________________
(૩૧૫) ૧૯ : ક્રોધ, માન, માયા અને લોભની ચોકડીને કષાય એવા નામથી ઓળખવામાં આવે છે. આ કષાય
છે તે અત્યંત ક્રોધાદિવાળો છે. તે જો અનંત સંસારનો હેતુ હોઈને અનંતાનુબંધી કષાય થતો હોય તો તે ચક્રવર્તીઆદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઇએ, અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત
થયા પહેલાં મોક્ષ થવો શી રીતે ઘટે? એ વાત વિચારવા યોગ્ય છે. ૨૦ : જે ક્રોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કષાય છે, એ પણ નિઃશંક છે. તે
હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનંતાનુબંધી સંભવતા નથી. ત્યારે અનંતાનુબંધીની ચોકડી
બીજી રીતે સંભવે છે. ૨૧ : સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે “મોક્ષ.” તે સમ્યક જ્ઞાન, દર્શન અને
ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે; અર્થાત્ મોક્ષ છે. મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર, તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે; અને છે પણ તેમ જ. વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ, તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહા વિપરીતના કરનારા છે, તે જ અનંતાનુબંધી
કષાય છે. ૨૨ : જોકે ક્રોધાદિભાવ લૌકિકે પણ અફળ નથી; પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મોક્ષધર્મ
અથવા તો સદુધર્મ, તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિભાવ તીવ્રમંદાદિ જેવે ભાવે હોય તેવે ભાવે
અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. ૨૩ : અનુભવનો કોઇ પણ કાળમાં અભાવ નથી. બુદ્ધિબળથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો
ક્વચિત્ અભાવ પણ થવો ઘટે.'') (બી-૩, પૃ.૩૮૬, આંક ૩૯૨) | અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે. મુખ્યપણે તો જ્ઞાની પુરુષ અને તેના આશ્રિતનો દ્રોહ થાય,
તે અનંતાનુબંધી કષાય કહેવાય. જો પાછળથી સવળી સમજણ આવી જાય તો જીવ માર્ગે આવે અને ખોટો આગ્રહ પકડી રાખે તો તે દુરાગ્રહ કહેવાય. (બો-૧, પૃ.૩૨, આંક ૪૨) અનંતાનુબંધી એટલે સાચા ધર્મ પ્રત્યે અભાવ. જ્ઞાની કંઈ કહે ત્યારે ક્રોધ આવે, “હું સમજું છું' એમ થાય, તે અનંતાનુબંધી ક્રોધ અને માન છે; અને ઉપરથી ‘તમે કહો છો તે જ હું માનું છું' એ અનંતાનુબંધી માયા છે. ધર્મ કરી મોક્ષ ન ઈચ્છતાં પુત્ર,
દેવલોકાદિની ઇચ્છા કરે, તે અનંતાનુબંધી લોભ છે. (બો-૧, પૃ.૧૩૨, આંક ૭) વિષય-કષાય
“વીતરાગ શાસન વિષે, વીતરાગતા હોય.' વીતરાગતા કહેતા કષાયનો અભાવ. તે વિષય-કષાયને ઝેર જાણી, બાળ-ઝાળી, દહાડો-પવાડો કરી, વહ્યા જવા જેવું છે, શત્રુવટ તે પ્રત્યે રાખીને વર્તવું વગેરે જે બોધ પરમકૃપાળુદેવે ખેડામાં કર્યો હતો, તે પ્રમાણે વર્તીને શ્રી પ્રભુશ્રીજીએ તો આત્મકલ્યાણ કર્યું અને આપણે પણ તે જ શત્રુઓ (વિષય-કષાય) જીતીશું ત્યારે જ સન્માર્ગમાં સ્થિતિ પ્રાપ્ત કરી શકીશુ, એ