________________
(૧૨૨ )
તેને ગણે છે. મિથ્યાત્વ ગયા પછી સમકિત પ્રાપ્ત થવા છતાં તેને તે તે નાત, જાત, ટોળી, મત, ગચ્છમાં ગણ્યો અને તેરમે ગુણઠાણે ગયો કે ચૌદમે છે તોપણ દેહધારીના ગચ્છમાં ગણાયો; પણ શુદ્ધ નિર્મળ, શુદ્ધ સચ્ચિદાનંદ, સિદ્ધસ્વરૂપ પ્રગટયું ત્યારે તે કૃતાર્થ થયો, સર્વથી ભિન્ન નિર્મળ થયો એમ મનને નિશ્ચય વર્તે છે. શુભ-અશુભ ઉદયમાં જેની વૃત્તિ પૂર્ણ આત્મભાવ, વીતરાગભાવ તરફ પ્રયાસ કરે છે, તેના મહાન વિતરાગભાવમાં આખો લોક રજરેણુવત્, નહીં જેવો છે, જે નજરે પણ આવતો નથી; એવા પરમ આત્મભાવમાં, રમનાર મહામુનિઓને વારંવાર નમસ્કાર છે. વિચારમાળા પર વૃત્તિ ચડી જવાથી ઉપરનું લખાણું છે. આપ મુનિઓના ચરણ સેવવા લાયક હું રંક અલ્પજ્ઞ હોવાથી અને ભાન થવાથી, કલમ અટકી ગઈ છે. અવિનય લખાણને માટે ક્ષમા આપશો. બાળ ઉપર અનુકંપા લાવી, એવા ભાવો મારામાં આવે એમ પ્રેરશો. દોષનું નિવારણ કરશો.' (બી-૩, પૃ.પ૨૯, આંક પ૭૯) નીચેના પત્રની નકલ વાંચી આત્મહિત કરવા મોકલેલ છે). “HUTI ધો TD તવો' એ લક્ષપૂર્વક વાંચશોજી.
પવિત્ર સેવામાંથી સવિગત અસંગ, અપ્રતિબંધ થવાની ઇચ્છાનો પત્ર સવિગત વાંચી, મને પરમ આનંદ થયો છે, પણ આપની રૂબરૂ થવાની જરૂર છે. તે થયા પછી જેમ આપને યોગ્ય લાગે તેમ વિચરશો. આપ અસંગ થાઓ એમાં હું ખુશ છું અને તેમ જ ઈચ્છું છું. બાકી સામાન્ય મુમુક્ષુબાઈઓ અને ભાઈઓને હવે બિલકુલ આધાર નથી. ચોમાસું પૂરું થયે આ તરફ બોલાવવા એમ મને પણ ઠીક લાગે છે. ચારિત્રધર્મમાં સર્વ મુમુક્ષભાઈઓ પ્રમાદાધીન વર્તે છે. તેને જાગ્રત કરનાર કોઈ છે નહીં. બાઇઓને સંપ્રદાયનો આશ્રય તોડાવાથી, તેઓ બિચારાં તદ્દન નિરાધાર થઈ ગયાં છે; તેઓને તો એક પણ આધાર નથી.
તોપણ હવે આપણે આપણા માટે વિચાર કરીએ. પ્રસંગમાં આવેલાં માણસો, તેથી તેઓની દયા આવે છે; બાકી જગતમાં અનંત જીવો છે, જો તેઓની દયા ખાઈશું અને તેમને જ માટે દેહ ગાળીશું તો આપણું સાર્થક થવું) રહી જશે, અર્થાતુ થશે જ નહીં. માટે આપણે જ જો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રને શુદ્ધ કરીશું તો આપણું આત્મહિત થશે. તે પછી તે દશદ્વારે જગતનું ગમે તેમ થાઓ, તે માટે આપણે કોઈ વિચાર નથી. આપણે તો સર્વ જીવ પ્રત્યે અનુકંપાબુદ્ધિ રાખવી. આપની વૃત્તિને ઉત્તેજન મળે તેવો આપની પાસે સત્સંગ નથી; અથવા ઇડરમાં આપની જે દશા હતી તેવી દશા, આપને પહાડો અગર એકાંતમાં રહેતાં થાય તેમ લાગે છે? આપ આટલો વખત દક્ષિણ દેશમાં કરમાળામાં નિવૃત્તિથી રહ્યા હશો, તેથી આપને અનુભવમાં આવ્યું હશે. કદાપિ તે દશા પરાણે બળથી લેવા જઇએ તો એકાદ દિવસ રહી પાછી જતી રહે; કારણ કે અત્યારે તેવી દશા લેવી તે કૃત્રિમ છે, પરાણે બળ કરી લઇએ તેવી છે, અને પ્રથમ સત્સંગમાં તે દશા તો સ્વભાવે જ ઊગી નીકળતી જોયેલી હતી કે આત્મવિચાર સિવાયની બીજી વાત સાવ ઉદાસીન જેવી, પરભાવની લાગતી. એ સહેજે બનતું, અને બનતું તે પરમ સત્સંગનું ફળ હતું, સત્સંગનો અંશ હતો.