________________
(50)
સ્ટાદ્વાદ છે, તે વસ્તુને ચારે બાજુથી તપાસીને જુએ છે. જ્યાં સુધી આત્માનો નિર્ણય ન થયો હોય ત્યાં સુધી તે નિર્ણય કરવાનો છે. નિર્ણય થયા પછી આત્મા ઉપાસવાનો છે. એમાં કંઈ સાદાદ નથી કે ઉપાસવો કે ન ઉપાસવો ? શુદ્ધ થવાનું છે. ક્લેશનાં કારણો નિર્મૂળ કરી આત્મામાં સ્થિર થવાનું છે. બધેથી ઉદાસીન વૃત્તિ કરી, સ્યાદ્વાદથી વસ્તુને ઓળખી આત્મામાં સ્થિર થવું.
(બો-૧, પૃ. ૨૭૭, આંક ૧૫) સિદ્ધાંતબોધ D મુમુક્ષુ ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધમાં ફેર શો છે? પૂજ્યશ્રી સિદ્ધાંતબોધમાં જે છ દ્રવ્ય અને તેના ગુણપર્યાયની વાત વગેરે હોય છે, તે કોઈ દિવસ ન ફરે; અને ઉપદેશબોધ છે તે સામાન્ય છે. અમુક થોડા પાપવાળું કંઈ હોય અને તેને કરવાથી નરકે જાય એમ કહ્યું, પણ તેથી બધાય નરકે જાય, તેમ નથી. જીવનું ભલું થવા અથવા વૈરાગ્ય થવા માટે કહે, તે ઉપદેશબોધ છે. ઉપદેશબોધ પરિણમ્યા વિના સિદ્ધાંતબોધ ન પરિણમે. મોક્ષની રુચિ થઇ હોય, સદ્ગુરુ પ્રત્યે ભક્તિ
હોય, વૈરાગ્ય હોય તેને સિદ્ધાંતબોધ પરિણમે. તે વિના ન પરિણમે. (બો-૧, પૃ.૭, આંક ૪૬) || કંઇક વૈરાગ્ય હોય, જન્મમરણનો ત્રાસ લાગ્યો હોય, સંસારમાં સુખ નથી, સાચી વસ્તુ આત્મા છે,
આત્મા જાણવો છે, આત્મા જાણ્યા વિના કોઇનો મોક્ષ ન થાય - એમ લાગે ત્યારે સિદ્ધાંતબોધ પરિણમે.
(બો-૧, પૃ. ૧૮૬, આંક ૫૯) || શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સર્વ શાસ્ત્રના સારરૂપ છે; તેમાં છ પદનો બહુ વિસ્તાર છે પણ તે સિદ્ધાંતબોધ
સમજવા સદ્ગુરુના ઉપદેશની, સદ્ગુરુ પ્રત્યેની પ્રેમભક્તિ જોઇએ, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તેમ જ સર્વ પ્રકારના સિદ્ધાંતબોધ સમજાવામાં બે પ્રકારની જોગવાઈ જોઇએ છીએ : (૧) જીવની યોગ્યતા એટલે વિષય-કષાયને ઘટાડવાનો અભ્યાસ અને તેમાં અરુચિ-અનાસક્ત ભાવ. (૨) સપુરુષનો યોગ. આ બે – ““જીવના અનધિકારીપણાને લીધે તથા સપુરુષના યોગ વિના સમજાતું નથી.” (૫૦૫) એમ પરમકૃપાળુદેવનું વચન છે. તે બંને કારણો ટાળવાની કાળજી, ભાવના રાખી, પુરુષાર્થ કરતો રહે તેને સિદ્ધાંતબોધ-ભેદજ્ઞાન થવા યોગ્ય છે, એમ મહાપુરુષોએ જણાવ્યું છે. જેમ પરબનું પાણી જે પીએ, તેની તરસ મટે અને પરબમાં પાણી ભરનાર પાણી ન પીએ તો ભરનારની પણ તરસ ન મટે; તેમ હું કે તમે જે એ દિશામાં યોગ્યતા લાવવા પુરુષાર્થ કરશે, તે તેમાં સફળ થશે. કોઇનો આશીર્વાદ કે કૃપા ત્યાં કામ આવે તેમ નથી, જીવે પોતે જ જાગવું જોઈશે, અને પોતાની ઓળખાણ કરવાના કામે લાગવું પડશે. તેમ કર્યા વિના અનંતકાળ ગયો તોપણ પોતાનો પત્તો લાગ્યો નથી. તો હવે આ મનુષ્યભવ એમ ને એમ જતો ન રહે, માટે તેની વિશેષ કાળજી, ઝૂરણા કરવા યોગ્ય
છેજી. (બો-૩, પૃ.૧૧૮, આંક ૧૧૪). D તમારો પ્રશ્ન રૂબરૂમાં ચચ્ચે સમાધાન થાય તેમ છે. હાલ તો ત્યાગ-વૈરાગ્યની વૃદ્ધિ થાય અને જિજ્ઞાસા
વર્ધમાન થાય તેવી યોગ્યતા લાવવા પુરુષાર્થ કર્તવ્ય છે.