________________
( ૩ )
જેમ એક ધણી ધાર્યો, તેની માન્યતા બાઈઓ મરણ સુધી ટકાવી રાખે છે, તો મરદ તેટલું પણ ન કરી શકે ? જે જે સુખદુ:ખાદિ પ્રસંગો છે તે ભક્તજનોને પરમકૃપાળુદેવની પરમકૃપારૂપ સમજાય છે. “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.” (૩૦૧) એવું પરમકૃપાળુદેવનું કથન તેને માન્ય થયું હોય છે; તેથી જેમ ગળ્યો પ્રસાદ પ્રસન્ન ચિત્તે આરોગે છે, તેમ કડવો પ્રસાદ પણ તેટલી જ પ્રસન્નતાથી વધાવી લે છે. તેમાં પરમકૃપાળુદેવની કૃપાનું તેને દર્શન થાય છે. નાના બાળકોને તેની મા એક સ્તનમાં દૂધ ખલાસ થઇ જવાથી, ત્યાંથી વછોડી બીજા સ્તને લઈ જવા તેનું માથું ફેરવે છે, પણ બાળકને ભાન નથી તેથી રડે છે અને મને મારી મા ધાવતાં છોડાવી લે છે એમ માની ક્લેશ કરે છે, પણ બીજા સ્તને તેને મૂકે છે ત્યારે શાંત થાય છે; તેમ પરમકૃપાળુદેવના આશયનું ભાન ન હોવાથી જીવ સંકલ્પ-વિકલ્પ કરી દુઃખી થાય છે, પણ પરિણામ આત્મઉન્નતિને પોષક સમજાય ત્યારે ક્લેશ દૂર થઈ શાંતિ થાય છે. જેને શ્રદ્ધા સતત ચાલુ રહે છે તેને ક્લેશનું સ્વપ્ન પણ આવતું નથી.
(બી-૩, પૃ.૫૧૪, આંક ૫૫૬). - શરીરના ફેરફારો શરીરના ધર્મોરૂપે માનવા અને આત્માના ધર્મો ન વિસરાવા અર્થે
પરમકૃપાળુદેવની કૃઢ શ્રદ્ધા પરમ હિતકારી, વિશેષ કૃઢ થવા અર્થે જાણે લખાયો હોય તેવી તથા સત્તામાં રહેલી અવ્યક્ત અશ્રદ્ધાને નિર્મૂળ કરે તેવો, તેઓશ્રીની અનંત કરુણાથી પ્રેરાયેલો અપ્રગટ પત્ર (૬૮૦) આપ સર્વને પોતાને જ અર્થે વાંચી-વિચારી, હૃયના ભાવ ઉલ્લાસિત થવા ઉતારી મોકલું છું. આપે આ પત્ર વખતે વાંચ્યો પણ હશે; પણ સ્મૃતિ તાજી થયે શ્રદ્ધાબળ વર્ધમાન થવા યોગ્ય, એક પ્રકારની નિશ્ચિંતતા-અંતઃસંતોષ વર્ધમાન થવા યોગ્ય જાણી, નકલ કરી મોકલી છે.
પ્રથમ નમું ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન.” - રોજ બોલીએ છીએ તે પ્રબળપણે આ પત્રથી સમજાઈ, સચોટ થાય તેવું છે. નિર્ભયતા વધે તેમ છેજી. ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ, વિમલ જિન દીઠાં લોયણ આજ.”
(બો-૩, પૃ.૨૬૦, આંક ૨૫૪)
“પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમ જ્ઞાન સુખધામ;
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.' વૈરાગીના જીવન-વૃત્તાંતમાંથી વૈરાગ્યની વાત હોય તે ગ્રહણ કરવા યોગ્ય છે. બાકી ચમત્કાર દેખાડી યોગ સિદ્ધ કરવો એ મહાત્માનું લક્ષણ નથી, એમ પરમકૃપાળુદેવે પત્રાંક ૨૬૦માં નથુરામ શર્મા વિષે લખ્યું છે. પરમકૃપાળુદેવ જેવા આ કાળમાં કોઈ નજરે આવતા નથી. તે સિવાય ક્યાંય મન રોકવા જેવું નથી, એમ મને તો લાગે છેજી, બીજી વસ્તુઓમાં મન રાખીને જીવે પરિભ્રમણ અનંતકાળ સુધી કર્યું. હવે તો સતીની પેઠે એ એક જ ગ્રહણ કરવા યોગ્ય છેજી. વૃત્તિનો વ્યભિચાર એ જ કર્મબંધનું કારણ છે. આપ તો ગુણગ્રાહી છો એટલે ગમે તે વાંચો પણ તેમાં તણાઓ તેવાં નથી અને તેવાને તજીને પરમકૃપાળુદેવને પરણ્યા છો એટલે કંઈ લખતો નથી. બાકી યોગ અને ચમત્કારમાં જગત ગાંડું બની જાય તેમ છે; પરંતુ તેથી આત્માનું કંઈ કલ્યાણ નથી. (બી-૩, પૃ.૭૩૬, આંક ૯૦૨)