________________
૧૬૭
વર્તનમાં ઠેકાણું નથી, કંઇક સંસારીભાવ તેમને પણ જણાય છે એવા ભાવ ઊગવા, તે અંતર્ભેદ સમજાય છે.
જ્ઞાનીના અંતરના ભાવ, જે આત્મપરિણામરૂપ હોય છે, તે લક્ષ ચુકાઇ બાહ્યવર્તનથી જીવને જે કંઇ અણગમતું દેખાય, તે અંતર્ભેદ છે, એટલે યથાર્થ ઓળખાણ ન થવા દે કે થઇ હોય તેમાં સંશય પાડે તેવાં કારણો અંતર્ભેદ સમજવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૪૪, આંક ૧૪૪)
D તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો ! નમસ્કાર હો ! (૬૭૪)
ભક્તિ પ્રદર્શિત કરતાં પરમકૃપાળુદેવે નમસ્કાર કર્યા છે, ત્યાં આપને પ્રશ્ન થયો કે તે ભૂમિ આદિને શા માટે નમસ્કાર કર્યા છે ? એમાં કારણ શોધવા જતાં હાથ લાગતું નથી; પણ ભક્તિમાન હૃદય, તે તે નિમિત્તે ઉલ્લાસ જરૂર પામે છે, રોમાંચ પણ થઇ આવે છે. ‘મરતું ઊંટ મારવાડ ભણી જુએ છે.' એમ કહેવત છે, તેમ પ્રેમના સંસ્કારોથી તે તે દિશાઓ પણ પ્રિય લાગે છે.
પરમકૃપાળુદેવનો પત્ર આવે ત્યારે પ.પૂ. પ્રભુશ્રીજી નમસ્કાર કરીને તેને ફોડતા, માથે ચઢાવતા. એ બધાં ઉપકારવૃત્તિનાં બાહ્યચિહ્નો છે. ‘‘સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ.''
પરમકૃપાળુદેવે છેક છેલ્લી વખતે વવાણિયા છોડયું તે વખતે, તે ઘરને, તે ડેલીને, માતુશ્રી, પિતાશ્રી તથા મિત્રોને નમસ્કાર વારંવાર કરેલા; છેવટે જતાં ગામને પણ નમસ્કાર કરેલા. તે જોઇને તેમના મિત્રે પૂછયું કે કદી નહીં અને આજે કેમ આમ વર્તે છો ? તો કહ્યું કે આગળ ઉપર સમજાશે. તે ભાઇ હજી કહે છે કે હવે સમજાયું કે ફરી તે વવાણિયા આવનાર નહોતા.
જે જે નિમિત્તો ઉપકારભૂત થયાં હોય કે થઇ શકવા સંભવ હોય, તેના પ્રત્યે બહુમાનપણું, જે અંતરમાં ઊંડું રહ્યું છે, તે જ તેવી બાહ્ય ચેષ્ટાઓ કરાવે છે. તીર્થંકરોનાં પંચકલ્યાણક સ્થાનો કે તેનાં વર્ણનો પણ ઉલ્લાસનું કારણ થાય છે. એ પ્રેમદશા જેણે અંશે પણ અનુભવી નથી, તેને બુદ્ધિથી તેનો ખ્યાલ આવવો અશક્ય છે.
‘‘પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?
,,
આ ભાવ હાલ તો વારંવાર વિચારી, હૃદયગત કરવાના છેજી. (બો-૩, પૃ.૩૫૧, આંક ૩૫૩) E પત્રાંક ૬૯૨.
પૂ. શ્રી અંબાલાલભાઇ પરમકૃપાળુદેવના ગણધરતુલ્ય હતા; તેમના સાળાને અંત વખતે ઉપયોગી થયેલો એ પત્ર છે. આ પત્ર મુખપાઠ થાય તો કર્તવ્ય છે, નહીં તો વારંવાર વાંચવો.
સમાધિમરણ અર્થે શું ભાવના કરવી ? સત્પુરુષના આશ્રયનું કેટલું માહાત્મ્ય છે ? તથા મુમુક્ષુઓમાંથી કોઇની હાજરી હોય તો જીવના ભાવ સદ્ગુરુશરણે રહી શકે વગેરે સમજી, તેવી ભાવના કરતા રહેવાથી, તે જ હિત આખરે પણ સમજાય અને યથાશક્તિ તે પ્રમાણે પ્રવર્તાય. પરમકૃપાળુદેવનો આધા૨ આ ભવમાં મળ્યો છે, તે જીવનું મહદ્ ભાગ્ય છે. (બો-૩, પૃ.૫૯૧, આંક ૬૭૦)