________________
(૭૦૮) D આ કાળમાં પરિણામ સત્સંગયોગે ઉચ્ચ થયાં હોય, તે ટકાવી રાખવા મુશ્કેલ છે. અસત્સંગયોગે જીવને
કેમ થાય છે, તે પ્રત્યક્ષ અનુભવ થયા પછી તેવા પ્રસંગને પહોંચી વળવા જેટલું બળ ન હોય તો જીવે વારંવાર ચેતતા રહેવાની જરૂર છેજી. સત્સંગની જીવને ઘણી જ જરૂર છે. તેવો યોગ ન હોય તો નિર્મળભાવે સદ્ગુરુનાં વચનામૃતનો આશ્રય લેવાથી બળ વધે, પણ મનમાં પરિણામ ચંચળ હોય અને વચનોમાં ચિત્તની લીનતા ન થાય ત્યાં સુધી બળ સ્ફરવું મુશ્કેલ છે. તે વખતે તો -
“અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય;
એ નિશ્રય આવ્યા વિના, સાધન કરશે શુંય?'' એવા ભાવ પશ્ચાત્તાપપૂર્વક વારંવાર કરવાથી, વિષયરૂપ કાદવથી મલિન થયેલું મન ભક્તિના પોકારે પરાણે ઠેકાણે આવે છેજી. અહોરાત્ર સત્સંગની ઝંખના રાખવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૬૩૮, આંક ૭૫૪) [ આ કાળ દુષમ હોવાથી, સારું ફળ આવશે એવું જાણી કરવામાં આવતા સમાગમથી વિપરીત પરિણામ પણ આવે છે, માટે આ કાળમાં કોનો, કેટલો સમાગમ કરવો, તે બહુ વિચારવા યોગ્ય છે. જેથી આપણું જીવન સુધરે, શિથિલતા ન પોષાય તેવો સમાગમ કર્તવ્ય છેજી. પોતાના દોષ જણાતાં, ત્વરાથી તેનો ઉપાય લેવો ઘટે છેજી. દોષને પોષતા રહેવાથી, તે રોગની પેઠે ઘર કરે છે, પછી તેવા દોષ કાઢવા મુશ્કેલ પડે છેજ. તેવો સારો સમાગમ ન હોય તો પરમકૃપાળુદેવનાં વચનો વારંવાર વાંચતા રહેવાથી, તે સત્સંગની ગરજ સારે છે.
(બી-૩, પૃ.૬૪૪, આંક ૭૬૩) | D સત્સંગને નામે જીવ ઠગાય છે. કાળ એવો છે કે પોતાને કંઈક સંસારી વાસના હોય, તે સત્પરુષ સિવાય
બીજાને જણાવવાની જરૂર નથી, કેમ કે બીજાને જણાવે તો, તે વાસનાને પોષ અને પુરુષને જણાવે તો, તેઓ તો કઢાવી નાખે. ‘એ તો મુમુક્ષુ છે ને !' એમ કરી જીવ સંસારી ઇચ્છાઓને પોષે, સંસારી વાતો કરે, એ કંઈ સત્સંગ નથી. બે-ચાર મુમુક્ષુઓ ઓટલા ઉપર બેસી સંસારી વાતો કરે તો કેટલાંય કર્મ બાંધે. વાતો કરતાં-કરતાં ક્યાંય ચઢી જાય છે. એ કંઈ સત્સંગ નથી, કુસંગ છે. સત્સંગને નામે પણ જીવ ઠગાય છે. જીવે બહુ ચેતવા જેવું છે. (બો-૧, પૃ.૩૦૮, આંક ૬૧) અદીનતા
જે મહાપુરુષના આશ્રિત જીવો છે, તે મહાપુરુષોના હદયમાં રહેલી “અદીનતા' સમજે છે, આદરે છે, ભાવે છે અને ઉપાસે છે.
'एगोहं नन्थि में कोइ नाहं अण्णास्स करसइ ।
एवं अदीणमणसो अग्याणं अणुसासइ ।।'' ભાવાર્થ : હું એકલો છું, મારું કોઈ નથી તેમ જ હું કોઈનો નથી, એમ મુમુક્ષુજીવ અદીનભાવે (દીનતા દાખવ્યા વિના પોતાના આત્માને શિખામણ આપે.