________________
(૫૦૧) (૩) અનાદિ, અરૂપી અને અમૂર્તિક એવું કે મારું શાશ્વત, શુદ્ધ, ચૈતન્યસ્વરૂપ તેને મૂકીને રૂપી અને
મૂર્તિક એવો જે દેહ, તેને સ્વસ્વરૂપ નહીં માનું. (૪) શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને, બહાર દ્રષ્ટિએ એટલે ચર્મચક્ષુ વડે ચામડાંને નહીં જોઉં. તે તો
ચમારની દ્રષ્ટિ ગણાય. જે ચમાર હોય, તે જ ચામડાંને વિષે રંજન થાય. હું દિવ્યનેત્રવાળો છું
એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઇશ, ગુરુગમે. (૫) ત્રણે કાળે એક સ્વરૂપે રહેનાર, એવી જે સમતારૂપી શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને,
જડ-અજીવમાં નહીં પરિણમું અર્થાત્ અજીવને સ્વસ્વરૂપ નહીં માનું. જીવરાશિ જ્ઞાન-દર્શનમૂળ જીવનારો જીવ તે જ મારું સહજ સ્વરૂપ છે, એટલે એમાં જ ત્રિકાળ નિવાસ
કરીને રહીશ. (પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ લખાવેલ પત્ર) (બી-૩, પૃ.૫૯, આંક ૪૬) I એક મુનિના પત્રમાં, જડ કે આ શરીર, આત્માને શિખામણ આપે છે તે વિષે, મનરંજક થોડાં વાક્યો
છે, તે લખું છું: ““શરીર કહે છે : હે ચૈતન્ય પ્રભુ ! આપ આપનો નિત્યવાદિ ધર્મ મારામાં સ્થાપવા મથો છો, તેથી તમને ધન્ય છે. આપ મોટા પુરુષ છો, તેથી આપના નિત્યત્વ ધર્મનું દાન કરવા ઇચ્છો છો, પણ મારો અનિત્ય સ્વભાવ છોડી, આપનું દાન મારાથી સ્વીકારી શકાય તેમ નથી. આપ મને આપના જેવું બનાવવા, પોતાને ભૂલીને, પોતાની સેવા ન કરતાં, મારી જ સેવા કેટલાય ભવથી કર્યા કરો છો, તોપણ તેમાં સફળતા મળી નહીં. પરિણામે આપને મારા નિમિત્તે ઘોર દુઃખ જ ભોગવવાં પડ્યાં છે; તે જોઇને મને આપની એ નિષ્ફળ સેવાથી મુક્ત રાખવા, અતિશય કરુણા ઉદ્દભવે છે. તેથી હું આપને હાથ જોડીને વીનવું છું કે હે પ્રભુ! હું મારું સંભાળી લઈશ. આપ આપનું સંભાળો. આપ વડે આપની સેવા થવાથી, મારી સંભાળનાં દુઃખથી તમે મુક્ત થશો, તેથી મને પણ શાંતિ મળશે.' આટઆટલું શરીર કહે છે તો જોઇએ તો ખરાં ! થોડો વખત એના કહ્યા અનુસાર ચાલીએ તો શું પરિણામ આવે છે?
“છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.''
(બી-૩, પૃ.૭૦૫, આંક ૮૪૯) અંતર્મુખવૃત્તિ
આપે “અંતર્મુખ વિષે પ્રશ્ન કર્યો. તે સંબંધી જણાવવાનું કે બહિરાત્મપણું એટલે દેહાદિ પદાર્થોમાં મન મગ્ન રહે છે, તેને પુરુષના બોધે આત્મા તરફ વાળી, સ્મરણ આદિ સત્સાધન વડે આજ્ઞામાં રોકવું; રાગ-દ્વેષ આદિ વિક્ષેપો ઓછા કરી, જેમ જેમ ભક્તિમાં મન લીન થશે, તેમ તેમ ““સદગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય.'' (૪૯૩) તો વૃત્તિ અંતર્મુખ થશે, રહેશે.