________________
(૫૦૪) પૂજ્યશ્રી : ભરત લડાઈ કરતા, પણ તેઓનું ચિત્ત તો ભગવાન ઋષભદેવમાં જ હતું. ઋષભદેવ ભગવાન જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે ભારતે કહ્યું, “હું પણ દીક્ષા લઇશ.' પણ ભગવાને કહ્યું કે આ યુગલિયા હમણાં જ પાંસરા થયા છે અને જો રાજા નહીં હોય તો લડી પડશે; માટે તું રાજ્ય કર. તારે એ પ્રારબ્ધ છે અને મારે દીક્ષા લેવારૂપ પ્રારબ્ધ છે. એમ પિતાના કહેવાથી ભરત મહારાજા નોકર તરીકે રહ્યા હતા. છ ખંડનું રાજ્ય કરવું અને વૃત્તિ ભગવાનમાં રાખવી, આ કામ કરનારને મુનિ કરતાં પણ વધારે પુરુષાર્થ કરવો પડે છે. આજ્ઞાએ વર્યા અને વૃત્તિ ભગવાનમાં રાખી, તેથી કર્મ ક્ષય કરી નાખ્યાં. ઋષભદેવ ભગવાન એક હજાર વર્ષ છદ્મસ્થ અવસ્થામાં વિચર્યા હતા અને ભરત ચક્રવર્તીને તો
ગૃહસ્થાવાસમાં જ કેવળજ્ઞાન થયું હતું. (બો-૧, પૃ.૧૨૩, આંક ૩૭) દ્રષ્ટિ D ગુણગ્રાહી જીવ જે હોય, તે ગમે ત્યાંથી પોતાનું હિત થાય એવા ગુણો ગ્રહણ કરે અને જેને દોષદ્રષ્ટિ હોય, તેને બધે દોષ દેખાય. જેવી પોતાની દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. “આપ ભલા તો જગ ભલા.”
બો-૧, પૃ.૧૬૬, આંક ૩૫) બાહ્યવૃષ્ટિ સમાન કોઈ શત્રુ નથી. તે પલટાય નહીં ત્યાં સુધી જંપીને બેસવા જેવું પણ નથી.
પર્યાયવૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે. દર્શને જ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક રે;
નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એકરે.' “એક ઉપર આવો, એક ઉપર આવો.” એમ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર ઉપદેશ દેતા. ત્યાં વાદવિવાદ સર્વ છૂટી જાય અને શાંતિ અનુભવાય. તે દ્રષ્ટિ છૂટી જાય ત્યાં ક્લેશ, કુસંપ, મારું, તારું, આખું જગત ઊભું થાય. માટે મુમુક્ષુએ તો હાથી પાછળ કૂતરાં ભસે અને હાથી તે તરફ જુએ પણ નહીં તેવી ગંભીરતા રાખી, દીઠે રસ્તે દોડ્યા જવા જેવું છે. આડુંઅવળું જોવામાં માલ નથી, એમ સમજાય છે. “કાંઈ નથી, રાખનાં પડીકાં ફેંકી દેવા જેવાં હોય, તેમાં શું ચિત્ત દેવું ?' એમ પ.પૂ. પ્રભુશ્રીજી જણાવતા હતા. તે દ્ધયમાં રાખી, જો શાંતિપદની ઇચ્છાથી, જે જે સાધનો હિતકારી લાગે, તે ગ્રહતા જઈશું, તો તેનું બિરુદ તરણતારણનું છે, તે આપણને તાર્યા વિના નહીં રહે એટલી જ શ્રદ્ધા કર્તવ્ય છે.
ક્યાંય ફાંફાં મારવા હવે જવા જેવું નથી. (બી-૩, પૃ.૧૨૦, આંક ૧૧૬). D આ જીવ બાહ્યદ્રષ્ટિવાળો હોય ત્યાં સુધી જે જે પદાર્થો જુએ, તે તે સાચા માની લે છે, પરંતુ જે જોનારો દેહમાં રહ્યો છે, તેનો લક્ષ થતો નથી. જે દેખાય છે, તે તો પુદ્ગલ છે. તેનું આવવું અને જવું, નિરંતર આ દેહમાં થાય છે, પણ આપણને ક્યાં માલૂમ પડે છે ? બાળપણમાં જે પરમાણુઓનું શરીર હતું, તેમાંના અત્યારે કોઈ પણ હોય નહીં, પણ પોતાને તો “હું તો છું, તેનો તે જ છું' એમ લાગ્યા કરે છે. સર્વત્ર પુદ્ગલોનું અવળવળ થવું, નિયમિતપણે થયા જ કરે છે.