________________
(૪૪
છે; માટે માનવપણું સમજે તે માનવ, વારંવાર લક્ષમાં રાખી મોક્ષમાળાનો ચોથો પાઠ ‘માનવદેહ’ મુખપાઠ કરવા ભલામણ છે. (બો-૩, પૃ.૭૮૭, આંક ૧૦૦૩)
મોક્ષમાળાનો ‘વિવેક એટલે શું ?' પાઠ-૫૧ મુખપાઠ થયે, રોજ ફેરવવાનો, વિચારવાનો અને તેવા વિવેકની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા રહેવા ભલામણ છે. થોડું વંચાય કે મુખપાઠ થાય તેની હરકત નહીં, પણ જે કંઇ વંચાય તેનો વિચાર રહ્યા કરે અને વિચારેલું અનુભવમાં આવતું જાય, તેવા ભાવ કર્યા કરવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૭૫૫, આંક ૯૪૫)
મોક્ષમાળામાંથી પાઠ-૬૮ ‘જિતેન્દ્રિયતા’ વારંવાર વાંચી, મુખપાઠ કરી, તેના રહસ્યને હ્દયમાં સ્થિર કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૯૮, આંક ૪૦૭)
– પરમકૃપાળુદેવે મોક્ષમાળાના પાઠ-૬૮ ‘જિતેન્દ્રિયતા', પાઠ-૬૯ ‘બ્રહ્મચર્યની નવ વાડ', તથા પાઠ-૧૦૦ ‘મનોનિગ્રહના વિઘ્નો' - એ ત્રણ પાઠોમાં જે જણાવ્યું છે, તેનો હાલ તો અભ્યાસ કરો અને એ ત્રણ પાઠ મુખપાઠ કરી, રોજ વિચારવાનું રાખવું. (બો-૩, પૃ.૬૩૦, આંક ૭૩૮)
D રાત્રે નહીં જમવાનું પૂ.
ને વ્રતરૂપે બાર માસ સુધી પાળવાની ઇચ્છા છે, તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી ભાવના કરવા જણાવશોજી; અને બાર માસમાં પુરુષાર્થ કરી, બને તો મોક્ષમાળા મુખપાઠ કરી લેવી છે, એવી દૃઢતા રાખશો તો તે અંગે ઘણા લાભ થવા સંભવે છેજી. બંનેથી, બને તો પરસ્પર સ્પર્ધામાં ઉતાવળ પણ થાય. વાંચવું, વિચારવું અને કંઇ પણ પરમકૃપાળુદેવનું કહેલું ચર્ચીને, હૃદયમાં રહ્યા કરે, તેમ કરવું છે; એમ આગળ વધવા પુરુષાર્થ કરશો.
મોક્ષમાળાના પાઠ મુખપાઠ કરવા વૃત્તિ થાય ત્યારે એકાદ વખત પાઠ લખી જઇ, પછી મુખપાઠ કરવાથી સમજાશેજી, માનવપણાની ગંભીરતા મોક્ષમાળાના અભ્યાસે સમજાશે.
(બો-૩, પૃ.૬૮૨, આંક ૮૧૯)
આત્મસિદ્ધિ આદિ મુખપાઠ કરેલ હોય, તે રોજ ન બને તો, બે-ચાર દિવસે પણ એક વાર જરૂર બોલી જવું. નવું મુખપાઠ કરવા વિચાર થાય તો તત્ત્વજ્ઞાનમાંથી કાવ્યો, પદો, છ પદનો પત્ર તથા પુષ્પમાળા આદિ પરમકૃપાળુદેવને હૃદયમાં સંભારી, તેની આજ્ઞાએ મુખપાઠ થાય, તે કર્યા કરવું અને મુખપાઠ કર્યું હોય તે ભૂલી ન જવાય, તેટલા માટે ફે૨વતા રહેવું, વાંચતા રહેવું, વિચાર બને તેટલો કરવો.
મોક્ષમાળા પાસે હોય તો તે પણ વારંવાર વાંચવી; અંદરથી ઠીક લાગે તે તે મુખપાઠ પણ કરવું. બધી મોક્ષમાળા મુખપાઠ કરવા જેવી છે. (બો-૩, પૃ.૬૭૮, આંક ૮૧૫)
અકસ્માતથી બચ્યા, ઇજા થઇ નથી અને મફતનું જીવવાનું મળ્યું છે – એવો વિચાર ઊગ્યો છે તે પોષાતો રહે, મરી ન જાય તે માટે શું વિચાર્યું છે ? તે વિચારણામાં મદદ કરે તેવો એક લેખ પરમકૃપાળુદેવનો, તત્ત્વજ્ઞાનમાં છપાયેલો છે : ‘‘ભાઇ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે.’’(૮૪) તે વારંવાર વિચારી, બને તો મુખપાઠ કરી લેવા જેવો છેજી. કોઇ પારિભાષિક શબ્દો ન સમજાય તો ત્યાં અટકી રહેવા યોગ્ય નથી. આત્મલક્ષ રાખીને વાંચવાથી, સવળું પરિણમશે.
તત્ત્વજ્ઞાનમાં તો ઘણી બાબતો છે, પણ તે સર્વ એક આત્માર્થે જ છે, એ લક્ષ ન ચુકાય તો વારંવાર વાંચ્યું, નવા-નવા ભાવો, આગળ વધવા પ્રેરે તેવા, સ્ફુર્યા કરે તેમ છેજી. ચિત્તપ્રસન્નતા સાચવશો. (બો-૩, પૃ.૪૨૬, આંક ૪૩૭)