________________
(૪૩૨) | વેદનામાં વૃત્તિ રહે, વેદના દૂર કરવાની ઇચ્છા થાય, તે આર્તધ્યાન છે. ઈષ્ટના વિયોગને લીધે ચિંતા થાય, તે આર્તધ્યાન છે. અનિષ્ટનો સંયોગ દૂર કરવાની ચિંતા, તે પણ આર્તધ્યાન છે. મને ફલાણું મળો એમ નિદાન કરે, તે પણ આર્તધ્યાન છે આર્તધ્યાન થાય તો પાપ બંધાય. આર્તધ્યાનથી અધોગતિ થાય છે. દેહને માટે આત્માને કર્મ બંધાવી
અધોગતિમાં લઈ જાય, એવું કરવું નહીં. (બો-૧, પૃ.૩૧૮) 0 મરણ વખતે, વેદના વખતે ચિત્ત સ્મરણમંત્રમાં રાખે તો ધર્મધ્યાન થાય. વેદના વખતે જીવ ભગવાનને સંભારવાના મૂકી ડોક્ટરને સંભારે છે. હું માંદો છું, દુઃખી છું' એ બધું આર્તધ્યાન છે. આત્માને ભૂલી જઈ, “હું દેહ છું' એમ થાય, ત્યારે હું દુઃખી છું, હું માંદો છું' એમ થાય છે. આત્માને ભુલાવનારા આ બધા પ્રકારો છે. ધર્મ કરીને તેનું ફળ ઇચ્છે, તે નિદાન નામનું આર્તધ્યાન છે. માયા, કપટ વગેરે બધું આર્તધ્યાન છે. આર્તધ્યાનથી ઢોર-પશુ, કીડી-મકોડી વગેરે થઈને ભટકે છે. “હું આત્મા છું' એમ થાય તો બધું આર્તધ્યાન છૂટી જાય. સમ્યફષ્ટિને કંઈ જોઈતું નથી, બધું છોડવું છે અને પેલાને તો આખું જગત મળે તો પણ ઓછું છે. પરિગ્રહ પાપ છે, છોડવા લાયક છે. એમાં રાજી થાય તો જીવ પાપમાં જ રાજી થાય છે. પરિગ્રહથી પાપ છે, એ લક્ષ નથી. ઉદાસીનતા, વૈરાગ્ય ન આવે ત્યાં સુધી જીવ બંધાય છે. વિવેક નથી. જે મળ્યું છે તે પુણ્યને લઈને મળ્યું છે, પણ જીવ તો પરિગ્રહનાં વખાણ કરે છે. ધર્મને લઈને મળ્યું છે એમ લાગે, તો આર્તધ્યાન ન થાય. મુનિઓ, જે ચક્રવર્તી આદિનાં ચરિત્રો લખતા, તે સમ્યફદૃષ્ટિ હતા, વૈરાગ્યસહિત હતા. ચરિત્રોમાં જે વર્ણન કર્યું છે, તે ધર્મના અર્થે છે, તેથી તે આર્તધ્યાન નથી. ભગવાને કહ્યું તે સાચું માને, તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. અપાય એટલે દુઃખ. હું ક્યાં ક્યાં ભટક્યો છું? એ બધું વિચારવું, તે અપાયરિચય ધર્મધ્યાન છે. નરકનો વિચાર કરે, તિર્યચના દુઃખનો વિચાર કરે, મનુષ્યના દુઃખનો વિચાર કરે, તે બધું વૈરાગ્ય થવાનું કારણ છે. (બો-૧, પૃ. ૨૩૬)
જે રાજ્યભોગ શયનાસન વાહનાર્થે, સ્ત્રીસંગ માલ્ય મણિ રત્ન વિભૂષણાર્થે; ઈચ્છાભિલાષ હદપાર વધારી મોહે, તે ધ્યાન આર્ત ગણવું, વદતા વિમોહે. ૧ બાળી, બગાડી, હણી ભેદને - છેદને જે, બંધ – પ્રહાર - દમને અતિ નિર્દયી જે; રાચે, ધરે ન અરરાટ ઉરે નઠારા, તે ધ્યાન રૌદ્ર ગણવું વીર – વાક્ય - ધારા. સૂત્રાર્થ – સાધન - મહાવ્રત - ધારણાર્થે, ને બંધ - મોક્ષ - ગતિ આગમ હેતુ ચિંતે; પંચેન્દ્રિયો વશ કરે, કરુણા બધાની, તે ધ્યાન ધર્મ ગણવું, વદતા સુજ્ઞાની. ૩