________________
૧૩) સત્સંગ, બોધ અને સદ્વિચારની જીવને ખાસ જરૂર છે; તે ખોટ પૂરવા ખરેખરો પુરુષાર્થ આ ભવમાં કર્તવ્ય છેજી. રોજ મરણનો વિચાર કરી વૈરાગ્યમાં વૃદ્ધિ કરતા રહેવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૨૪૦, આંક ૨૩૪) તમારા ભાઈને તો તે અત્રે આવ્યા તે જ દિવસે સત્પરુષે જણાવેલ સાધન મળી ચૂક્યું છે, પણ કહેતા-કહેતી સાંભળી લઇ આરાધના કરવાથી યથાર્થ લાભ થતો નથી. જાતે જ એક વાર આવી જવા યોગ્ય છે. જેટલી તેમાં ઢીલ થાય છે તેટલી કલ્યાણ થવામાં પણ ઢીલ સમજવા યોગ્ય છેજી. રૂબરૂમાં જણાવવા જેવી વાત, કાગળથી જણાવવા યોગ્ય નથી. પોતાની ઇચ્છાએ જપ, તપ, ઉપવાસ જીવે અનંત વાર કર્યા છે, પણ હજી દિશાનું પણ ભાન નથી કે કેવી રીતે કલ્યાણ થાય. ઉપવાસ કે નામનો જે જાપ કરતા હો તે, વિષયભોગ કે ગાળો ભાંડવા કરતાં સારાં છે પણ મોક્ષનો રસ્તો તેથી જુદો છે. આપણે આપણા કાંટાએ તોળીએ કે મને સંસાર પ્રત્યે આટલો પ્રેમ છે અને આટલો પ્રેમ ઊઠયો છે, તે બધી કલ્પના છે. ઊંઘતો માણસ પાસું ફેરવે, ઉત્તર ભણી મુખ હોય તે દક્ષિણ ભણી થાય પણ ઊંઘતો ને ઊંઘતો જ હોય છે, ભાન વિનાનો હોય છે. વૈરાગ્ય વધે તેવું વાંચન-વિચાર પ્રથમ કર્તવ્ય છે, સાથે ભક્તિ કર્તવ્ય છે. પછીથી કંઈક સમજણ-માહિતી મેળવવા ઉપવાસ આદિ ધર્મસાધનમાં જોડાવા યોગ્ય છેજી. સહેલામાં સહેલો સત્સંગ છે. પહેલાંમાં પહેલો પણ તે જ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૧૭૦, આંક ૧૭૫) J જે જે ફળ પ્રાપ્ત થાય છે તે પુણ્યપાપની રચના અત્યારે જણાય છે; પણ ત્યાં અટકી નહીં રહેતાં, દુર્ગાનથી છૂટવા સરુનું શરણ, તેની આજ્ઞા, ભક્તિભાવ આદિ શુભભાવમાં જીવ પ્રવર્તે તો તેવા પ્રસંગો જોવાનો ફરી પ્રસંગ પ્રાપ્ત ન થાય અને જો સદ્ગુરુકૃપાથી ધર્મધ્યાનમાં પ્રવર્તે તો કોટિ કર્મનો ક્ષય થઈ જાય. વાયુધારણા, જલધારણા આદિ ધર્મધ્યાનના ભેદો છે; તે જ સાંભળ્યા હોય તો જીવને સંસાર પ્રત્યેથી વૃત્તિ દૂર થઈ આત્મકલ્યાણ તરફ વળી જાય તેવા એજી. તાત્કાલિક પ્રસંગો કે આ જમાનાને લગતા પ્રસંગોમાં જીવને વિશેષ ગૂંચવી નાખવા યોગ્ય નથીજી; પણ જ્ઞાની પુરુષે દીર્ઘદ્રષ્ટિથી શાશ્વત આત્મા તરફ દૃષ્ટિ દેવા જે બોધરૂપી ધોધ વરસાવ્યો છે, તે તરફ લક્ષ દેવા ભલામણ છેજી. પોતાની ફરજ સમજાય અને ચિત્તની પ્રસન્નતાને અર્થે, તે અંગે કંઈ કાર્ય કરવું પડે તેનો નિષેધ નથી; પણ લક્ષ તો આ આત્મા અનંતકાળના કર્મપ્રવાહમાં તણાઈ રહ્યો છે, તેની શી વલે થશે ? આ કર્મનું
પૂર ક્યારે ચાલ્યું જશે? તેની ચિંતના, ઝૂરણા વિશેષ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૩૧૩, આંક ૩૦૧) T સત્સમાગમનો વિયોગ છે ત્યાં કલ્યાણનો પણ સામાન્ય રીતે વિયોગ છે, પરંતુ વિયોગના વખતમાં જો સપુરુષ, તેનો ઉપકાર, તેની પરમાર્થની ધગશ સ્મૃતિમાં વારંવાર લાવી ઉદાસીનતા મેરાતી હોય તો વિયોગમાં પણ કલ્યાણ થાય છે, એમ પરમકૃપાળુદેવ કહે છે; તે માન્ય કરી દૂર રહ્યાં છતાં, આશ્રમનું વાતાવરણ અને પ.પૂ. પ્રભુશ્રીજીની સ્મૃતિ તથા તેમણે જણાવેલી પરમકૃપાળુદેવની ભક્તિમાં પ્રેમ રાખશો તો ત્યાં રહ્યાં-રહ્યાં પણ પરભવ સુધરે તેવો લાભ થઈ શકે તેમ છે. (બો-૩, પૃ.૬૭૩, આંક ૮૦૭)