________________
૧૫૪૮
દેહ છે ત્યાં સુધી ભક્તિ કરવી. દેહની પાસે મોક્ષનું કામ કરાવી લેવું, પણ એના નોકર ન થવું. ‘દેહ તે આત્મા નથી.' એટલા શબ્દો સાંભળી ગાંઠે બાંધવા, જતા ન કરવા. આત્મા અને દેહ જુદો છે. આત્માને શૂરવીર કરવાનો છે. દેહમાં વૃત્તિ રાખવાથી આત્મા નોકર થઇ ગયો છે.
આ દેહ ઘડા જેવો જ છે. ઘડાને જેમ ગળું હોય, તેમ દેહને પણ ગળું હોય છે. ઘડાને જોનાર જેમ ઘડાથી જુદો છે, તેમ શરીરને જાણનાર આત્મા શરીરથી જુદો છે. બે વસ્તુમાંથી દેહમાં ગૂંચાઇ ગયો છે. બંનેને એક ગણી બેઠો છે. ‘‘આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.'' એ ભૂલી ગયો છે. દેહને ગૌણ કરે તો ધર્મ પ્રગટે એવો છે.
જ્ઞાનીનાં વચનોમાં તલ્લીનતા રાખે તો કામ થાય. ‘‘હું આત્મા છું, રાખવાં, હ્દયમાં કોતરી રાખવાં; પણ જીવ ભૂલી જાય છે. આ સમ્યક્ત્વ થાય.
દેહ નથી'' આટલાં વચનો યાદ વચનો જેને માન્ય થાય, તેને
જાણનારને માનવો છે, જોનારને જોવો છે. દેહના ફેરફારમાં રાજી ન થવું, તેમ ચિંતા પણ ન કરવી. પોતાનો દેહ જાડો છે, પાતળો છે એમ ગણવું નહીં, તેમ બીના દેહનું પણ ન ગણવું. એ તો બધા ઘડા છે. એમાં વૃત્તિ રાખવી નથી. ભૂલવણી છે, તે કાઢવા માટે જ જ્ઞાનીપુરુષે આ અમૃત વરસાવ્યું છે. ‘‘આત્મા તે દેહ નથી.’’ આટલું હૃદયમાં કોતરી રાખવું. બેય ભિન્ન પદાર્થો છે. એ ભુલાય નહીં, એવું દૃઢ કરવાનું છે. એવું દૃઢ થયું હોય તો મરણ પાસે આવે તોય કંઇ ભય ન લાગે. વારંવાર વિચારીને, દૃઢ કરીને આપણા હૃદયમાંથી ખસી ન જાય, એવું કરવું. અનંતકાળના કર્મો કપાઇ જાય, એવું આ હથિયાર જ્ઞાનીએ આપ્યું છે.
‘છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.'' આ જ ખાસ લક્ષ કરવા યોગ્ય છે. વારંવાર જ્ઞાનીને આ જ કહેવું છે; પણ જીવને ટકતું નથી. જ્યાં સુધી જીવને મોહ છે ત્યાં સુધી બાહ્યભાવ રહે છે. (બો-૧, પૃ.૩૧૮)
E પત્રાંક ૪૪૯.
જીવને કલ્યાણ કરવું હોય તો બધા કરતાં ઉત્તમ સાધન સત્સંગ છે. થોડા કાળમાં ઘણું કામ થઇ જાય. પ્રભુશ્રીજી કહેતા કે સત્સંગમાં કોટી કર્મ ખપે છે. સત્સંગમાં જગત ભૂલી જવાય છે. એમાં એકાગ્રતા થવાથી ઘણાં કર્મો નિર્જરે છે. અત્યારે આઠેય કર્મનો ઉદય છે, પણ જ્ઞાનીનાં વચનોમાં ઉપયોગ છે, તેથી કર્મ આવી ચાલ્યાં જાય છે. ચોથા કાળમાં પણ સત્સંગ દુર્લભ હતો, તે આ કાળમાં દુર્લભ હોય, એમાં નવાઇ નથી. સત્પુરુષના ચરણસમીપનો નિવાસ દુર્લભ છે.
સત્પુરુષ એટલે જેણે આત્મા જાણ્યો છે; એવા જ્ઞાનીને પ્રવૃત્તિ હોય, તે પ્રવૃત્તિ નથી. જ્ઞાનીની પ્રવૃત્તિ ગરમ પાણીની પેઠે છે, પણ સ્વભાવ તો શીતળ જ છે. પ્રવૃત્તિ કરવા છતાં જ્ઞાનીને કર્મોની નિવૃત્તિ થાય છે, સમાધિ રહે છે; તેમ છતાં જ્ઞાની, નિવૃત્તિ હોય તો સારું, એમ ઇચ્છે છે. જ્ઞાનીને નિવૃત્તિ હોય તો બીજા જીવોને પણ ઉપકારક થાય. જ્યાં જેને રસ લાગ્યો હોય ત્યાં તેનું મન જાય. પરમકૃપાળુદેવને વેપાર કરવો પડતો છતાં ત્યાં બેઠાં પણ સત્સંગ, વન, ઉપવન, સદ્ગુરુનો જોગ, જે પહેલાંના ભવમાં થયેલો, તે સાંભરી આવતો; પણ જે કર્મો પોતે બાંધ્યાં છે, તે તો ભોગવવાં જ પડે છે.