________________
(૪૯૯ T આપણું ખરું સ્વરૂપ કર્યું છે, તે પોતાની મેળે ન સમજાય. સાંભળે તો ભાવ થાય. ભગવાનનું જેવું નિરાવરણ સ્વરૂપ છે, તેવું જ આપણું ખરું સ્વરૂપ છે. તે પ્રગટ થવા માટે બધાં શાસ્ત્રો કહ્યાં છે. ભગવાનનું સ્વરૂપ જોઈને માહાભ્ય લાગે કે અહો ! મારી કલ્પનામાં ન આવે એવું સ્વરૂપ ભગવાને પ્રાપ્ત કર્યું છે. આ જીવ પોતાને સ્ત્રી, પુત્ર, પુરુષ, ધનવાન, ગરીબ, નપુંસક, બ્રાહ્મણ, વાણિયો એમ માને છે; પણ પોતાનું ખરું સ્વરૂપ તો ભગવાનનું જેવું નિરાવરણ સ્વરૂપ છે, તેવું જ છે. તેને આ જીવ જાણતો નથી. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપ છે, તે વસ્તુને ઓળખવાના પ્રકાર છે. ખરું સ્વરૂપ ભાવનિક્ષેપ છે, તે સમજવાની જરૂર છે. ભક્તિનું માહાસ્ય સમજાય તો ભક્તિ આવે. સ્વરૂપ પ્રગટયા વિના તો મોક્ષ થાય નહીં. ભગવાનની ભક્તિ એ ભગવાન થવાનું કારણ છે. ભક્તિથી પોતાનું સ્વરૂપ પ્રગટે છે. (બો-૧, પૃ.૨૫૨, આંક ૧૪૭) | છ પદનો પત્ર રોજ બોલવાની તમારી ભાવના છે, તે દરરોજ બોલશોજી. ભૂલ પડતી હોય તો
શરૂઆતમાં કોઈને તત્ત્વજ્ઞાન આપી તે શરત રાખે અને ભૂલ હોય તે બતાવે તેમ કરશો. બરોબર ભૂલ વગરનો પાકો થઈ જાય ત્યારે એકલા બોલવાનું રાખશો તો શુદ્ધ બોલાશે. જે બોલો, તેનો વિચાર કરશો. છ પદમાં પ્રથમ પદ આત્મા છે, તે વિચારીને હું દેહ નહીં, સ્ત્રી નહીં, જુવાન નહીં, વૃદ્ધ નહીં પણ આત્મા છું એમ દૃઢ કરવું. બીજું પદ આત્મા નિત્ય છે, એ વિચારી હું કદી મરું નહીં, દેહ છૂટી જાય તો પણ હું આત્મા મરું નહીં, દેહ સાથે મરી જતો હોય તો અત્યારે હોય નહીં, માટે હું અજર, અમર, અવિનાશી છું. જે પુણ્યપાપ કરીશ તે ભોગવવા પડશે, માટે આત્મા સિવાય બીજા ભાવમાં મન નહીં રાખું તો કર્મ બંધાશે નહીં અને ભોગવવાં પણ નહીં પડે. અકષાયપણે એટલે શાંતભાવે રહીશ તો મોક્ષ થશે. મોક્ષના ઉપાય વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન, દર્શન, સંયમ, સત્સંગ, સત્તાસ્નાદિ છે; તેમાં મારું ચિત્ત રાખીશ તો કર્મથી છુટાશ અને મોક્ષ થશે એમ વિચારવું. (બી-૩, પૃ.૭૪૩, આંક ૯૧૬) રોજ બોલીએ છીએ : “તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો.' એ જ આપણું સ્વરૂપ છે. મારું ખરું સ્વરૂપ જ્ઞાન-દર્શન છે, એવી ભાવના કરવાની છે. જે ખરું સ્વરૂપ છે તે વારંવાર સંભારવાનું છે. જ્ઞાની તો પોકારી-પોકારીને કહે છે, પણ જીવને બેસવું જોઈએને? (બો-૧, પૃ. ૨૭૩) D ચૈતન્યપણું એ ઉપયોગ છે. જ્ઞાન-દર્શન બંનેને ભેગું કહેવું હોય તો ચૈતન્યપણું કહેવાય. જ્યારે વિશેષ
ભેદ પડે ત્યારે જ્ઞાન જુદું અને દર્શન જુદું. ઉપયોગ કહો કે ચૈતન્યપણું કહો - એ જ એક આત્માનું લક્ષણ છે. લક્ષણ એટલે જેથી વસ્તુ ઓળખાય. અસ્તિપણું તો જડમાં પણ હોય છે, પણ ચૈતન્યપણું તો આત્મામાં જ છે. (બો-૧, પૃ.૨૮૫, આંક ૩૧).