________________
४८० આપના પુત્ર ગણાતા આત્માએ આ ક્ષેત્ર ત્યાગી, અન્યત્ર વાસ કર્યાના સમાચાર લખ્યા; તે ઉપરથી આપણને જે મનુષ્યભવ મળ્યો છે, તે એવો જ ક્ષણભંગુર છે એમ વિચારી, પ્રમાદમાં બધું વહ્યું ન જાય તેવી કાળજી રાખી, બહુ આદરભાવ સહિત, પરમકૃપાળુદેવ પ્રત્યે અપૂર્વ ઉપકારની સ્મૃતિસહ, ભક્તિ
કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૨૭, આંક ૫૭૬) D આપનાં માતુશ્રી નવા વર્ષની શરૂઆતમાં જ દેહ ત્યાગી ચાલ્યાં ગયાં, તે સમાચાર જાણ્યા. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે વૃદ્ધ, ગ્લાન, અપંગ, કે અશક્તદશા પણ મનુષ્યપણાની ક્યાંથી ? જેવું મનુષ્યભવમાં ધર્મનું આરાધન સુલભ છે તેવું બીજી ગતિમાં નથી; એ મૂડી તેઓની ખલાસ થઈ ગઈ; પણ જ્યાં સુધી આપણી મૂડી આપણા હાથમાં છે, ત્યાં સુધી વિચારવાન મુમુક્ષુપણે, તે મૂડીનો સદ્ભય થાય, તેની કાળજી આપણ સર્વને ઘટે છેજી. કોઇ વખતે એવું પણ પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા : “આ જીવ શું કરવા આવ્યો છે? અને શું કરે છે?' તે લક્ષ ચૂકવા જેવો નથી. તમને ઉદ્દેશીને જ આ લખતો નથી, મારાથી પણ તે, જોઇએ તે રીતે, લક્ષ રાખી શકાતો નથી, તેનો માત્ર બળાપો પ્રદર્શિત કર્યો છેજી. ઘેર-ઘેર માટીના ચૂલા છે, દુખિયા છીએ; પણ દુઃખનું ભાન પણ થવું મુશ્કેલ થઇ પડયું છે. એવી મૂર્છા-અવસ્થા ટાળવાની ભાવનાવાળા છીએ, તેથી તે મહાપુરુષના વચનની સ્મૃતિ – પોકાર કાને આવે
તો સર્વને હિતકારી જાણી, લખવાનું થાય છેજી. (બી-૩, પૃ.૫૦૪, આંક ૫૪૩) I આયુષ્ય ક્ષણે-ક્ષણે નાશ પામે છે અને મરણ સમીપ જીવ વહ્યા કરે છે. તેનો વિચાર કરતાં સૌનાં શરીર બળતા ઘર જેવાં છે. તેમાં નિરાંતે સૂઈ રહી સુખ માનવું, તે મૂર્ખાઈ છે; પણ બળતા ઘરમાંથી કીમતી ચીજો કાઢી લઈ બચાવીએ, તે ડહાપણ કહેવાય; તેવી રીતે નાશ પામતા આ શરીર દ્વારા ધર્મ-આરાધન જેટલું કરી લીધું, તેટલું આત્મહિત તેણે કર્યું ગણાય. મરતા માણસને બેઠો કરે, તેવું અમૃત કોઈ દેવે આપણને આપ્યું હોય, તેને પગ ધોવા માટે ઢોળી દેવું, એ મૂર્ખતા છે; તેમ મોક્ષ મળે તેવો મનુષ્યદેહ ભોગ, મોજશોખમાં ખોઈ દેવો, તે પણ મૂર્ખતા જ છે. માટે મનુષ્યભવની મૂડી વ્યર્થ ન ખોવાઈ જાય, તેવી આખા ભવમાં કાળજી રાખવી. (બો-3, પૃ.૬૬૬, આંક ૭૯૬) D મનુષ્યભવમાં અત્યારે ખરો અવસર આત્માનું કલ્યાણ કરવાનો આવ્યો છે; તે વખતે પ્રમાદ કરી, દેહ કે ધંધાનાં કાર્યો પાછળ ભવ ગાળી નાખીશું તો આખરે પસ્તાવું પડશે. માટે તૂટેલૂંટ, લેવાય તેટલો લહાવો લઈ લેવો. લખચોરાસીના ફેરામાં પછી શું બનવાનું છે? મોહરૂપી ઊંઘમાં જગત આખું પડયું છે, તેમાંથી પૂર્વના પુણ્ય સદ્ગુરુનો યોગ અને સત્સાધન પ્રાપ્ત થઈ ગયાં, તો હવે લઈ મંડવું. ઘણાં વર્ષો ભાન વગરની દશામાં ગયાં. હવે સપુરુષનો યોગ થયા પછી તેવા ને તેવા રહી જઈશું તો આ યોગ મળ્યો, તે
ન મળ્યા જેવો અફળ ગણાશે. તેમ થઈ ન જાય માટે ચેતવાનું છે. (બી-૩, પૃ.૨૩૨, આંક ૨૨૭) D જ્યાં સુધી મનુષ્યભવ છે ત્યાં સુધી, તે આશ્રયે અને પરમકૃપાળુદેવના અવલંબને બનશે, તેટલું અન્ય કોઈ ભવમાં બનવા યોગ્ય નથી, એ વારંવાર આપણે સાંભળ્યું છે અને માન્યું છે; તો વિશેષ કાળજી રાખી, તે ભાવના વધારી, આત્મકલ્યાણનાં ઉત્તમ નિમિત્તોમાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૯૨, આંક ૮૪).