________________
૯૭૯) આ ભવમાં કરવા યોગ્ય સશ્રદ્ધા છે. પુરુષના યોગે, જીવની યોગ્યતા હોય તો તે પ્રાપ્ત થાય છે. સપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ ઉપર, તેમનાં વચનામૃત ઉપર શ્રદ્ધા-આસ્થા રાખી, સંતના યોગે જે મરણ-ભક્તિનું સાધન પ્રાપ્ત થયેલ છે, તેમાં વિશેષ વૃત્તિ-રુચિ-ભાવ રહ્યા કરે તેમ પ્રવર્તવા યોગ્ય છેજી. સપુરુષનું એક પણ વચન, જો સાચા અંતઃકરણે ગ્રહણ થશે તો જીવનું અવશ્ય કલ્યાણ થશે. ભક્તિના વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચના, આત્મસિદ્ધિ, છ પદનો પત્ર આદિ મુખપાઠ કરી, તેનો વિચાર, તેની ચર્ચા, તેની ભાવના-પ્રતીતિ-રુચિ રાખી, તે જ સત્ય માનવાથી જીવને ઘણો લાભ થાય એમ છે. સમજાય, ન સમજાય તોપણ તે વારંવાર, પાંચ-પચાસ કે હજારો વાર બોલાશે તોપણ પુણ્ય બંધાશે અને કોટિ કર્મ ખપી જશે. માટે આ કાળમાં મુખ્ય આધાર ભક્તિનો છે, તો તેમાં મંડી પડવું. નાનાં-મોટાં સર્વને તે હિતકારી છે. મનુષ્યભવનો દુર્લભ જોગ મળ્યો છે. ફરી-ફરી આવો યોગ મળી શકે એમ નથી અને કાળનો ભરોસો નથી. લીધો કે લેશે થઇ રહ્યું છે, તેમાંથી જેટલો લીધો એટલો લહાવ એમ વિચારી, સ્મરણ-ભક્તિ કર્યા કરવામાં હિત છે, તે ચૂકવું નહીં. (બો-૧, પૃ.૮૯, આંક ૭૯) પાણીમાં તરનારને મગરનો ભય રહે છે, વનમાં વિચરનારને વરુ, વાઘ, સિંહનો ભય રહે છે, આકાશમાં વિમાન દ્વારા ઉડનારને અકસ્માતનો ભય રહે છે તેમ સંસારના પ્રસંગોમાં પ્રવર્તતા મોહ, માન, અહંભાવ, મમત્વભાવ આદિ અનાદિ શત્રુઓનો ભય સદા રહે છે. છતાં સગુરુનું શરણ અને ભવનો ત્રાસ તથા અનંતકાળનાં કર્મો કાપવાની સાચી જિજ્ઞાસા જેટલે અંશે જાગા હશે તેટલે અંશે જીવને કર્મબંધનાં કારણોનો ભય અને સદ્ગુરુની સ્મૃતિ, શરણભાવ વડે બચવાની આશા રહ્યા કરશે. પરિષહ-ઉપસર્ગોની વૃષ્ટિ, જેમ ભગવાનને રાતદિવસ ભજતા મુનિઓ ઉપર આવેલી શાસ્ત્રમાં સાંભળી છે, તેમ જ સુશ્રાવકોની કસોટી પણ થઇ છે, તો આ કાળમાં તે વિકટ પંથે વિચરનાર આપણા જેવા હીનપુણ્યવાળાં પ્રાણીઓ ઉપર કઠણાઈ ન આવે, તે કેમ બને? પરમકૃપાળુદેવે પૂ. સોભાગભાઇને એક પત્રમાં જણાવ્યું છે કે તમને કુટુંબ પ્રત્યે સ્નેહ વર્તે છે, તે દૂર કરાવવા, આવી કઠણાઈ અમે ચાહીને મોકલી છે. તેમ જેની સાચી ભક્તિ હશે, તેની પરીક્ષા અર્થે સંકટોરૂપી કસોટી ભગવાન ખડી કરે છે. પ્રતિકૂળ પ્રસંગો તો ઘણા સહન કરે છે, ભગવાનના ઉપકારનું સ્મરણ તે પ્રસંગે રહેવાથી ઉગ થતો નથી, આંખો મીંચી આવેલું દુઃખ સહન કરાય છે; પણ અનુકૂળ ઉપસર્ગોમાં ભગવાન ન ભુલાય તો ભક્તિ સાચી બળવાળી ગણાય. પૈસા વેપારમાં વધતા જતા હોય, કુટુંબમાં સર્વ સુખી હોય, આજ્ઞાકારી હોય, લોકોમાં કીર્તિ વધતી જતી હોય, કામધંધો કરી શકે તેવું શરીર મજબૂત રહેતું હોય તેવે વખતે - વિવાહ આદિના પ્રસંગોમાં પણ – સગુરુના ઉપદેશનો રણકાર કાનમાં રહ્યા કરે, બધું નાશવંત જણાય, માથે મરણ છે તેનો ડર ન ભુલાય અને ભક્તિભાવના વર્ધમાન રહ્યા કરે એવા કોઈક વિરલા હોય છે. આપણે માથે બંને પ્રકારના પ્રસંગો આવી ગયા હશે અથવા આવવા સંભવ છે, પણ તે વખતે ધર્મભાવનામાં હાનિ ન આવે તે કાળજી, કોને કેટલી રહે છે, તે દરેકે જોવાનું છે. છૂટવાની ખરી જિજ્ઞાસા કે મુમુક્ષતા જેટલી પ્રગટી હશે તેટલો પુરુષાર્થ ધર્મ અર્થે ત્યાં થતો રહેશે. (બી-૩, પૃ.૧૨૫, આંક ૧૨૪)