________________
(૨૫૮) D ધર્મનું સ્વરૂપ વિચારવા અર્થે નીચે લખ્યું છેજી : ““હે ભવ્ય ! પ્રાણીમાત્ર પર દયા કરવી, સત્ય બોલવું, ક્ષમા ધારણ કરવી, પવિત્રતા સમજવી, લોભનો ત્યાગ કરવો, તૃષ્ણા ઘટાડવી, અને સમ્યફજ્ઞાન તથા વૈરાગ્યરૂપ સંપત્તિ ધારણ કરવી એ ધર્મ છે. અધર્મનું સ્વરૂપ તેથી ઊલટું છે. જેમ પ્રજ્વલિત અગ્નિથી અધિક સંતાપ થાય છે તેમ જીવોને વિષયોમાં આસક્તિ થવાથી સુખની તૃષ્ણા વધે છે, તૃષ્ણાનો તાપ દૂર કરવાની ઇચ્છા કરતો જીવ પાપમાં તલ્લીન થાય છે અને ધર્મનો ઢષ કરે છે. આમ ધર્મ તરફ ષ રાખીને અધર્મ-સેવન કરવાથી જીવ અધોગતિ પામે છે.” (બી-૩, પૃ. ૨૫૮, આંક ૨૫૨) “જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ.” આ અપેક્ષિત વાક્ય બહુ વિચારવાયોગ્ય છે. આંધળી દોડ સ્વચ્છેદ કર્યો ધર્મ પ્રગટે નહીં, પરંતુ માTS ઇમ્પો, માળા, તવો' આવો શ્રી આચારાંગમાં પાઠ છે; જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે ધર્મ અને આજ્ઞાનું આરાધન તે તપ છે. પૈસામાં જ ચિત્ત બાંધી રાખવાથી જેમ ધર્મ પ્રગટતો નથી, તેમ પૈસા વગર વિચાર્યે વેરવાથી પણ ધર્મ પ્રગટે તેમ નથી; પણ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવતાં ધર્મ પ્રગટે છે એવો તે વાક્યનો પરમાર્થ વારંવાર વિચારી, જ્ઞાનીની આજ્ઞાની મુખ્યતા દયમાં વસે તેમ વર્તવા આખી જિંદગી સુધી સંભારી રાખવા જેવી શિખામણ શીખી લેવી ઘટે છેજી. (બી-૩, પૃ.૩૩૦, આંક ૩૨૭) D ખરો ધર્મ પરમકૃપાળુદેવે કહ્યો છે તે એ છે ઃ
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” એ જ ભાવના વહ્યા કરે તેમ વર્તવા ભલામણ છે.જી. (બી-૩, પૃ.૭૫૯, આંક ૯૫૭) | મોહ છૂટે એ ખરો ધર્મ છે. મહાવીર ભગવાને શરીર તરફ જોયું નહીં. એને જતું કરી આત્માની સંભાળ
લીધી. શરીર છે, તે મોહનું સાધન છે. શરીર ઉપરથી મોહ છૂટે તો કામ થાય. (બો-૧, પૃ.૧૦૨) D આખા જગતમાં મોહ, અભિમાન છે. સાચો ધર્મ પ્રગટ થાય તો મોહ નાશ પામે. અનાદિકાળથી જાળ
ફંદ છે. તે એમનું એમ ન છૂટે, પણ સાચો ધર્મ આવે તો છૂટે. જેમ જેમ ધર્મ પરિણમે, તેમ તેમ મમત્વ વગેરે જાય છે. અલૌકિક સુખ પામવા ધર્મની જરૂર છે. પોતાને માટે ધર્મ કરવાનો છે, ઉલ્લાસ અને ખંત રાખીને કરવાનો છે.
ધર્મ ન હોય તો અધોગતિ થાય. ક્યાંનો ક્યાંય તણાઈ જાય, સ્વપ્ન જેવું છે. ધર્મ ન હોય તો જેમ જેમ પુણ્યનો વધારે ઉદય થાય, તેમ તેમ વધારે પાપ બાંધે. ધર્મથી ખરાબ માણસ પણ મોક્ષને લાયક થાય છે. વૃઢપ્રહારી પાપ કરનારો પણ મોક્ષે જતો રહ્યો. (બો-૧, પૃ.૨૪૪, આંક ૧૩૬)