________________
(૬૮૧ ) 1 નિત્યનિયમ ઓછામાં ઓછો તો ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવેલ છે તે દરરોજ કર્તવ્ય છેજી,
અખંડિતપણે રોજ ઉપાસવા યોગ્ય છે. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ અને યમનિયમ અને મંત્રની અમુક ત્રણ કે પાંચ માળા તથા આલોચના, આત્મસિદ્ધિ, છ પદનો પત્ર, અપૂર્વ અવસર, આઠ દૃષ્ટિની સઝાય, “વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ ....'' ““હે પરમકૃપાળુદેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ ....'' આદિ જે મુખપાઠ પત્રો કર્યા હોય તેમાંથી અમુક-અમુક રોજ બોલવાનો ક્રમ રાખવા યોગ્ય છે. આશ્રમમાં આખો દિવસ જે ક્રમ પ્રવર્તે છે તે અહીં રહીને જાણી લેવા યોગ્ય છે. તેમ ખરી રીતે તો બને તેટલું કરતા રહેવાની જરૂર છે, પણ એટલું બધું ન બને તો જેટલું બને તેટલું અવકાશના વખતમાં ભક્તિ, વાંચન, સ્મરણની માળા કે હરતાં-ફરતાં પણ મંત્રમાં લક્ષ રહે તેવી ટેવ પાડવી અને જે મુખપાઠ કર્યું હોય ના વાંચ્યું હોય તેને વિચારવાનો દરરોજ ઓછામાં ઓછો પા કે અડધો કલાક રાખવો ઘટે છે. બીજું વર્તન સંબંધમાં (૧) જુગટું, (૨) માંસ, (૩) મદિરા, (૪) ખરાબ પુરુષોનો સંગ, (૫) શિકાર (જાણીજોઈને કોઈ જીવ મારવારૂપ), (૬) ચોરી (પારકી, ઠપકો મળે તેવી વસ્તુ છાનીમાની લેવી), અને (૭) પરપુરુષનો સંગ - આ સાત વ્યસન; અને (૧) વડના ટેટા, (૨) પીપળના ટેટા, (૩) પીપળાના ટેટા, (૪) ઉમરડાં, (૫) અંજીર, (૬) મધ, (૭) માખણ - આ સાત અભક્ષ્ય - આ સપુરુષની - પરમકૃપાળુદેવની સાક્ષીએ જિંદગીપર્યંત તજવા યોગ્ય પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ દરેક મુમુક્ષુને જણાવેલ છે. બને તો રાત્રિભોજનના ત્યાગનો પણ અભ્યાસ પાડતા રહેવાની જરૂર છે એટલે દિવસ છતાં જમી લેવું તથા રાત્રે પાણી પીવાની જરૂર પડતી હોય તો અમુક વખત જ પીવાનો નિયમ રાખી પ્રવર્તાય તે હિતકારી છે. બને ત્યાં સુધી રાત્રે કંઈ જરૂર ન પડે તેવા ક્રમ ઉપર આવી જવાય તેમ થાય તો રાત્રે ઊંઘ સિવાય ધર્મધ્યાનમાં વિઘ્ન કરનાર કોઈ ન રહે. જે કરવું તે આત્માર્થે કરવું, એ ચૂકવા યોગ્ય નથી. કોઈ પણ કારણે આર્તધ્યાનમાં (હું દુઃખી છું, હું દુઃખી છું એવી વૃત્તિ ચાલુ રહે તેમાં) તણાઈ ન જવાય, તેની ખાસ કાળજી મુમુક્ષુજવે રાખતા રહેવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૩૨૯, આંક ૩૨૩) D ““હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું દીનાનાથ દયાળ' એ વીસ દોહરારૂપ ભક્તિરસ્ય અને “યમ નિયમ
સંજમ આપ કિયો” તથા “ક્ષમાપનાનો પાઠ પરમકૃપાળુદેવના ચિત્રપટ પ્રત્યે વિનય નમસ્કાર કરી “હે ભગવાન, આપની આજ્ઞાથી સંતે કહેલી, આ ત્રણ પાઠની નિત્યનિયમ વિષેની આજ્ઞા પ્રમાણે રોજ હું ભક્તિ કરીશ” એવી ભાવના કરશોજી; અને રોજ કોઈ સંતની આજ્ઞાએ આટલું હું કરું છું એ ભાવ રાખી, દિવસમાં એક-બે-ત્રણ જેટલી વખતે બને તેટલી વખત ભક્તિ કર્યા કરવા ભલામણ છેજી.
(બી-૩, પૃ.૧૫૦, આંક ૧૫૦) T જીવે જે કર્મ બાંધ્યાં છે તે ભોગવવા ગમે ત્યાં જવું, આવવું, રહેવું થાય, તોપણ ૫.ઉ.પ.પૂ.
પ્રભુશ્રીજીએ જે પરમ કૃપા કરીને આપણને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિ કરવાનું જણાવ્યું છે તે ચૂકવા જેવું નથી.