________________
પંચેન્દ્રિયો રહી પરાભુખ વિષયોથી, સંકલ્પ – કલ્પન - વિકલ્પ - વિકાર ક્યાંથી ? ત્રિયોગે – દોષ ટળતાં નિવૃત્તાન્તરાત્મા, જે ધ્યાન - લીન ગણ શુક્લ વદે પરાત્મા. ૪ તિર્યંચ – ગતિ થતી આદ્ય આર્તધ્યાનમાં ૩૨ જો વહે, ને રૌદ્રથી ગતિ નારકી; પણ ધર્મથી સુર-ગતિ લહે; શુક્લે થતો સંસાર-લય, ભવ-વ્યાધિ-રોગ-કૃપાણ એ, તે આત્મહિત-કર્તા ગણો ભવ-હર ધરો, ભવિ, ધ્યાન એ.
૪૩૩
મથાળે લખેલી ચાર ધ્યાનની તથા ફળની કડીઓ થોડા પ્રયાસે સમજી શકાશે. આઠ વર્ષના સાધુ થયેલા મનક નામના બાળકને શીખવા સંગ્રહાયેલાં દશવૈકાલિકસૂત્ર (a collection from Purvas) ઉપરની શ્રી હરિભદ્રસૂરિની ટીકામાંથી તે અનુવાદ કરી લખી મોકલી છે. છ માસનું તેનું સાધુજીવન ટૂંકું જાણી, આચાર્યે સાધુચર્યા ટૂંકામાં તેમાં વર્ણવી છે. તે છ માસમાં મુખપાઠ કરી ધર્મધ્યાનથી દેહ તજી દેવલોક પામ્યો. (બો-૩, પૃ.૫૨૬, આંક ૫૭૫)
સામાયિક
D સાધુ અને શ્રાવકનાં છ આવશ્યક કહ્યાં છે. આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય. એનો બીજો અર્થ, અવશ્ય એટલે જે પાંચ ઇન્દ્રિયોને વશ નથી એવા સાધુ કે શ્રાવકને કરવા યોગ્ય, એમ પણ થાય છે.
છ આવશ્યક : (૧) સામાયિક એટલે સમતા, (૨) સ્તવન એટલે ચોવીસ તીર્થંકરની સ્તવના, (૩) વંદના, (૪) પ્રતિક્રમણ, (૫) પ્રત્યાખ્યાન, (૬) આલોચના.
સમભાવ વગર મોક્ષ નથી. પહેલામાં પહેલી સમતા. સમતા, સામાયિક, સમભાવ - એ એક જ છે. જીવ રાગ-દ્વેષ કરે છે, તેથી ભવ વધે છે. એ છોડે તો કેવળજ્ઞાન થાય. આ જીવની સવારથી સાંજ સુધીની બધી ક્રિયામાં રાગ-દ્વેષ થયા કરે છે. જ્યારે એમ થાય કે મારે રાગ-દ્વેષ નથી કરવા, ત્યારે સમભાવ આવે. ગમે તે અવસ્થા આવે પણ જે થાય તે ભલું માનવામાં આવે, તો જીવને ઇષ્ટ-અનિષ્ટપણું ન થાય. એમ સમભાવમાં રહે તો છૂટે.
સામાયિકના છ ભેદ : (૧) સચિત્-અચિત્, સોનું, માટી વગેરે કોઇ દ્રવ્યમાં રાગ-દ્વેષ ન થાય, તે દ્રવ્યસામાયિક. (૨) કોઇ ક્ષેત્રમાં અનુકૂળ-પ્રતિકૂળ ન મનાય, તે ક્ષેત્રસામાયિક. (૩) કોઇ કાળમાં ઇષ્ટ-અનિષ્ટ ન થાય, તે કાળસામાયિક. (૪) કોઇ પ્રત્યે રાગ-દ્વેષ-કષાયભાવ ન થાય, તે ભાવસામાયિક. (૫) કોઇ શબ્દ કે નામમાં રાગ-દ્વેષ ન થાય, તે નામસામાયિક. (૬) કોઇ પ્રકારની સ્થાપના સારી-ખરાબ ન મનાય, તે સ્થાપનાસામાયિક,
બહારથી સામાયિકપણું દેખાતું હોય, પણ અંદર સમભાવ ન હોય તો સામાયિક નથી. હોય તેવું જાણવામાં દોષ નથી, રાગ-દ્વેષ કરવા તે બંધનું કારણ છે. સમભાવ વગર મુનિપણું, શાસ્ત્રાભ્યાસ બધું નકામું છે. સમભાવ કરવા માટે બધું કરવું છે. સમતાભાવથી અનાકુળ રહેવું, તે સામાયિક છે. પ્રથમ તો રાગ-દ્વેષ થવાનાં નિમિત્તોને છોડે, રાગ-દ્વેષ ન થવા દે, તો સમભાવ રહે. સુખદુઃખ સમાન લાગે, સુખ પણ દુઃખરૂપ લાગે ત્યારે સમતા આવી કહેવાય.