________________
ઉ૫૦) I છ પદનો પત્ર તમે કંઠસ્થ કર્યો, તે અમૂલ્ય છે. રોજ લક્ષ રાખીને, એક વખત બોલી જવાનું રાખશો,
તથા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર મુખપાઠ કરતાં પહેલાં પત્રાંક ૭૧૯, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પ.પૂ. પ્રભુશ્રીજીને મોકલી તે સાથે મોકલેલો છે, તે મુખપાઠ કરી, પછી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર મુખપાઠ કરવા
ભલામણ છે). (બો-૩, પૃ.૭૫૬, આંક ૯૪૮) D પત્રાંક ૭૧૯, શ્રી લઘુરાજસ્વામીને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર મોકલેલું, તેની સાથે પરમકૃપાળુદેવે
મોકલેલો પત્ર, ત્યાગી મહાત્માઓ અર્થે જ લખેલ છે; તે બહુ ઊંડા ઊતરી વિચારવો અને બને તો મુખપાઠ કરવો ઘટે છેજી, શ્રદ્ધાની વૃઢતા અને જ્ઞાન પરિણામ પામવાનો માર્ગ, વગેરે તેમાં જણાવેલ છે, તે વિચારી ઉરમાં અચળ કરવા યોગ્ય છેજી. તેમાં છેવટે જણાવ્યું છે : “અનંત વાર દેહને અર્થે આત્મા ગાવ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાથની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુજીવને અવશ્ય નિશ્ચય જોઈએ. શ્રી સહજાત્મસ્વરૂપ.” (બી-૩, પૃ.૫૨૦, આંક ૫૪૪) આત્મસિદ્ધિ શીખવાની ભાવના હોય તો પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરીને આજ્ઞા લેવી કે હે ભગવાન ! મારે આત્મસિદ્ધિશાસ્ત્ર મારા આત્માના કલ્યાણને અર્થે શીખવું છે. એવી પ્રાર્થના કરી, ગોખવાની શરૂઆત કરવી. રોજ નિયમિત બે-પાંચ ગાથા કરવાનો નિયમ રાખ્યો હોય તો થોડા દિવસમાં મુખપાઠ થઇ જશે. પછી છ પદનો પત્ર મુખપાઠ કરી લેવા જેવો છે. જેટલું મુખપાઠ થાય, તેટલાનો દિવસે કે રાત્રે વિચાર કરવો અને સમજવું. નિત્યનિયમાદિ પાઠ'ની ચોપડીમાં આત્મસિદ્ધિના અર્થ છે; તે મુખપાઠ થયેલી ગાથાઓ સમજવાના કામમાં આવશે અને નિત્યનિયમના પાઠ બોલીએ છીએ તે તથા છ પદના પત્રના પણ તેમાં અર્થ છે, તે વાંચવાથી સારી રીતે સમજાશે અને સમજપૂર્વક ગોખાશે તો આનંદ આવશે; બોજારૂપ નહીં લાગે. (બો-૩, પૃ.૭૩૩, આંક ૮૯૭). I આત્મસિદ્ધિ ચમત્કારી ચીજ છે. તેની શ્રદ્ધા, અભ્યાસ કરે, તેમાં તપ, જપ, દાન વગેરે સમાઈ જાય છે.
પોતાનાથી બનતો પુરુષાર્થ, શ્રી આત્મસિદ્ધિ મુખપાઠ કરવામાં પણ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૦૯, આંક ૭૦૪) D નવા વર્ષમાં અમુક ભાગ તત્ત્વજ્ઞાન કે મોક્ષમાળામાંથી મુખપાઠ કરવો છે, એમ નક્કી કરવું ઘટે છે.
આલોચના, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર, મૂળ મારગ, ધન્ય રે દિવસ આ અહો !
આદિ મુખપાઠ ન કર્યા હોય તો કરવાનો નિશ્ચય કરી, રોજ કરવાં. (બી-૩, પૃ.૬૭૩, આંક ૮૦૭) T અનાર્યક્ષેત્ર જેવા મોહમયી શહેરમાં રહેવાનું બનેલ છે તો બહુ વિચારીને ક્ષણ-ક્ષણ ગાળવા જેવી છે'.
પ.પૂ. પ્રભુશ્રીજીએ એક વખત બોધમાં કહેલું, તે આપને ત્યાં ઉપયોગી નીવડશે એમ ધારી, નીચે લખી મોકલું છું, તે બને તો મુખપાઠ કરી, તેનો વિચાર કરતા રહેશોજી :