________________
''પ્રભુપદ દૃઢ મન રાખીને, કરવો સૌ વ્યવહાર;
વિરતિ, વિવેક વધારીને, તરવો આ સંસાર.'' લોઢાનું સોનું બનાવે, તેવા પારસમણિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન, એવો આ મનુષ્યદેહ પ્રાપ્ત થયો છે; તેને પશુની પેઠે આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહ એકઠો કરવા અર્થે ગાળવા યોગ્ય નથી. પૂર્વ-પ્રારબ્ધ પ્રમાણે ગમે તે પ્રવૃત્તિ કરવી પડે, ગમે તે દૂર દેશમાં રહેવું પડે, સુખદુ:ખ દેખવાં પડે, પણ ન્યાયનીતિ અને આત્મકલ્યાણનો લક્ષ ભૂલી જવા યોગ્ય નથી. સદ્ગુરુની આજ્ઞા એ જ કલ્યાણનું કારણ છે. તેથી તેનો વિચાર, તેની ભાવના, સત્સંગ યોગે જે શ્રવણ કરેલો બોધ, તેમાં વૃત્તિ રાખી, ધર્મભાવના પોષતા રહેવા યોગ્ય છે. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, મરણ, આત્મસિદ્ધિ, સામાયિક પાઠ વગેરે કલ્યાણનાં નિમિત્તો માટે વખત બચાવી, સત્સંગના વિયોગમાં વિશેષ ઉત્સાહથી વર્તવું. (બી-૩, પૃ.૭૬, આંક ૬૫) 0 પૈસાની કિંમત લાગી છે તો આપણે તેને માટે દિવસનો ઘણો ભાગ પૈસા કમાવામાં ગાળીએ છીએ; વિષયભોગ સુખરૂપ છે, એમ અંતરમાં લાગ્યું છે, ત્યાં સુધી રાત્રે તેને માટે જાગીને પણ વૃત્તિને પોષીએ છીએ; કીર્તિની મીઠાશ લાગી છે, તો પરદેશ જઈ દુ:ખ વેઠી કમાણી કરેલું ધન, લોકલાજમાં અને સારું દેખાડવામાં હોંશથી ખરચીએ છીએ; તેમ જ્યારે આત્મા માટે લગની લાગશે, ત્યારે એને માટે સર્વસ્વનો ભોગ આપતાં પણ પાછી પાની નહીં કરે; પણ એ દિવસ ક્યારે આવશે? આ ભવમાં તેને માટે શું કરીએ છીએ ? નહીં ચેતીએ તો શી વલે થશે? એવો ડર કેમ રહ્યા કરતો નથી? તેનો દરેક મુમુક્ષુજીવે, એકાંતમાં, વિચાર કરતા રહેવાની જરૂર છેજી. શ્રી ભરતેશ્વર શ્રી ઋષભદેવજીને વિનંતી કરે છે :
આ સંસારે રે હું હજી ડૂબિયો, પામ્યો ન કેવળજ્ઞાન; ક્યારે ક્યારે રે હે પ્રભુ ! આપશો આ બાળકનેય ભાન ?
જાગો હે! જીવો રે મોહ કરો પરો. ભાર ઉતારો ગહન ભવચક્રનો, ગમતા નથી આ ભોગ; તારો તારો વિભાવ-પ્રવાહથી, ઘો નિત્ય શુદ્ધ ઉપયોગ. જાગો, એક અટૂલો રે રડવર્ડ રાજ્યમાં, દુઃખી અંધા સમાન; દીધું આપે રે ભૌતિક રાજ્ય આ, ઘો હવે કેવળજ્ઞાન. જાગો.''
(પ્રજ્ઞાવબોધ પુષ્પ-૧૦૪) જાગ્રત થવાની જરૂર છેજી. સપુરુષના આશ્રિત થઈ, આપણે હવે ક્યાં સુધી કુંભકર્ણની પેઠે ઊંધ્યા કરીશું? (બી-૩, પૃ.૪૧૪, આંક ૪૨૧). આ કાળનાં અનિશ્રિત, ટૂંકા આયુષ્ય છતાં મોહને લીધે તેની સફળતા સાધવાનું જીવને સૂઝતું નથી. પરીક્ષિત રાજાને ખબર પડી કે સાત દિવસનું હવે આયુષ્ય છે, તો રાજપાટ તજી, ગંગાકિનારે જઈ તપશ્ચર્યા આદરી; તે સમાચાર જાણી તે તરફના મુનિઓ ત્યાં એકત્ર થયા; ધર્મધ્યાન અર્થે તે સંમેલન