________________
(૪૩ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન;
જે જ્ઞાને લય મોહ થઇ, પામે પદ નિર્વાણ.'' આત્મજ્ઞાન એટલે દેહથી આત્મા જુદો છે; સ્વ-પર પ્રકાશક છે; નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ છ પદનો યથાર્થ નિર્ણય થાય તેને “મારું-તારું' મટી શુદ્ધ આત્માનો અનુભવ થાય. “જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઇ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે.'' (૪૯૩). “જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” એ પદ તત્ત્વજ્ઞાનમાંથી વિચારશોજી. (બી-૩, પૃ.૨૮૨, આંક ૨૭૪) સર્વજ્ઞની સિદ્ધિ વિષે મોટાં પુસ્તકો લખાયેલાં છે. ટૂંકમાં, જે માણસ એમ કહે કે કોઈ ક્ષેત્રમાં કોઇ કાળે સર્વજ્ઞ ન હોય, તે પોતે સર્વજ્ઞ હોવો ઘટે છે; કારણ કે સર્વ કાળ અને સર્વ ક્ષેત્રને જાણ્યા વિના, તેનો નિષેધ કરવાનું કેવી રીતે બની શકે? જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે. એ સર્વના અનુભવનો વિષય છે; તો જે વધી શકે, તે પૂર્ણ પણ થઈ શકે. પૂર્ણ જ્ઞાન તે જ સર્વજ્ઞતા છે. અમુક જૂજ સંપ્રદાયો વિના ઘણાખરા, બધા સંપ્રદાયવાળા પોતાના ઈષ્ટને સર્વજ્ઞ માને છે, તે ધ્યેય નિષ્કારણ નથી. તે પદ પ્રાપ્ત થાય છે અને તેના ઉપાયરૂપ માર્ગ પણ છે. મોક્ષમાળા પાઠ ૭૦થી ૮૦ અને ૮૨થી ૯૮ સુધી વાંચી, વિચારવા ભલામણ છેજી. અજાણ્યા ડાહ્યા ગણાતા સાથે ચર્ચામાં ઊતરવામાં માલ નથી. પોતાને માટે હાલ તો પુરુષાર્થ કરતા રહો. (બી-૩, પૃ.૩૫૫, આંક ૩૫૬) જ્ઞાનચેતના, કર્મચેતના અને કર્મફળચેતના : (૧) જેને આત્મભાવની મુખ્યતા છે, હું આત્મા છું, હું અસંગ છું એવી આત્માની જેને મુખ્યતા છે,
તેને જ્ઞાનચેતના છે. (૨) જે જીવો “હું કરું છું, મેં કર્યું, આ મારું છે' એવા ભાવવાળા છે, તેની જેને મુખ્યતા છે, તેને
કર્મચેતના છે. (૩) જે જીવો એકેન્દ્રિયાદિ છે, તેઓને કર્મ ભોગવવાનું મુખ્યપણું છે એટલે કર્મના ફળ ભોગવે છે;
તેઓ પણ કર્મ તો બાંધે છે, પણ મન નથી તેથી કર્મ બાંધવાની વિશેષતા નથી, તે જીવોને
કર્મફળચેતના છે. (બો-૧, પૃ.૧૫૬, આંક ૨૮) જ્ઞાનચેતના એ સ્વાભાવિક છે. જ્ઞાનચેતના એટલે જેને ભેદજ્ઞાન છે, તે કર્મના ઉદયે તેમાં ભળી જતો નથી. હું શુભ કરું, હું અશુભ કરું એમ કર્તવ્ય સમજીને કરે, તે કર્મચેતના છે. કર્મનો ઉદય આવે ત્યારે સુખસામગ્રી મળે. પુણ્યથી મળે ત્યારે જીવ સુખ માને છે. એથી વિપરીત થાય ત્યારે દુઃખ માને છે. પોતાના ભાવ શુભાશુભ કરે છે, તે કર્મચેતના છે. જ્યાં સુધી સમ્યક્ત્વ થયું નથી, ઈષ્ટ-અનિષ્ટ કરે છે, ત્યાં સુધી કર્મચેતના છે.