________________
(૭૦૭) T સંતોષી નર સદા સુખી ગણાય છે. સમજણ વગર સંતોષ આવવો દુર્લભ છે. સમજણ પ્રાપ્ત થવા
સત્સંગની જરૂર છેજી. સત્સંગ આરાધવો હોય તેણે સંસારભાવ ઓછો કરી, સત્સંગે પ્રાપ્ત થયેલી આજ્ઞા, શ્રદ્ધાપૂર્વક આરાધવી ઘટે છે. બીજો સંસાર-સગાંકુટુંબીઓનો પ્રતિબંધ પણ ઘટાડવો ઘટે છેજી, મીરાંબાઈ ગાય છે :
અબ તો મેરે રાજ, રાજ દૂસરા ન કોઇ;
સાધુ સંગ બેઠ બેઠ, લોકલાજ ખોઇ.” પરમકૃપાળુદેવ અને તેનાં વચનોમાં અહોરાત્ર વૃત્તિ વાળતા રહી, તેમાં જ તલ્લીન થવાય, એવું ત્યાં રહ્યાં પણ બળ કરો, તો થઈ શકે અને સત્સંગમાં તે બહુ ઓછા બળે થાય છે જી.
(બો-૩, પૃ.૪૬૭, આંક ૪૯૨) T આ જીવને સંસારદ્રષ્ટિએ અનેક કામ હોવા છતાં, પત્ર લખવો હોય તો લખી શકે છે, સત્સંગ કરવો હોય
તો વહેલોમોડો થઈ શકે છે, વાંચન-વિચાર-ભક્તિ કરવા હોય તો કરી શકે છે. ધાર્યું ન થાય તો પણ વહેલું મોડું થઈ શકે છે. ખેતરમાં વાવ્યું હોય તેની સંભાળ, જેમ લેવા ધારીએ તો લઈ શકીએ છીએ, તેવી ગરજ જો ધર્મબીજને પોષવાની રાખીએ તો રહી શકે છે; ન રાખીએ તો પાક બગડી જાય. માટે અવારનવાર સત્સંગની જરૂર છે. તે કરતા રહેવું. અકળાવાથી, મૂંઝાવાથી કાંઈ વળી શકે નહીં. સત્સંગનો યોગ ન હોય ત્યારે સદ્ધાંચન, સદ્વિચાર, ભક્તિ, સ્મરણ અને સદ્વર્તન આધારરૂપ છે. પરમકૃપાળુદેવમાં પરમ પ્રેમ પ્રગટે અને તેમનાં વચનો અમૃતતુલ્ય લાગે તેમ સંસારપ્રેમ સંક્ષેપવા સત્સંગ સર્વનું મૂળ છે. તેની ખામી તેટલી બધામાં ખામી. (બી-૩, પૃ.૭૧૦, આંક ૮૫૬) | મારી સલાહ તો આપને પ્રથમ આશ્રમમાં રહી, સત્સંગ કરવા વધારે વખત મેળવવાની છે. જો પ્રથમ
દ્રઢ શ્રદ્ધા થઈ હશે તો ચિત્રપટ વગેરે રાખો તો ઠીક છે; નહીં તો ધર્મમાં દ્રઢતા ન હોય, આચરણમાં માલ ન હોય તો પરમકૃપાળુદેવને વગોવવા જેવું થાય. માટે સદાચારમાં વૃઢ થતાં શીખો. તે અર્થે સત્સંગ કર્તવ્ય છેજી. સદાચાર ધર્મનો પાયો છે. ઝેર જેવા ઇન્દ્રિયના વિષયો લાગે, તેવો વૈરાગ્ય પ્રગટ કરવો ઘટે છે. અંતરનાં પરિણામ શુદ્ધ થયા વિના કર્મ જાય નહીં, અટકે નહીં. માટે સત્સંગે બધું સાંભળવાનું મળશે, સમજીને વર્તવાનું પણ બનશે; તેથી સત્સંગની ભાવના વિશેષ-વિશેષ વધારી, તે આરાધવા ભલામણ
છેજી. (બી-૩, પૃ.૭૫૬, આંક ૯૪૯) T કંઈ-કંઈ વાંચન-વિચારની પ્રવૃત્તિ આપ રાખતા હશોજી, સત્સંગની આ કાળમાં ઘણી ખામી છે. એક જ લક્ષવાળા મંદ-કષાયી જીવો વિરલા દેખાય તેવો કાળ આવી પહોંચ્યો છે. તેવા પ્રસંગે, જીવે “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.' એ કહેવત પ્રમાણે પ્રમાદ મંદ કરી, આત્મહિતપોષક એવાં પરમકૃપાળુદેવનાં વચનોનો સ્વાધ્યાય નિયમિતપણે કર્તવ્ય છે'. તે સત્સંગની ગરજ સારે તેમ છેજી. (બો-૩, પૃ.૭૫૧, આંક ૯૩૬)