________________
(૪૧૪) 0 રાત્રિભોજન બને ત્યાં સુધી તજવા યોગ્ય છે. માંદગીને કારણે તેવી છૂટ રાખી હોય તો તેમ વર્તવામાં
બાધ નથીજી. અનાહારી પદની (સિદ્ધપદની) ભાવના અર્થે એ રાત્રિભોજનત્યાવ્રત કર્તવ્ય છે. (બી-૩, પૃ.૫૩૬, આંક ૫૮૫) D કારતક સુદ પાંચમ જ્ઞાનપંચમી ગણાય છે. તે દિવસ માટે પ.પૂ. પ્રભુશ્રીજીએ એક વખત બધાને કહેલું : “ “આ વ્રત જબરું છે. વર્ષમાં એક વખત ઉપવાસ કરવાનો છે. જેને જિંદગી સુધી એ વ્રત લેવું હોય તે ઊભા થાઓ.” તે સાંભળી ઘણાખરાએ યથાશક્તિ એ વ્રત લીધું હતું. તે સ્મૃતિમાં આવ્યાથી આપને જણાવ્યું છે. તે દિવસે જેવું બને તેવું તપ, આત્માર્થે કરવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી વ્રતની ભાવના કરવી હોય, તેમણે કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.05, આંક ૬૯૮)
બ્રહ્મચર્ય, પ્રભુ-ભક્તિ કર, ક્રોધાદિકને ટાળ;
વીતરાગ આજ્ઞા પળે, તો તપ શુદ્ધ નિહાળ. જેમ ખાધાનો નિયમ કરીએ છીએ તેમ કષાયનો પણ નિયમ શક્તિ વિચારીને કરવો કે આજે ક્રોધ કોઈના ઉપર ન થાય તેમ વર્તવું. પછી ગમે તેવો પ્રસંગ આવી પડે તોપણ પોતાના ભાવ બગાડવા નહીં. એમ કરતાં-કરતાં ક્રોધ ઓછો સહેજે થાય છે, એમ જણાય ત્યારે ક્રોધ અને માન એ બંનેનો નિયમ રખાય. ગમે તે વખાણે કે ગમે તેવું રૂપ હોય કે તપ થતું હોય કે સારી સમજણ હોય, ધર્મનું કામ થતું હોય તોપણ અભિમાન થઈ ન જાય તેવી વૃત્તિઓ ઉપર ચોકી રાખતાં શીખવાનું છે. પછી માયા, પછી લોભ એમ કષાયો ઓછા કરવા. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મોહ ઓછો કરવો. રાગ-દ્વેષ ઘટાડવાની જ્ઞાની પુરુષોની આજ્ઞા છે, તે જેટલી પળે, તેટલો ધર્મ થયો સમજવા યોગ્ય છે. જેટલું જે દિવસે બને એમ લાગે, તેનો નિયમ રોજ ચિત્રપટ સમક્ષ વિનયપૂર્વક નમસ્કાર કરી લેવો અને કાળજીપૂર્વક તે નિયમ પાળવો. એકાસણું, ઉપવાસ, બે વખત જ આહાર લેવો કે ક્રોધ આદિ ન કરવા વિષે જે કરવું યોગ્ય લાગે અને પળે એમ જણાય, તે આત્માર્થે આ ચોમાસામાં કરવામાં હરકત નથી. કરેલા નિયમમાં ભૂલ થાય તો પશ્રાત્તાપ કરી, ક્ષમાપનાનો પાઠ બોલી, ફરી ભૂલ ન થાય તેવી કાળજી રાખવી ઘટે છે. (બો-૩, પૃ.૧૩૨, આંક ૧૩૨) I જેવી રીતે ચોમાસામાં મારે અમુક વ્રતનિયમ પાળવાં એવા ભાવ કરીએ છીએ, તે જ પ્રમાણે પોતાની
શક્તિ વિચારી ક્રોધ, માન, માયા, લોભ, આળસ, પ્રમાદ ઓછા કરવાનો નિશ્ચય પણ કરવો ઘટે છેજી. બહારના નિયમો, પાપથી આપણને બચાવે છે અને પુણ્ય બાંધવાનું કારણ થાય છે, તેમ પોતાના દોષો દેખીને દોષો ટાળવાના નિયમથી આત્મા પવિત્ર થાય છે અને સમકિતનું કારણ થાય છે; તેનું ફળ મોક્ષ આવે છેજી. તે સમજવા આ લખવું થયું છેતે વિચારી, તે દિશામાં પણ પુરુષાર્થ કરતા રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૮૧, આંક ૯૯૭) D યથાશક્તિ પરિગ્રહથી છૂટા થવા કે કંઈ મર્યાદા કરવા જે નિયમ તમે સર્વ મુમુક્ષુભાઈઓ સમક્ષ લીધો
છે, તે ઠીક કર્યું છે. દેવું કરીને, ધનના લોભે ધીરધાર નહીં કરવી અને ધનને લોભે જમીન નવી ખરીદવી નહીં – આ બંને નિયમો તૃષ્ણાને અમુક હદમાં રાખવા પૂરતા સારા છે.