________________
(૪૬૨)
ગર્ભમાં જેટલી જગા તેણે રોકેલી હોય છે તેટલી જ સંકોચવાળી જગામાં (દેહમાં) વ્યાપીને જીવન અસંખ્ય પ્રદેશો રહેલા છે. પૂરા માસ થયે જન્મયોગ્ય દેહ થાય ત્યારે દેહમાં સર્વ સ્થળે વ્યાપેલો હોવાથી જીવ વિસ્તારવાળી જગા રોકે છે. જન્મ પછી વર્ષ, બે વર્ષ, પાંચ-પંદર વર્ષમાં શરીર જેટલું વધે છે તે પ્રમાણમાં આત્માના પ્રદેશો વિકાસ પામે છે એટલે દેહપ્રમાણ બની રહે છે. યુવાવસ્થામાં સ્થૂળ શરીર થાય ત્યારે તેટલી જગામાં હોય છે; વળી રોગને લીધે કે ખોરાક ઘટી જવાથી શરીર સુકાઈ જાય ત્યારે તેટલા પ્રમાણમાં રહે છે; તેમ જ વૃદ્ધાવસ્થામાં બને છે. મરણ કાળે કોઈ જીવોએ એવાં કર્મ બાંધ્યાં હોય છે કે તે વખતે દેહ છોડતાં પહેલાં, જે દેહ છોડવાનો છે તે દેહથી, તે જ્યાં નવો દેહ ધરવાનો હોય ત્યાં સુધી પ્રદેશોની એક હાર થઈ જાય છે અને ગર્ભસ્થાન કે ઉત્પત્તિસ્થાનનો સ્પર્શ કરી, પાછો દેહમાં આવી જાય છે. આવી અવસ્થાને સમુદ્ધાત (મરણ સમુદ્યાત) કહે છે. પછી દેહ છોડી, જૂના દેહના આકારે, જ્યાં ઉત્પત્તિ થવાની હોય, ત્યાં કર્મને આધારે જીવ જાય છે, ત્યારે ગર્ભના જેટલો જ મૂળ દેહસ્થિતિરૂપ સંકોચાઈ જાય છે. આ બધી બાબતો કેવળજ્ઞાનીએ કેવળજ્ઞાનથી જોઈને વર્ણવી છે; તે હાલ તો શ્રદ્ધાને આધારે માન્ય થાય તેમ છે. એમાં બુદ્ધિનો પ્રવેશ થાય તેમ નથી. જ્ઞાનીએ, પરમકૃપાળુદેવે જેવું આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે, બોધ્યું છે, સંમત કર્યું છે તેવું મારે માનવું છે. એ શ્રદ્ધા કૃઢ કરી, વૈરાગ્ય-ઉપશમ વધારવાથી સર્વજ્ઞદશાની શ્રદ્ધા, સચોટ થાય છેજી. વૈરાગ્ય એટલે પરવસ્તુ પ્રત્યે અનાસક્તિ અને ઉપશમ એટલે ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય-ફ્લેશ શાંત પાડવો અને ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ ગુણોની વૃદ્ધિ કરવી – આ હાલ થઈ શકે તેમ છેજી; અને તેથી આત્મા નિર્મળ અને સુખી બને છેજી. પરમકૃપાળુદેવનું પુસ્તક વાંચતા રહેવાથી ઘણા ખુલાસા આપોઆપ થાય તેમ છેજી અને ન સમજાય તો પૂછવામાં હરકત નથીજી. આત્મહિતને પોષવા માટે પરમકૃપાળુદેવનાં વચનો મને તો સર્વોત્તમ લાગ્યાં
છેજ. તેથી વારંવાર તે જ ભલામણ કરવા વૃત્તિ રહે છેજી. (બી-૩, પૃ.૪૭૩, આંક ૫૦૧) જ્ઞાન D પ્રશ્ન : જ્ઞાન એટલે શું?
મુમુક્ષુ : આત્માને દેહથી ભિન્ન જાણવો, તે જ્ઞાન. પૂજ્યશ્રી : દેહથી ભિન્ન અવિનાશી આત્મા છે, એવું સરુ દ્વારા જાણે, તે જ્ઞાન છે. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. જ્ઞાન એ આત્માનો દેહ છે. આ દેહ, તે પોતાનો નથી, પુદ્ગલનો છે. આત્માનો હોય તો
સાથે રહે અને આ તો અહીં જ પડ્યો રહે છે. આત્માનો દેહ જ્ઞાન છે. (બો-૧, પૃ.૨૦૬, આંક ૮૮). D પ્રશ્ન : જ્ઞાન કોને કહેવાય? ઉત્તર :
જાયું તો તેનું ખરું, જે મોહે નવિ લેપાય; સુખદુઃખ આવ્યું જીવન, હર્ષશોક નવિ થાય.'' “આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.