________________
(૪૧૩ મધ, બિચારા અજ્ઞાની લોકો દવામાં ખાય છે અને તેથી બહુ કર્મ બંધાય છે. માને કે એનાથી રોગ મટશે, પણ ઊલટો રોગ વધે છે તેનું ધ્યાન નથી. જેટલી યોગ્યતા ઓછી હશે, તેટલું રખડવું પડશે. (બો-૧, પૃ.૪૧, આંક ૧૩) I પૂ. ....ને જણાવવાનું કે સાત વ્યસન, સાત અભક્ષ્યના ત્યાગમાંથી તમે જેટલા નિયમ લીધા
હશે, તે તમારા તત્ત્વજ્ઞાનને છેલ્લે પાને લખી આપેલા હશે. યાદ ન હોય, અને તત્ત્વજ્ઞાન પણ પાસે સચવાઈ રહ્યું ન હોય તો પૂ. .... સાથે વાતચીત કરી, સાત વ્યસન અને સાત અભક્ષ્યમાંથી કેટલી ચીજનો આજથી આખી જિંદગીપર્યંત ત્યાગ થઈ શકશે તે નક્કી કરી, બીજા કોઇ નિયમની (બ્રહ્મચર્ય આદિની) ભાવના હોય, તે વિષે પણ ટકી રહે તેટલી મુદ્દતનો, વિચાર કરી નિયમ લેવો હોય તો લખશોજી. આ તો દ્રવ્યત્યાગની વાત કરી, તે વાડરૂપ છે. પાપરૂપ પશુને દૂર રાખવા પૂરતી છે. ધર્મધ્યાન થવા અર્થે પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવેલ ત્રણ પાઠ - “હે પ્રભુ! હે પ્રભુ !''ના વીસ દોહરા, ‘યમનિયમની આઠ કડી, ક્ષમાપનાનો પાઠ - એ નિત્યનિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લીધો છે, તે નિયમ જાણીજોઇને તોડવો ઘટતો નથી. મુખપાઠ બોલતાં પૂરું ધ્યાન ન રહે તો, તત્ત્વજ્ઞાનમાં જોઇને પણ પા કલાક જેટલો વખત તેમાં ગાળવો ઘટે છેજી. નિયમ લઈને તોડે તો માનસિક નિર્બળતાનું તે કારણ છે. મનોબળ વધારવું ઘટે, તેને બદલે મંદ થવાનું તે કારણ છેજી. આપણી કલ્પનાએ બીજામાં મન રોકાતું હોય તોપણ ત્રણ પાઠ તો જરૂર રોજ કરવા યોગ્ય છે અને મંત્રની માળા પણ નિયમિત ગણવી. પોતાની શક્તિ પ્રમાણે માળાનો નિયમ રાખવો, પણ એક માળા તો ઓછામાં ઓછી રાખવી ઘટે. માળા વિના પણ સ્મરણમાં બને તેટલું ચિત્ત રાખવાથી ધર્મધ્યાન થાય છે. જે આજ્ઞા મળી છે, તેને આધારે જે પુરુષાર્થ થાય છે, તે ધર્મધ્યાનનું કારણ છેજી, (બો-૩, પૃ.૫૨૮, આંક ૫૭૭) પચખાણ સંબંધી આપ બંને ભાઇઓએ દર્શાવ્યું છે, તેના ઉત્તરમાં પરમ દયાળુ ભાવદયાસાગર પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે પરમોત્કૃષ્ટ ઉપકારી દેવાધિદેવ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રદેવના ચિત્રપટ સન્મુખ ઊભા રહીને, જે પ્રમાણે પચખાણ લેવા ધાર્યું હોય તે મનમાં ચિંતવી, ત્રણ વાર નમસ્કાર કરી, આજ્ઞા લઈ લેશો એટલે ભાવપચખાણ તમારે થયું. જેટલા વખત સુધીનું અને જેટલી વસ્તુઓનું જેમ લેવું હોય તે કાગળ કે નોટમાં નોંધી રાખશો અને ઉપયોગપૂર્વક પાળશોજી. ઈન્દ્રિયો જીતવા, આત્મહિત કરવા પચખાણ કરું છું; એમ વિચારી હલકા, નજીવા, અશુભ વિચારોને મનમાં પ્રવેશ થવા દેવાની મનાઈ કરવી અને મન જે દુરિચ્છા કરે તેની સામે પડવું. તેને વશ થવું નહીં, પણ મનને વશ કરવા પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો. (બી-૩, પૃ.૪૩, આંક ૩૦) 0 ત્યાગ-વૈરાગ્યના નિયમ, કોઈ લેવાની વૃત્તિ થાય તો પોતાથી સહેલાઇથી બની શકે અને તેનો ભંગ
થવાનો સંભવ ન દેખાય તેવા નિયમો પરમકૃપાળુદેવની આજ્ઞાથી લેવામાં હરકત નથીજી. આત્માને બંધનથી મુક્ત કરવા હવે પુરુષાર્થ કરવો છે, તે સદ્વિચારથી બને છે. (બી-૩, પૃ.૨૩૪, આંક ૨૨૯)