીએ ત્યારે બોલતાં બોલતાં વિચાર કરીએ. “હે પ્રભુ!' એમ બોલ્યા કે તરત વિચાર આવે કે પ્રભુ આનંદસ્વરૂપ છે, જ્ઞાન-દર્શનસ્વરૂપ છે, અનંત સુખના ધામ છે. “કાળ દોષ કળિથી થયો'' એટલું બોલ્યા કે વિચાર આવે કે પરમકૃપાળુદેવે કળિકાળનું સ્વરૂપ કેવું કહ્યું છે! સદ્ગુરુનો યોગ મળે નહીં, સત્સંગ મળે નહીં એવો આ કળિકાળ છે. “નહીં મર્યાદા ધર્મ'' ધર્મ મર્યાદા, વૃદ્ધ મર્યાદા એ બધી મર્યાદા રહી નથી. આત્માને માટે વ્યાકુળતા થતી નથી. હે ભગવાન ! જુઓ મારા કેવા કર્મ છે ! એમ દરેક પદ કે મંત્ર, ગમે તે બોલતાં વિચાર કરવો તો મન બીજે ન જાય. વિચારે નહીં અને એકલો રાગમાં તણાઈ જાય તો મન બીજે ભટકે. (બો-૧, પૃ.૩૨૪, આંક ૭૩) D સુવાવડમાં બાઈ હોય તેણે ચિત્રપટ આગળ જવું યોગ્ય નથી. જેને આપણે અડતા નથી, તેણે અમુક
મર્યાદા સાચવવી ઘટે છે, ચિત્રપટ આગળ ન જવાય તોપણ ભાવના, મનમાં ભક્તિ ગમે ત્યારે, ગમે તે
અવસ્થામાં કરવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૧૬૭, આંક ૧૭૧) નિત્યનિયમ T કંઈ વધારે ન બને તો નિત્યનિયમના ત્રણ પાઠ સવારે જાગતાં જ બોલી જવા અને તેમાંથી એકાદ કડી
તે દિવસે વારંવાર વિચારવા નક્કી કરી પથારીમાંથી ઊઠવું, અને મંત્રનું સ્મરણ ૧૦૮ વાર તો જમતાં પહેલાં કે પછી કરી લેવું. પછી હરતાં-ફરતાં જેટલી વાર મંત્રનું રટણ રહ્યા કરે તેટલો વધારે લાભ; પણ આટલું તો અવશ્ય કરવું એવો દૃઢ નિશ્રય કરવો. જે દિવસે નિત્યનિયમ સવારે, બપોરે કે સાંજે પણ ન બને તે દિવસે ઊંઘવાનો મને હક નથી, એમ માનવું. થાકને લીધે ઊંધ સિવાય કંઈ પણ ન બને તેવું લાગે તો ઊંઘ પૂરી થયે તો જરૂર તે નિત્યનિયમ પૂરો કરી લેવો. રાત્રે જાગીને પણ નિત્યનિયમ કરીને પણ ફરી ઊંધી શકાય. તે પ્રમાણે ન બને તો મીઠું, ગળ્યું કે ઘી આદિ સ્વાદમાંથી કંઇક નથી વાપરવું, એવો નિયમ કરવાથી નિયમિત થઈ શકાશે. મન પર વાત લીધી તો તેનો ઉપાય નીકળી શકશે. માટે ધર્મની બાબતમાં ઢીલા ન પડવા અને બને તેટલા ભલા, વિચારવાન અને સમજણ આપવી ન પડે તેવા થવા પ્રેરણા, આ પત્રથી થાય તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૫, આંક ૭૯૫)