________________
(૭૦૩)
સત્સંગના વિયોગે પણ વૈરાગ્યની વૃદ્ધિ થાય તો સત્સંગમાં તે દશા વિશેષ ઉપકારી નીવડે છેજી. સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. અહીં આવવાનો યોગ તો પ્રારબ્ધાધીન છે. જ્યાં હોઇએ ત્યાં યોગ્યતાની વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ ૫૫૫, આંક ૬૧૪) જેનાથી જેટલા પ્રમાણમાં બની શકે તેટલો સત્સંગયોગ આરાધવો ઘટે છેજી. સત્સંગના વિયોગમાં આ જગત વિશેષ બળ કરે છે; તેવા પ્રસંગમાં સદ્દગુરુનું શરણ બળપૂર્વક ગ્રહણ કરે તો સંસારપ્રવાહમાં તણાઈ ન જાય; નહીં તો આ કાળમાં પોતાની મેળે, સરુના આધાર વિના, ગમે તેટલો શ્રમ કરે તોપણ ઊભો હોય ત્યાં ટકી શકે નહીં, તેમ છે. તેથી સત્સંગનો યોગ ન હોય, ત્યારે મનમાં ભવનો ભય, સાપ કે વાઘ કરતાં, વિશેષ રાખી કંપતા દયે, મોહનાં કામ ભણી વૃષ્ટિ કરવી ઘટે છેજી. પ.પૂ. પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા કે નોળિયાને સાપ સાથે જાતિવેર હોય છે. સાપ દેખે કે દોડીને પકડે અને તેને વીંખી નાખે; પણ સાપ ચંચળ હોવાથી નોળિયાના પંજામાંથી સરી જઇ નોળિયાને કરડે કે તુરત સાપને નાખી દઈ, નોળિયો જડીબુટ્ટી સુંધી આવે અને ફરી તે સાપને પકડે છે. ફરી કરડે તો ફરી સૂધી આવે. આમ કરતાં-કરતાં નોળિયો, ઝેર વગરનો છે છતાં ઝેરવાળા સાપને મારી નાખે છે. તેમ સંસાર ઝેરી નાગ જેવો છે. મુમુક્ષુ નોળિયા જેવો હોવો જોઇએ. તેને સંસારનું ઝેર જણાય કે તરત બુટ્ટીરૂપ સત્સંગ સેવે. વળી પ્રારબ્ધયોગે સંસારપ્રવૃત્તિ કરતાં ભક્તિ આદિ ધર્મકાર્યોમાં મંદતા દેખાય કે સત્સંગ સાધી બળવાન બને. આમ કરતાં-કરતાં મુમુક્ષુ મોક્ષે જાય છે, સંસારસાગર તરી જાય છે, પણ પુરુષાર્થ ચૂકી જાય તો ઝેર ચઢી જાય અને સંસારને વશ થઈ જાય; માટે સત્સંગની વારંવાર ઉપાસના કર્તવ્ય છે. તેવો જોગ ન બને ત્યાં સુધી તેની ભાવના રાખી, ત્યાં જે કોઈ ભાઇબહેનોનો યોગ હોય, તેમની સાથે કે એકલા પણ ભક્તિરૂપ આધાર, બળપૂર્વક આરાધવા યોગ્ય છેજી. એ લક્ષ રાખો તો હિતકારી છે. (બો-૩, પૃ.૫૯૬, આંક ૬૭૭) T સત્સંગના યોગે જીવને પરમાર્થપ્રેરક પુરુષાર્થમાં બળ મળે છે. જેવાં નિમિત્ત તેવા ભાવ, આ દશામાં થઈ જવા સંભવે છે. માટે વિપરીત યોગમાં વિશેષ ભાવનાનું બળ રાખવાની જરૂર છે. આત્મહિત માટે જીવને ઝૂરણા જાગશે ત્યારે કલ્યાણનો માર્ગ સુગમ થશે અને ઉદાસીનતાનો ક્રમ સેવાશે. સંસાર ઝેર જેવો લાગ્યા કરશે ત્યારે ખરેખરી મુમુક્ષુતા પ્રગટશે. બધાનું કારણ સત્સંગ, સદ્ધોધ, સાસ્ત્રનું વાંચન, વિચાર, ભક્તિ, પ્રેમરૂપ પુરુષાર્થ છેજી. માથે મરણ ભમી રહ્યું છે. તેનો વારંવાર વિચાર કરી, આ મનુષ્યભવને લેખે આણવા જાગ્રત, જાગ્રત રહેવું ઘટે છેજી. (બો-૩, પૃ.૩૦૨, આંક ૬૯૧) D આપની ભાવના સારી છે. સત્સંગે તે વર્ધમાન થાય છે. સત્સંગના વિયોગમાં પણ શિથિલતા ન આવે,
તે માટે સત્પરુષનાં વચનામૃતને સત્સંગતુલ્ય સમજી, વિશેષ વિચાર સહિત વર્તવું જરૂરનું તેજી.
(બો-૩, પૃ.૧૮૪, આંક ૧૮૮) I આયુષ્યનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, ત્યાં પરભાવ અને પરકથામાં વાપરવાનો
વખત, સાચા મુમુક્ષુના હાથમાં ક્યાંથી હોય? ગમે તે રીતે પણ યોગ્યતા વધે, તેવી પ્રવૃત્તિમાં સત્સંગના વિયોગે વર્તવું ઘટે; તો જ સત્સંગે વિશેષ લાભ થવા સંભવ છેજી. (બી-૩, પૃ.૩૯૮, આંક ૪૦૬)