________________
(૩૧૬
લક્ષમાં રાખી, બને તેટલા વિષય-કષાય ઓછા કરી, આ ક્લેશિત આત્માને શાંતિનું ફળ દાન કરવા યોગ્ય છેજી. “લેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.” એમ શ્રી યશોવિજયજીએ પણ સ્તવનમાં ગાયું છે તો હવે કષાય-ફ્લેશ ઓછો થાય અને પરમકૃપાળુદેવે જે નિરાબાધ આત્મસમાધિસુખ પ્રાપ્ત કર્યું, તે ક્યારે કેવા પ્રકારે પ્રાપ્ત કરી શકીશું? તેવી ભાવના કરી, યથાશક્તિ કષાય-ક્લેશ ટાળવા પ્રયત્ન કરીશું તો સાચા કારણના અવલંબને સત્ય ફળની પ્રાપ્તિ થયા વિના નહીં રહે, એ ચોક્કસ છે. ખામી હોય તો આ જીવના દ્રઢ નિશ્ચયની અને પુરુષાર્થની છે. પુરુષોએ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. આ જીવે તેવી રુચિ પ્રગટાવી તે પ્રમાણે પ્રવર્તવાનું કર્યું નથી એટલે તે ફળનો સ્વાદ
ક્યાંથી આવે ? (બો-૩, પૃ.૧૧૪, આંક ૧૦૮) D નિમિત્તાધીન જીવ છે, અનાદિકાળથી વિષય-કષાયની સાથે પટ્ટાબાજી ખેલતો આવ્યો છે; લાગ ફાવે
ત્યારે ફટકો લગાવે, વળી તેને લાગ ફાવે ત્યારે આને ફટકો લગાવે, એમ રમત રમ્યા કરે છે; પણ હવે ખરેખરી પ્રાણ લેવાની ધગશવાળી, બાળી-ઝાળી, સ્નાન-સૂતક કરીને ચાલ્યા જવાની, કેસરિયાં કરવાની લડાઇ જરૂરની છેજી. આ આત્મિક યુદ્ધ આમ પ્રબળ જામ્યા વિના, મોક્ષ પ્રાપ્ત થાય તેમ નથી. (બો-૩, પૃ.૪૬૮, આંક ૪૯૪) T કોઈ માણસને ભૂખ લાગી હોય અને “ખાવું છે, ખાવું છે; રહેવાતું નથી, બહુ ભૂખ લાગી છે.” આમ
બૂમો મારે તો ભૂખ મટે નહીં, તેમ જ તેનો અયોગ્ય ઉપાય લે તોપણ મટે નહીં, રસોઈ ચૂલે ચઢતી હોય, બરાબર ચૂલામાં લાગતું હોય પણ અમુક કાળ દાળ વગેરેને ચઢવામાં લાગે તેટલી ધીરજ ન રાખે અને ઉતાવળ કરીને પાણી પી-પી કરીને પેટ ભરી દે તો ખાવાની રુચિ તેની મટી જાય, પણ ખોરાકથી શરીરમાં શક્તિ આવવી જોઈએ, તે આવતી નથી. ઊલટું રોગનું કારણ થાય છે. તેવી જ રીતે ઇન્દ્રિયોની તૃષ્ણા, બળતરાથી જીવ ગભરાઈ જાય છે; જ્ઞાની પુરુષોનાં વચનો વિષયોનું વિરેચન કરાવનાર હોય છે; તૃષ્ણારૂપ બળતરા મટાડવાની ખરી ઔષધી એ જ છે પણ તે સમજીને અંતરમાં ઉતારે ત્યારે શાંતિ થાય; પણ તે સમજવામાં વાર લાગે, વિચાર પહોચે નહીં, સત્સંગ હોય નહીં ત્યારે જીવ ગભરાઈ જાય છે અને સાચો ઉપાય કરવાનો પડી મૂકી, પાણી પીને પેટ ભરી, ભૂખની રૂચિ બગાડી દેવા સમાન ઇન્દ્રિયોને પોષવાની સામગ્રીના વિચારોમાં, તેવી વાતો કરનારની વાતો સાંભળવામાં અને વિકાર પોષવામાં કાળ ગાળી, સત્સંગની રુચિને મંદ કરી દે છે અને વિષય-સામગ્રી જ સુખ આપશે એવી ભાવના સેવ્યા કરે છે; તે પાણી વલોવવાથી માખણની આશા રાખ્યા સમાન નિરર્થક અને માત્ર શ્રમ આપનાર જ છે. માટે ખારા ઝેર જેવા સંસારમાં ક્યાંય, કોઈ ભવમાં સુખ નથી એવો દૃઢ નિશ્ચય કરી, તે સંસારનાં મૂળ ઉખેડી નાખે તેવા સત્સંગમાં જ ચિત્ત વારંવાર આણવાની જરૂર છેજી. દરેક મુમુક્ષુના સાક્ષાત્ અનુભવની વાત છે કે જ્યારે પ્રથમ સપુરુષનો યોગ થયો ત્યારે કેવી ભાવના વર્તતી હતી? કેવાં સુંદર પરિણામ આત્મહિત કરી લેવાનાં ઊભરાઈ રહેતાં હતાં? આપણને સ્મરણ મળ્યું અને તેનું આરાધન કરવા માંડયું ત્યારે કેટલું બળ આત્મામાં જણાતું હતું? જ્યારે એ પ્રત્યક્ષ પુરુષનો સમાગમ થતો ત્યારે વિષય-વાસના ક્યાં સંતાઈ જતી હતી? એ સમાગમની ખુમારી દેશ ગયા પછી પણ કેવી રહેતી?