________________
ઉપર) કોઈ એમ કહે કે છદ્મસ્થનો ઉપયોગ તો જુદા-જુદા શેય પદાર્થોમાં પલટાયા કરે, ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે ? તેનો ઉત્તર : જેટલો કાળ એક પદાર્થમાં વીતરાગપણે જાણવામાં જાય, તેટલો કાળ નિર્વિકલ્પદશા કહી છે. વિચાર માત્ર રોકાય તો જડપણું પ્રાપ્ત થાય; પણ રાગ-દ્વેષવશ ઉપયોગ પલટાવે, તે વિકલ્પ છે.
વીતરાગપણે ઉપયોગ એક પદાર્થમાં રોકાય, તે નિર્વિકલ્પતા. (બો-૩, પૃ.૭૭૬, આંક ૯૯૧) | પ્રશ્ન : સંકલ્પ-વિકલ્પ બહુ આવે છે, તેનું કારણ શું? પૂજ્યશ્રી : જીવને જે વસ્તુનું માહાલ્ય લાગ્યું હોય, તેના વિચાર આવે. પૈસા કમાવાનું જો માહાભ્ય જાગ્યું તો તેના વિકલ્પો આવે. નિરંતર સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પ-વિકલ્પ ઓછા થાય. પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા : એક નાનો છોકરો હતો. તેની માએ તેને ખાવાનું આપી કહ્યું કે તું ખાજે, હું આવું છું. તે છોકરે કહ્યું, કૂતરાં આવશે તો? તેની માએ એક લાકડી આપી અને કહ્યું કે કૂતરાં આવે ત્યારે લાકડી ઉગામજે એટલે નાસી જશે. તે ખાવા બેઠો અને તેની મા બહાર ગઈ. થોડી વારમાં કૂતરાં આવ્યાં અને છોકરાની થાળીમાંથી ખાવા લાગ્યા. તે છોકરો બૂમો પાડવા લાગ્યો, પણ બધું ખાવાનું તે કૂતરાં ખાઈ ગયાં. જો લાકડી ઉગામી હોત તો ચાલ્યાં જાત. એમ આપણને જે સ્મરણ મળ્યું છે, તે યાદ ન કરીએ અને પછી કહીએ કે સંકલ્પ-વિકલ્પ બહુ આવે છે, તો એ ભૂલ પોતાની છે. માટે હંમેશાં સ્મરણ યાદ રાખવું. કામ કરતાં પણ સ્મરણ કરવું, પૂરું થયે પણ સ્મરણ કરવું. વીસ દોહરાને બોલતાં તો વખત પણ લાગે, પણ સ્મરણ બોલતા વખત લાગતો નથી; માટે સ્મરણ ભૂલી ન જવું. (બો-૧, પૃ.૩૯, આંક ૧૧) જેમ નાના છોકરાને કોઈ મારે, તો તરત મા પાસે જતો રહે; તેમ આપણને કોઈ પણ વિકલ્પ આવે, તો તરત પરમકૃપાળુદેવને સંભારીએ. (બો-૧, પૃ.૨૬૬, આંક ૧) બહુ વિકલ્પો આવે ત્યારે લખવાનું રાખવું, તો મન રોકાય; કેમ કે લખવામાં બરાબર ધ્યાન રાખવું પડે
છે. (બો-૧, પૃ.૨૮૨, આંક ૨૨) D ભવિષ્યની ફિકરમાં પડવા જેવું નથી. વર્તમાનને જે સુધારે છે, તેનું ભવિષ્ય જરૂર સુધરવાનું જ અને
ભૂતને તો ભૂલી જ જવું ઘટે છેજી; તેમ છતાં સંકલ્પ-વિકલ્પનો અભ્યાસ, જૂના રોગની પેઠે ઊથલા મારીને જીવને સતાવે છે. તે વિષે ૫..૫.પૂ. પ્રભુશ્રીજીએ અમૃતમય બોધ દીધેલો, તેની ટૂંકનોંધ લખી છે, તે સ્ક્રયગત કરશો.
એક શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ સત્પરુષે આત્મા જામ્યો છે તે માટે માન્ય છે. બીજા ગમે તે વિકલ્પો આવે તે ખબર પડે છે, તો તે જાણનારો તે સર્વથી જુદો કરે છે. તે જાણનારને માનવો. સદ્ગુરુએ કહ્યું છે તેવું તેનું સ્વરૂપ છે; મને અત્યારે ભાન નથી તો પણ મારે બીજું કંઈ પણ માનવું નથી, એ તો મારા હાથની વાત છે; એમ દ્રઢ નિશ્ચય થાય તો જે સંકલ્પ-વિકલ્પ, સુખદુઃખ આવે છે, તે જવા માટે આવે છે. ભલે ! બમણું આવે, પણ તેને માનવું નથી. એટલી પકડ થવી જોઇએ.