________________
(૪૪૯ [ આ ચાતુર્માસમાં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, બને તો ક્રમપૂર્વક, પોતાને અર્થે તમે ત્રણે સાથે
વાંચવા-વિચારવાનું રાખશો તો ઘણો આનંદ આવશે. દરરોજ જે વાંચન કરો તે પૂરું થયું, પત્રાંક ૭૭ નિયમિત રીતે રોજ વાંચી જવાનો કે મુખપાઠ થઇ જાય તો એકાદ જણ બોલી જાય તેમ કર્તવ્ય છેજી. તે સમિતિ કે રહસ્યદ્રષ્ટિવાળો પત્ર સમજાયે, અંતર્મુખઉપયોગ કે આત્મપરિણતિ ઉપર લક્ષ રાખવાની કાળજી રહેશે અને આજ્ઞાનું માહાત્મ સ્પષ્ટ સમજાશે. (બો-૩, પૃ.૫૪૦, આંક ૫૯૧). n પત્રાંક ૮૧૬ અને પત્રાંક ૮૧૯ મુખપાઠ ન કર્યા હોય તો મુખપાઠ કરી, રોજ બોલવાનો અને વિચારવાનો નિયમ રાખવા યોગ્ય છેજી ઘણી શાંતિનું કારણ થાય તેમ છેજી. (બી-૩, પૃ.૨૪૩, આંક ૨૩૭) “ૐ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) એ આખો પત્ર વારંવાર વિચારી, મુખપાઠ ન કર્યો હોય તો કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૩૩, આંક ૩૩૦). E પત્રાંક ૮૪૩ મુખપાઠ ન કર્યો હોય તો મુખપાઠ કરી, વારંવાર વૃત્તિ તેમાં કહ્યા પ્રમાણે રાખવા પુરુષાર્થ
કર્તવ્ય છેજી. આલોચનામાંથી ‘વીરહાક' નામનું કાવ્ય મુખપાઠ કર્યાથી વિશેષ પુરુષાર્થ જાગે અને આખરે શું કરવું, તે તરફ દ્રષ્ટિ દેવાની તેમાં પ્રેરણા છે), તે લક્ષમાં લેવા યોગ્ય છે. (બી-૩, પૃ.૪૦૦, આંક ૪૦૮) n પત્રાંક ૮૭૬માં લખેલ મનહરપદમાં, મનહર સંન્યાસીએ ભલે વેદાંતપદ્ધતિએ પરમપુરુષના ગુણ
ગાયા છે, પણ તે આપ્તપુરુષનાં જ વખાણ છે; તેથી પરમકૃપાળુદેવે તેને ભક્તજનોને ઉપકારી જાણી, તે વિચારવા લખ્યું છે. જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષને ઓળખનાર સંતોની તેમાં સ્તુતિ છે. તે આપણા દયમાં વસે તો આપણો આત્મા ઉન્નત થાય, જગતનાં તુચ્છ સુખોથી ઉદાસ બને અને વૈરાગ્યસહ આત્માની વિભૂતિમાં લીન થાય તેવું એ પદ છેજી. આપનાથી મુખપાઠ થાય તો કર્તવ્ય છે, વિચારવા યોગ્ય છે અને પરમકૃપાળુદેવની જ તે સ્તુતિ છે, એમ
લક્ષ રાખવા યોગ્ય છેજી, (બી-૩, પૃ.૭૬૩, આંક ૯૬૪). D “મૂળ મારગ સાંભળો જિનનો રે' એ પદ મુખપાઠ ન કર્યું હોય તો કરીને, રોજ બોલવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે અને તેમાં સંક્ષેપે જણાવેલ મોક્ષમાર્ગમાં પ્રવર્તવા યોગ્ય છેજી. (બી-૩, પૃ. ૨૯૫, આંક ૨૮૩)
મૂળ મારગ સાંભળો જિનનો રે'' એ પદ મુખપાઠ કરી લેવા ભલામણ છે તથા તેના વિચારમાં વૃત્તિ જોડી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આત્માની, વિશેષ વિચારે ઓળખાણ કરી, તેમાં આનંદ જીવને આવે, તેમ કર્તવ્ય છે). (બી-૩, પૃ.૪૦૩, આંક ૪૧૦) D “જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન' એ બે સવૈયા, બને તો મુખપાઠ કરી, વિચારતા રહેવા
ભલામણ છેજી. તેમાં દર્શનમોહનો ઉપાય અને સ્વરૂપ બને છેજી. (બી-૩, પૃ.૫૭૪, આંક ૬૪૪).