________________
(૨૪૩ આમ ગૂઢ શાસ્ત્રની વાત પરમકૃપાળુદેવે સમજાય તેવી સ્પષ્ટ શબ્દોમાં કરી છેજી. (બી-૩, પૃ.૨૩૬, આંક ૨૩૨)
જ્ઞાનીના પાય સેવે તે, પામે છે તેની જ દશા; બત્તી જેમ અડયે અન્ય, દીવે દીવો જ થાય છે. બીજા દેહતણું બીજ, આ દેહમાં આત્મભાવના; વિદેહ-પ્રાપ્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. સદ્ગુરુ ચરણ જહાં ધરે, જંગમ તીરથ તેહ તે રજ મમ મસ્તક ચઢો, બાળક માગે એહ. સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ;
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.” આપના સર્વ પ્રશ્નોનો આશય, એક સમ્યક્દર્શન કેમ પ્રાપ્ત થાય એ છે, કારણ કે તેથી મોક્ષમાર્ગ અવશ્ય પ્રાપ્ત થાય છે. તેનો ઉત્તર આત્મસિદ્ધિમાં અને અનેક પત્રોમાં પરમકૃપાળુદેવે આપેલો છે.
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ.''
અથવા આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન;
જે જ્ઞાને લય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” મહપુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગધ્રુત ચિંતવના અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપવૃષ્ટિ સહજમાં પરિણમે છે.” (૮૬૦)
અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.” (૪૯૩) આપે વાંચેલ હશે, તેમ છતાં ટૂંકામાં, તે પરમપુરુષે કહેલું જ, કહ્યું છે. (બી-૩, પૃ.૧૯૨, આંક ૧૯૫)