________________
(૧૪૩) પોતાની દશા બદલાઈ, તે જ સદ્ગુરુનાં વચનોનો, સરુનો ઉપકાર છે એમ જીવને થાય એટલે આત્મા સાક્ષી પૂરે કે આવા સદૂગુરુનું સેવન જરૂર મારા સંસાર-સંતાપો ટાળી મોક્ષ પમાડશે. તેથી પરમકૃપાળુદેવે સદ્ગુરુ પ્રત્યે ઉપકાર જણાવતાં કહ્યું કે હે સદ્ગુરુ ભગવાન ! મેં આપનો સત્સંગ સદાય કર્યો છે; તેમાં મેં કંઈ સ્વાર્થની, શરીરની કે કોઈ બીજી અપેક્ષા રાખી નથી. માત્ર મારા આત્માનું હિત જરૂર થશે, એવો લક્ષ મેં રાખ્યો છે. “માત્ર મોક્ષ અભિલાષ'' સિવાય મેં કંઈ મનમાં રાખ્યું નથી. તેથી સત્સંગનું ફળ જે અસંગ દશા કે મોક્ષ તે મને મળશે, એવો મને અંતરમાં નિશ્ચય થયો છે. આટલા વિસ્તારથી, તે ત્રણ કડીઓમાં કહેલો ભાવ સમજાવો સુગમ થશે. પોતાના હૃદયમાં પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ, પ્રેમ વધારી વિચારવાથી વિશેષ-વિશેષ સમજાઈ, સંતોષ અને આનંદ અનુભવાશેજી. તમે પણ શબ્દાર્થ તો જાણતા હશો, છતાં તમારી ભાવનાને માન આપીને, સપુરુષનાં વચનમાં ચિત્ત રોકવાથી મને પણ હિતનું કારણ છે એમ માની, પત્ર લખ્યો છે. તે વાંચી, વિચારી પરમકૃપાળુદેવનો આપણા બધા ઉપર અપાર ઉપકાર છે, તેનું બહુમાનપણું દિવસે-દિવસે વર્ધમાન થાય તેમ વૃત્તિ વહે,
એ જ ભાવના સહ પત્ર પૂર્ણ કરું છુંજી. (બી-૩, પૃ.૩૬૫, આંક ૩૬૬) T આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કાં ન કહી દેવું? (૧૫૭-૧૮)
કર્મ બંધાયેલાં છે. તે સમયે સમયે જાય છે, તેથી જીવ મોક્ષ જ પામે છે; પણ પાછાં નવાં બાંધી લે છે, તેથી મોક્ષ થતો નથી. પરમકૃપાળુદેવે બહુ વિચારણા કરી છે. (બો-૧, પૃ.૩૨૮) ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! (૧૫)
બાળપણે આપણ સસનેહી, રમતા નવ નવ વેશે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે.
હો ! પ્રભુજી, ઓલંભડે મત ખીજો” જ્ઞાનીકી ગતિ જ્ઞાની હી જાણે” એ વચન પ્રમાણે, તે મહાપુરુષનો આશય તે જ જાણે; પણ આપણે તેનાં બીજાં વચનોને આધારે, આત્માર્થને અનુકૂળ અર્થ કરી, તેનો આશય સમજવા પ્રયત્ન કરીએ તો તેમાં અડચણ જેવું જણાતું નથીજી. પત્રાંક ૨૦૧માં પોતે લખે છે : “.... અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ; અને તમારો સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. સત્સંગની અત્ર ખામી છે; અને વિકટ વાસમાં નિવાસ છે.” એ આખો પત્ર વાંચવા-વિચારવાથી, જે પદની તેઓશ્રીને પ્રાપ્તિ થઈ છે, તે ટકાવી રાખવામાં કેટલી મુશ્કેલી પડતી હશે અને તેમાં સાંસારિક પ્રવૃત્તિ કેટલી બાધક સમજાતી હશે તથા સત્સંગની ઝંખના કેટલી છે, તે જણાવવા પરમાત્માનાં “અપલક્ષણ'રૂપ ઠપકો, ભક્તિભાવે પરમાત્માને આપ્યો જણાય છેજી. તે જ વાત અન્ય પત્રમાં પ્રગટ કરી છે: “નિરંજનપદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળગતિ પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે ! હવે અમે અમારી દશા કોઇ પણ પ્રકારે