________________
(૯૦)
ઇચ્છાથી કોઇની રાહ જોઇને ઊભેલા માણસ જેવી મારી સ્થિતિ મને લાગે છે. કોઈ-કોઈ વાર એમ થઈ આવે છે કે કાવિઠાના કલ્યાણજી ડોસા તથા મગનભાઈ તારમાસ્તરને આપ સ્પષ્ટ શબ્દોમાં જંજાળ છોડી સપુરુષને આશરે આવવાનું કહો છો તેમ મને પણ કહેશો જ, એવી આશા રાખીને હું પણ બેઠો છું: અને જ્યારે આજ્ઞા મળશે ત્યારે વિના વિલંબે આપની સેવામાં હાજર થઇ જવું, એવો નિશ્ચય કરી રાખ્યો છે; કારણ કે આપની આજ્ઞા થઈ એટલે તેમાં કોઈ પણ જાતનું વિચારવાનું જ રહેતું નથી, એવું હું ભણ્યો છું. “યાજ્ઞા ગામવિવારવા'' ગુરુની આજ્ઞા મળતાં તે યોગ્ય છે કે કેમ તેનો વિચાર જ ન આવવો જોઇએ, માત્ર તેને અમલમાં મૂકવી ઘટે. આપના વિરહના પાંચ-સાત માસમાં મારે યોગ્યતા મેળવવા શું શું કરવું, તેના પત્રની રાહ જોઉં છું. લિ. આપનો દાસાનુદાસ દીન કિંકર ગોવર્ધનભાઈ કાળિદાસના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ સ્વીકારશોજી. (બો-૩, પૃ.૧૫, આંક ૨).
અનન્ય શરણના આપનાર એવા શ્રી ગુરુદેવને
અત્યંત ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! પરમ પૂજ્ય સ્ક્રય વિશ્રામી, સાચા માર્ગને દીપાવનાર અને આ બાળક જેવા અનેક જીવોને સંસારસાગરમાંથી ઉદ્ધારી ધર્મના સત્સુખમાં સ્થાપનાર, પરમ કરુણાના સાગર, આંધળાની લાકડી સમા એકના એક આધાર, શાંતિના પરમ નિધાનરૂપ એવા શ્રી સ્વામીશ્રીશ્રીશ્રીની પવિત્ર સેવામાં દાસાનુદાસ સંતચરણકમળની સેવાનો ઈચ્છક ગોરધનભાઈના સવિનય સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર પ્રાપ્ત થાય. આપ પ્રભુના સમાચાર મુનિદેવ શ્રી મોહનલાલજીના ઉપર લખાયેલા પત્રો દ્વારા તથા ત્યાંથી અત્રે પધારતા મુમુક્ષુભાઈઓ દ્વારા મળતા રહે છે, એ આપ પ્રભુની પરમ કરુણા છે. આપના વિરહના કાળમાં મુનિદેવ શ્રી મોહનલાલજીનો સમાગમ આપની કૃપાથી પ્રાપ્ત થયો છે, તેથી આપનાં પ્રત્યક્ષ દર્શન માટે વર્તતી અધીરાઈ કંઈક અંશે શમી છે. મુનિશ્રીની સાથે સવારમાં વહેલા ચાર-પાંચ વાગ્યે બેએક કલાક વાંચવાનું બને છે, બપોરે પત્રો કે અન્ય પ્રસંગમાં એક-બે કલાક જાય છે, અને સાંજનો એકાદ કલાક મળે તો મળે, નહીં તો રાત્રે દોઢેક કલાક સદ્ધાર્તા કે વાંચનમાં અને ભજનમાં જાય છે. અર્ધ ચોમાસું લગભગ મુનિશ્રીએ આણંદમાં કર્યા જેવું થયું છે. તે તેમનો અશાતાનો ઉદયકાળ અમારા જેવાને તો શુભ નિમિત્ત નીવડયો છેજી, પ્રભુ. હવે અઠવાડિયા પછી પંદર દિવસની રજાઓ નિશાળમાં પડે છે. તે રજાઓ પણ આવા જ ક્રમમાં જાય, એવી ઈચ્છા રહ્યા કરે છે. ધર્મના કોઈ ને કોઈ કામમાં કાળ જાય તો સારું, એવી અંતરમાં ભાવના રહ્યા કરે છેજી; તો ભાઈ મગનલાલ તારમાસ્ટર મારફતે કે પત્ર દ્વારા તે દિવસોમાં શું ખાસ લક્ષમાં રાખવું તે જણાવવા કૃપા કરશોજી, પ્રભુ. ભાઈ મગનલાલને મેં મોઢેથી વાત કરી છે કે પ્રભુશ્રીને મારી વતી એટલી વિજ્ઞપ્તિ કરશો કે આ જીવ અધીરો થઈ ગયો છે; તે પ્રભુશ્રીનો સમાગમ એક વર્ષ ઓછામાં ઓછો કરવા તીવ્ર ઈચ્છા રાખે છે. તેમ છતાં આજ્ઞા તો સદાય શિરસાવંદ્ય છે. છતાં આ ઇચ્છા તેમનાથી વખતે દર્શાવી શકાય કે નહીં એમ જાણી, આજે કાગળ પર ચીતરવા પ્રયત્ન કરું છું. એમ વિચાર રહ્યા કરે છે કે ઓછામાં ઓછું એક વર્ષ આપ જે જે સ્થળોએ વિહાર કરવાના હો તે તે સ્થળોમાં આપની સેવામાં, લક્ષ્મણ રામની સાથે વનવાસમાં રામ જ્યાં-જ્યાં ગયા ત્યાં-ત્યાં સાથે