________________
૫૦૫) પુદ્ગલ ખાણો પુદ્ગલ પીણો, પુગલ હોંતિ કાય; પુદ્ગલકો સબ લેણાદેણો, પુદ્ગલમેં હિ જાય.
સંતો દેખીએ બે પરગટ પુદ્ગલ જાલ તમાસા.” (શ્રી ચિદાનંદજી) આમ પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા. તે પુગલની જાળમાંથી નીકળવું બહુ વિકટ છે. જ્ઞાની પુરુષનો આશ્રય હોય તો જ છૂટી શકાય તેમ છે. સમુદ્રમાં પાણી હોય છે, તેની વરાળ થઈ વાદળાં બને છે; તે આંખથી દેખી શકાતું નથી, પણ વાદળાં થઈ વરસાદ થાય છે, તે વાત સાચી છે. તેમ આ શરીર કર્મ દ્વારા નિર્માયું છે અને જીવને કર્મની વર્ગણા બંધાયા કરશે ત્યાં સુધી શરીરનો યોગ રહેવાનો છે. જૂનાં કર્મો ભોગવાય છે અને નવાં બંધાય છે. નવાં ન બંધાય, તે યુક્તિ હાથ આવી જાય તો જૂનાં ભોગવાતાં જાય, તેમ તેમ આત્મા મુક્ત થતો જાય, માટે તેની સમજણ કરી લેવાની છે. (બો-૧, પૃ.૧૯) D “જ્યાં જઈએ ત્યાં માટી, પાણી ને ઢેફાં.” (ઉપદેશામૃત પૃ.૯૧) જીવને મોહ મૂંઝવે છે તેથી હવાફેર
કરવા કે દેશાટન કરવા, વનક્રીડા કરવા, લૌકિક જાત્રાઓની દોડ કરવાની વૃત્તિ ઊઠે છે; તે દ્રષ્ટિ ફેરવવા જ્ઞાની કહે છે કે જ્યાં જઈશ ત્યાં તારાં ચર્મચક્ષુથી શું જોઇશ? પુદ્ગલ, પુદ્ગલ અને પુદ્ગલ. સુંદર મેદાન દેખે તે માટી કે બીજું કાંઈ? નદી-સમુદ્ર નીરખે ત્યાં પાણી કે બીજું કાંઈ ? ખેતરો કે માર્ગમાં ઢેફાં-માટીના પિંડ પડયા છે કે બીજું ? મારું તે સારું ગણવાની પંચાત તજી, આત્મદ્રષ્ટિ કરે તો “દૃષ્ટિ તેવી સૃષ્ટિ બધે આત્મા જોવાશે. (બો-૩, પૃ.૧૭૧, આંક ૧૭૬) દેહ નાશવંત છે, એવી જે ભાવના, તેથી વાસના ક્ષય થાય છે. આત્મા સંબંધી વિચાર રહ્યા કરે એવું કરવાનું છે. મૂઢ હોય, અભાગી હોય, પણ આત્મભાવના ભાવે તો આત્મામૃત પામે. તેને વૈભવ વિષ જેવા લાગે, એવો વૈરાગ્ય થાય છે. દેહદૃષ્ટિ હોય તો વારંવાર તેને દેહ મળ્યા કરે. શરીરથી હું ભિન્ન છું, એમ થાય તો મોક્ષ થાય. વિદેહીદશા થાય તો ફરી દેહ ધારણ ન કરે. આત્મદ્રષ્ટિ થાય તો અંતરમાં શીતળીભૂત થાય. જે સ્વરૂપને ભજે, તેનું મન નિર્મળ થાય છે. દેહદૃષ્ટિ તે વિષવૃષ્ટિ છે. જેનું અંતર શીતળ છે, તેને આખું જગત શીતળ લાગે; અને અંતરતાપે બળતો હોય, તેને બધું જગત બળતું લાગે. (બો-૧, પૃ.૧૯૯, આંક ૭૪)
“या निशा सर्व भूतानां तस्यां जागर्ति संयमी ।।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ।।" (भृगवद्गीता) જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે; જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. એ જ ભાવાર્થ પૂજ્યપાદસ્વામીએ બીજી રીતે લખ્યો છે :
"व्यवहारे सुषुप्तो यः स जागर्ति आत्मगोचरे । ।
નીતિ વ્યવહારેડમિન્ સુષુપ્તાભોરે |” (સમઘશત) બંને સ્થળે કહેવાનો પરમાર્થ એક જ છે કે જગતની લૌકિકદ્રષ્ટિ છે અને જ્ઞાનીની અલૌકિકવૃષ્ટિ છે. બંનેને પૂર્વપશ્ચિમ જેટલો તફાવત છે.